________________
અંતરાય કર્મ
અનંતવીર્ય, અનંતશક્તિ આત્માનો ગુણ છે. આત્મા દાન, લાભ, ગ આદિ અનંતશક્તિનો માલિક છે. આત્માની આ અનંતશક્તિને ઢાંકનારા કાર્માસ્યુંર્ધાને અંતરાયકર્મ કહે છે. જીવને અંતરાયકર્મ તેની સંપત્તિરૂપી અનંત શક્તિ ભોગવવા દેતો નથી. તે સર્વે લબ્ધિ શક્તિનું વર્ગીકરણ કરીને પાંચલબ્ધિમાં સમાવેશ કર્યો હોવાથી તેને ઢાંકનાર અંતરાયકર્મ પાંચ પ્રકારે કહ્યું છે.
અંતરાયકર્મને રાજાના ભંડારીની ઉપમા આપી છે. જેમ કે રાજા ભંડારીને આદેશ આપે કે તું યાચકાદિને દાનાદિ આપ પરંતુ ભંડારી યાચકને કહી દે કે અત્યારે મને સમય નથી, પછી આવજે, એમ બહાના બતાવી અને ના પાડી દે છે. એવી જ રીતે અંતરાયકર્મ એ વિઘ્નકર્તા છે. દાન, લાભ આદિ પ્રાપ્ત થયું હોય એમાં ભંડારીની જેમ વિઘ્ન નાંખવાનું કામ અંતરાય કર્મ કરે જેના કારણે જીવ સુખ સગવડ, શારીરિક બળ આદિ પ્રાપ્ત કરી શકર્તા નથી. અંતરાયકર્મના ૧. દાનાંતરાય ૨. લામાંતરાય ૩
છે.
ભોગાંતરાય ૪. ઉપભોગાંતરાય અને ૫. વીર્યંતરાય એમ પાંચ ઉત્તરપ્રકૃતિઓછે. અનંતરાયકર્મબંધના કારણા
૧૨૦
અંતરાયકર્મ બંધના મુખ્ય પાંચ કારણો છે. (૧) બીજાઓને દાન આપવામાં અંતરાય-વિઘ્ન નાંખવાથી, દાનધર્મની નિંદા કરવાથી દાનાંતરાયકર્મ બંધાય છે. (૨) બીજાને સુખ-સગવડના સાધનો મળતા હોય ત્યારે અંતરાય પાડવાથી લાભાંતરાયકર્મ બંધાય છે. (૩) એકવાર ભોગવી શકાય એવી વસ્તુ માટે બીજાના ભોગસુખમાં અંતરાય પાડવાથી ભોગાંતરાયકર્મ બંધાય છે. (૪) વારંવાર ભોગવી શકાય એવી વસ્તુ માટે પણ બીજાના ઉપભોગ સુખમાં વિઘ્ન નાંખવાથી ઉપભોગાંતરાયકર્મ બંધાય છે. (૫) તેમજ બીજાની વીર્ય શક્તિમાં અંતરાય પાડવો તથા પોતાની શક્તિ હોવા છતાં આળસ વગેરે કરવાથી વીર્યંતરાયક્રમ બંધાય છે .
ઢંઢણ મુનિનું દૃષ્ટાંત
શ્રીકૃષ્ણ વાસુદેવના સમયની આ વાત છે. શ્રીકૃષ્ણ આ વાત બધા સાધુઓની સાથે ઢઢણમુનિએ પણ સાંભળી. આથી તેમણે પ્રભુ પાસે અભિગ્રહ લીધી કે, આજથી હું મારી લબ્ધિ દ્વારા જ ભોજન મળો તો ને વાપરીશ. પરલબ્ધિથી અથવા તો કોઈએ લાવેલી ગોચરી વાપરીશ નહિ. આ રીતે આહાર ન મળતાં ઢંઢામુનિના છ મહિના વીતી ગયા.
વાસુદેવના પુત્ર ઢંઢાકુમારને શ્રી નેમિનાથની ધર્મદેશના સાંભળી વેરાગ્યભાવ જાગ્યો. આથી તેમાં શ્રી નેમિનાથ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુ જીવનને અનુકૂળ હોય તે પ્રમાણે જે ગોચરી આદિની ગર્વષા કરી આહાર ગ્રહણ કરતા. આમ જે કાંઈ પ્રારુક આહાર મળે તેનો આહાર કરતા. પણ પૂર્વ ભવમાં બાંધેલ અંતરાયકર્મનો ઉદય થયો એટલે જ્યાં જ્યાં ગોચરી માટે જાય ત્યાં ત્યાં શુદ્ધ ભિક્ષા મળે નહિ, એટલું જ નહીં પણ એમની સાથે જો કોઈ સાધુ હોય તો તેમને પણ ગોચરી ન મળે એવું બનવા લાગ્યું. સમય વીતતો ગયો ત્યારે બીજા સાધુઓએ શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, હે પરમાત્મા! તમારા શિષ્ય, શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર, ધાર્મિક, ધનાસ અને ઉદાર ગૃહસ્થવાળી દ્વારકા નગરી છતાં શ્રી ઢંઢણમુનિને ગોચરી કેમ મળતી નથી? ત્યારે શ્રી નેમિનાથ ભગવાને તેમના પૂર્વભવનો વૃત્તાંત કહેતાં કહ્યું કે, ઢંઢણ મુનિનો આત્મા પૂર્વજન્મમાં મગધ દેશનો પારાસર નામનો બ્રાહ્મણ હતો. તે ગામના લોકો પાસેથી રાજ્યના ખેતરો ખેડાવતો હતો. દરરોજ ભોજન વેળા થાય અને બધાની ભોજન સામગ્રી આવી જાય તો પણ તે ભોજન કરવાની બધાને રજા આપતો ન હતો. પણ લોકો પાસેથી વધુ કામ ક૨ાવવાના આશયથી ભૂખ્યા લોકો અને ભૂખ્ય બળદો પાસેથી હળ ખેડાવી ખેતરોમાં વધુ કામ કરાવો. આ કાર્યથી પરાસર બ્રાહ્મણે અંતરાયકર્મ બાંધી લીધું હતું અને તે આ ભવમાં ઢંશમુનિને ઉદયમાં આવ્યું છે જેથી તેમને ગોચરી-પાણી સુઝતા મળતા નથી.
એકવાર શ્રીકૃષ્ણ વાસુદેવે ભગવાન નેમિનાથને પૂછ્યું કે, તમારા સર્વ સાધુઓમાં દુષ્કર કાર્ય કરનાર કોણ છે? ત્યારે પ્રભુએ કહ્યું, બધા જ મુનિ દુષ્કર કાર્ય કરે છે. પણ ઢંઢણમુનિ સર્વથી અધિક છે. ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુને વંદન કરી પાછા ફરતા હતા ત્યારે તેમને માર્ગમાં ઢંઢણમુનિને ગોચરીએ જતા જોયા. આથી શ્રીકૃષ્ણ વાસુદેવે તેમને ભક્તિપૂર્વક વંદન કર્યાં. ત્યારે એક ગૃહસ્થને ઢંઢશમુનિ માટે માન ઉપજ્યું. આથી તે મુનિ કેવા મહાન ચારિત્રશીલ હશે, એમ વિચારી પોતાના આવાસે લઈ જઈ બહુમાનપૂર્વક માદક વહોરાવ્યા. ઢંઢણમુનિ પણ ગોચરી લઈ સ્વસ્થાનકે પાછા આવી પ્રભુને પૂછ્યું કે, આજે મને ગોચરી મળી છે. શું મારો અભિગ્રહ પૂરો થયો ? ત્યારે નેમિનાથ પ્રભુએ જવાબ આપ્યો કે, હે ચૂંટણ! આ આહાર તો શ્રીકૃષ્ણ વાસુદેવની લબ્ધિને લીધે મળ્યો છે. તમારી સ્વલબ્ધિનો નથી.
પ્રબુદ્ધ સંપા
આ જવાબ સાંભળી ઢંઢકામુનિ કે જેઓ રાગ આદિથી રહિત થયેલા છે, આ પરલબ્ધિનો આહાર છે, મને ન ખપે, એમ વિચારી જંગલમાં મોદક આદિ આહાર પરડવા ગયા. લાડુનો ભુક્કો કરતાં કરતાં વિચારવા લાગ્યા કે, મારા આત્માએ કર્મ કરતાં કેમ વિચાર ન કર્યો ? પૂર્વોપાર્જિત કર્મનો ક્ષય થવો મુશ્કેલ છે. એમ વિચારતા અને ધ્યાનમાં મગ્ન થઈ જતાં રેશમુનિને કેવળજ્ઞાન થયું. *