________________
પ્રમુખતાને જ સર્વજ્ઞોએ આચાર કહ્યો છે.
આહારશુદ્ધિ માટે સાધુ-સાધ્વીને ઉદ્દેશીને બનાવેલું, ખરીદેલું, આમંત્રણ આપીને ઘરે બોલાવીને આપેલું, ઉપાશ્રયે જઈને આહા૨ વહોરાવવો તે અનાચાર છે. દોષયુક્ત આહાર ઉપરાંત, રાત્રિભોજન, સ્નાન, વિલેપન, વિભૂષાના ધ્યેયે સ્નાન, દંત ધોવન, નેત્ર પ્રક્ષાલન, અંજન વગેરે પ્રવૃત્તિ, ગૃહસ્થનો સંગ, ગૃહસ્થાના આસન, પલંગ, ખુરશી વગેરે સાધનોનો ઉપયોગ, ગૃહસ્થના વાસણમાં ભોજન લેવું કે કરવું વગેરે. સાધુ એ આચારશુદ્ધિ માટે અનાચારોનો પૂર્ણ ત્યાગ કો જોઈએ.
૪. છ જીવવિકાય: આ અધ્યયનમાં છ પ્રકારના સંસા૨ી જીવોની રક્ષા કરવાનું, તેમની વિરાધના ન કરવાનું તેમજ પંચમહાાતનુંસાધુ ધર્મનું નિરુપણ છે. આ સંસારની પ્રત્યેક પ્રવૃત્તિમાં જીવ હિંસાની સંભાવના રહેલી છે. સંસારની દરેક ક્રિયા જીવદયાનાયતના જતના ધર્મનું પાલન થઈ શકે તે પ્રકારે થવી જોઈએ. જીવ ‘પઢમં નાળ તો વા' જીવ-અજીવ આદિ નવ તત્ત્વોનું જાણપણું કેળવીને, ચાર ગતિના ભોગ સુખથી દૂર રહી અને સંસારનો ત્યાગ કરી, મુંડિત થઈને અાગાર ધર્મનો સ્વીકાર કરે છે. સર્વ જીવોને અભયદાન આપી આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. ૫. પિંžણા: સાધુની ભિક્ષાચરીના દોર્ષોનું વિગતપૂર્ણ વર્ણન, આ અધ્યયનમાં છે. પિંડ એટલે ચારે પ્રકારનો આહાર.. આ અધ્યયનના બે ઉદ્દેશા છે.
પ્રથમ ઉદ્દેશામાં આહારની સદોષતા અને નિર્દોષતાનું શોધન ક૨વું. (૧) નિર્દોષ આહારની શોધ ક૨વી-૩૨ દોષોનો ત્યાગ કરવું. (૨) નિર્દોષ રીતે આહાર ગ્રહણ કરવો. (૩) નિર્દોષ રીતે પ્રાપ્ત થયેલા આહારના રસાસ્વાદનો ત્યાગ કરવો, અનાસક્ત ભાવે આહાર કરવો.
બીજા ઉદ્દેશામાં ગોચરીના સમયે જ ગોચરી માટે જાય, ગૃહસ્થના ઘેર બેસે નહીં કે ઊભા ઊભા કથા ન કરે, એક સરખા ભાવથી બધા ઘેરે ભિક્ષા માટે જાય, ગોચરી લાવીને ગુરુને બતાવીને સંવિભાગ કરી વાપરે. ૫૦ ગાયામાં વિગતવાર વર્ણન મળે છે. આચારશુદ્ધિ આહારશુદ્ધિ વિના શકય નથી. તેથી આ અધ્યયનમાં સાધુને શું કહ્યું અને શું ન કર્ષ તેનું વિશદ વર્ણન મળે છે.
૬. મહાચાર કથા: આ અધ્યયનમાં સાધુ માટેના ૧૮ આચારસ્થાનનું વિસ્તૃત વર્ણન છે.
૧ થી ૬ પંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન ત્યાગ. ૭ થી ૧૨ છકાયના જીવોની સંપૂર્ણ રક્ષા. ૧૩ અકલ્પ્ય વસ્તુનો ત્યાગ.
૧૪ ગૃહસ્થના વાસણનો ઉપયોગ ન કરવો. ૧૫-૧૬ ગૃહસ્થના પલંગ કે આસન પર ન બેસવું, ૧૭ સ્નાનનો ત્યાગ.
૧૮ શરીરની શોભાનો થાળ
આ પ્રમાણે અઢારે સ્થાનનું જિનાજ્ઞા મુજબ પાલન કરવાથી, આસક્તિ ભાવ ઘટે છે અને સાધક, સર્વ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થાય છે.
૭. સુવાક્ય શુદ્ધિ: આ અધ્યયનમાં સાધુની ભાષાસમિતિની શુદ્ધિનું વર્ણન છે. અસત્ય અને સત્યાસત્ય ભાષા ન બોલવાનું ફરમાવ્યું છે. વચનગુપ્તિની આરાધના જ તેનું લક્ષ છે. સાધુએ ક્યારેય નિશ્ચયાત્મક ભાષા ન બોલવી જોઈએ.
૭૯
સુવાક્ય શુદ્ધિનું મુખ્ય પ્રયોજન સત્ય મહાાતના પાલન માટે તથા અહિંસા ધર્મની પુષ્ટિ માટે છે. સાધુએ અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મનું પાલન થઈ શકે તેવી ભાષા બોલવી જોઈએ.
૮. આચારપ્રાિધિક આચારપાલન સાધુ માટે પ્રકૃષ્ટ નિધિ અર્થાત્ ખજાના સમાન છે, તેનું ભાવથી પાલન કરવાથી સાધક ભવના ફેરા ટાળી પરમાત્મપદ પામે છે. આચારશુદ્ધિ માટેની વિવિધ હિત શિક્ષાઓ આ અધ્યયનમાં છે. છકાયના જીવોની રક્ષા માટે, સચિત્તભૂમિ કે આસન પર બેસવું નહીં, સચેત પાણીનો સ્પર્શ ન ક૨વો, અગ્નિ જલાવવો કે બુઝાવવો નહીં, પંખો નાંખવો નહીં, લીલી વનસ્પતિ છેદવી-ભેદવી નહીં, ત્રસ જીવોને મન, વચન, કાયાથી હણવા કે દુભવવા નહીં, સૂક્ષ્મ જીવોની રક્ષા કરવી, યથાર્થ પહિલેષણ કરવું, અહિતકારી વચન ન બોલવું. પરિપક્ષો સમભાવે સહેવા કારણ કે દેહદુનૂં મહાલ' વિનય જાળવવા, રાગદ્વેષ ન કરવી, તપ અને સ્વાધ્યાયમાં મગ્ન રહેવું, સંયમ અને ધ્યાનથી મર્લિન ભાવોનો નાશ કરવો. જે શ્રદ્ધાથી ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો છે તે શ્રદ્ધાને જીવનપર્યં ત ટકાવી, સાધુ પણાને ઉત્તમ ભૂમિકાએ પહોંચાડવું.
૯. વિનયસમાધિ : આ અધ્યયનના ૪ ઉદ્દેશા છે.
ગોચરી માટે જતાં જતના રાખવાની, ૧૦૦ ગાથામાં નિર્દોષ કલ્પવૃક્ષનું મૂળ વિનય છે, તેનાથી જ મોક્ષ કે સદ્ગતિ મળે છે આહારપાણી જ હોવા જોઈએ અને અવિનયનું ફળ ચારગતિરૂપ સંસારનું પરિભ્રમણ દર્શાવ્યું છે. વિનીત-અવિનીત શિષ્યના લક્ષણોનું વર્ણન છે. ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા હંમેશાં પ્રયત્ન કરે. જે વિનયધર્મનું પાલન કરે છે તે આત્મગુણ મેળવે છે.
પહેલા ઉદ્દેશામાં નિરંતર ગુરુનો વિનય ક૨વા કહ્યું છે. ગુરુની હીલના કે ઘૃણા ન કરવી. ગુરુ પ્રસન્ન થાય તેમ વર્તવું. સેવા ક૨વી. વિનયધર્મની આરાધના કરવી. શિષ્યનો અવિનય, તેના દુષ્પરિણામનું વર્ણન મળે છે.
બીજા ઉદ્દેશામાં વિનય અને અવિનયનું સ્વરૂપ કહ્યું છે. ધર્મરૂપી
ત્રીજા ઉદ્દેશામાં પૂજનીય પુરુષનાં લક્ષણોનું કથન છે. જે શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરે છે તથા શ્રુતજ્ઞાનથી કે દીક્ષા પર્યાયથી મોટા હોય તોપણ ગુરુનો વિનય કરે છે, ગુરુની શુશ્રુષા માટે સતત જાગૃત રહે છે-આવા સાધુ પૂજનીય છે.
ચોથા ઉદ્દેશામાં મોક્ષના સાધનભૂત સમાધિનું વર્ણન છે. આત્માની સ્વસ્થતાને સમાધિ કહે છે. સમાધિ પ્રાપ્તિના ચાર કારણ છે-વિનય, શ્રુત, તપ અને આચાર.
સૂત્રકારે આ ચારેય સાધનને ચાર પ્રકારની સમાધિ કહીને તેને પ્રગટ કરવાના કારણો દર્શાવ્યાં છે. ચારેય પ્રકારની સમાધિની આરાધનાથી, અખંડ સમાધિ પ્રાપ્ત થાય છે.
૧૦. શ્રેષ્ઠ ભિક્ષુ આ અધ્યયનમાં સાચા-શ્રેષ્ઠ સાધુનાં લક્ષણ કહ્યાં છે. જે સાધુ આચારધર્મને ઉત્કૃષ્ટભાવે પાળે, ચારેય સંજ્ઞાઓને તોડે છે, જે સાધુ જિનવચનમાં અનુરક્ત હોય, મમત્વ ભાવથી રહિત હોય, લોકેષણાના ભાવોથી રહિત હોય, અનાસક્ત ભાવે ઉદરપૂર્તિ કરતા હોય, ઉપસર્ગ અને પરિષહોને સહન કરવામાં શ્રી દશ વૈકાલિક સૂત્ર