________________
૫. પાંચમા ઉદેશોમાં પ્રવર્તિની સાધ્વીએ કેટલી સાધ્વીઓની સાથે વિહાર કરવો જોઈએ ? ને કેટલી સાધ્વીઓની સાથે ચોમાસું કરવું જોઈએ ? વગેરે હકીકતોને સ્પષ્ટ સમજાવી છે.
૬. છઠ્ઠા ઉદેશામાં સાધુ -સાધ્વીઓ એ કઈ રીતે ક્યાં ભિક્ષા લેવા જવું જોઈએ ? એ જ પ્રમાણે નિર્દોષ સ્યૂલિની બીના અને વસતિની બીના જણાવીને કહ્યું છે કે નિર્દોષ પ્રદેશમાં મુનિવરાદિએ સ્થંડિલ (ઠલ્લે) જવું જોઈએ. નિર્દોષ વસતિમાં રહેવું જોઈએ કે જેથી સંયમાદિની રક્ષા થાય અને સ્વાધ્યાયાદિનો વિધિ પણ સાચવી શકાય. અહીં જુદી જુદી ભૂલોના જુદા જુદા પ્રાયશ્ચિત્ત વગેરેનું વર્ણન કર્યું છે.
૭. સાતમા ઉદ્દેશામાં એક સાધ્વી સમુદાયમાંથી બીજા સાધ્વી સમુદાયમાં ગયેલી સાધ્વીને સાચવવાનો વિધિ તથા સાધ્વીઓના બીજા પણ સ્વાધ્યાયાદિના નિયમ અને વ્યવહારાદિનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે.
૮. આઠમા ઉદ્દેશામાં કોઈ ગ્રામાદિમાં ઊતરવાનાં ઉપાશ્રયાદિ સ્થાનો ન હોય તો સાધુ-સાધ્વીઓ એ પોતાને વાપરવા માટે ગૃહસ્થના ઘરનો કેટલો ભાગ કઈ રીતે યાચવી ? તથા વિહાર કરતાં કઈ વિધિએ તે ભળાવો ? આ બીનાઓને સ્પષ્ટ સમજાવીને ગૃહસ્થની પાસેથી પાટ પાટલા વગેરેને યાચીને લાવવાનો વિધિ અને ખપે એવાં પાત્રાદિ ઉપકરણોનું પ્રમાણ તથા આહારાદિને વાપરવાનો વિધિ વગેરે હકીકતોને સ્પષ્ટ સમજાવી છે.
૯. નવમા ઉદ્દેશામાં સંયમી જીવનની અપૂર્વ સાધનારુપ બાર ભિક્ષુપ્રતિમાઓને આરાધતાં સાચવવાના આચાર વગેરેનું સ્વરૂપ સમજાવીને સાધુ-સાધ્વીઓને વાપરવા લાયક શય્યાતર (મકાનના માલિક)ના મકાનની બીના તથા પ્રસંગાનું પ્રસંગે બીજી પણ મુનિ વ્યવહારની ીનાઓ સ્પષ્ટ સમજાવી છે.
૧૦. દશમા ઉદ્દેશામાં અનુક્રમે અભિગ્રહોની અને પરીષહાદિની
બીના કહીને વ્યવહારના (૧) આગમ વ્યવહાર, (૨) શ્રુત વ્યવહાર, (૩) આશા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જીત વ્યવહાર, આ રીતે પાંચ વ્યવહારોનું સ્પષ્ટ સ્વરૂપ અને પુરુષના તથા આચાર્યના અને શિષ્યના ૪-૪ ભેદોનું સ્વરૂપ તેમ જ સ્થવિરોની અને શિષ્યોની ત્રણ ત્રણ ભૂમિકાનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ચારિત્રાદિ ગુણોની સ્થિરતા અને વૃદ્ધિ વગેરે થવાના અપૂર્વ સાધનરૂપ ગુરુકુલ વાસમાં રહેલા નવા સાધુઓ શરૂઆતના ત્રણ વર્ષમાં આવશ્યક સૂત્રના ને દશવૈકાલિક સૂત્રના યોોહન કરવાપૂર્વક અભ્યાસ કરીને છેદો પસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા)ને સ્વીકાર્યા પછી અનુક્રમે ઉત્તરાધ્યયન સૂત્રના ને આચારાંગ સૂત્રના યોગોહન કરવાપૂર્વક અધ્યયન કરે છે. આ રીતે ત્રણ વર્ષનો દીક્ષાપર્યાય થયા પછી અનુક્રમે શ્રી નિશીથસ્ ત્રાદિનાોગો દહન કરાવીને જેમ જેમ દીયાપર્યાય વધતો જાય, તેમ તેમ કયા કયા સૂત્રના યોગોદ્દહન કરાવીને કયા કયા સૂત્રો ભણાવાય? આ હકીકતને સ્પષ્ટ સમજાવી છે. અંતે કહ્યું છે કે (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) તપસ્વી (૫) શૈક્ષ (૬) ગ્લાન સાધુ (૭) સાધર્મિક (૮) કુલ (૯) ગણ (૧૦) સંધ-આ દેશની વૈયાવચ્ચ કરતાં ઘણા કર્મોની નિર્જરા થાય છે અને અંતે મોક્ષના સુખ પામે છે.
આ શ્રી વ્યવહાર સૂત્રમાં મુનિઓના જુદી જુદી જાતના વ્યવહારોનું વર્ણન વધારે પ્રમાણમાં છે. તેની સાથે પ્રાથચિત્તાદિનું પણ વર્ણ ન વિસ્તારથી કર્યું છે. તેથી આત્મા મુનિવરાદિને મોક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરાવનારૂં આ શ્રી વ્યવહાર સૂત્ર છે. આ સૂત્રને ગુરુગમથી વિધિપૂર્વક જાણનારા મુનિવરો દ્રવ્યક્ષેત્રકાલ-ભાવાદિને ઓખળીને સ્વપ૨ જીવોના નિર્વાહક જરૂ૨ થઈ શકે છે. આ રીતે શ્રી વ્યવહાર સૂત્રનો ટૂંક પરિચય જાણવો.
શ્રી દશાશ્રુતસ્કંધ
ચૌદ પૂર્વેના ધારક પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે નવમા શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વમાંથી ઉષ્કૃત કરીને આ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રની રચના કરી હતી. અહીં દશ દશાનું વર્ણન હોવાથી આ સૂત્ર દશાશ્રુતસ્કંધ નામે ઓળખાય છે. શ્રી નંદીસૂત્રાદિમાં આનું દસા નામ કહ્યું છે ને શ્રી સ્થાનાંગસૂત્રાદિમાં આચાર દશા અને દશાશ્રુત વગેરે નામો પણ જણાવ્યા છે. શ્રી વ્યવહારસૂત્રના બીજા અને દશમા ઉદેશા વગેરેમાં બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રની સાથે શરૂઆતમાં આ દશાશ્રુતસ્કંધને દસા કુપ્પવવહાર સુથકખંધો આ રીતે કર્યો છે. આ ત્રણે સૂત્રોને એક જ શ્રુતસ્કંધરૂપે શ્રી બૃહત્કલ્પસૂત્રની નિર્યુક્તિની ૨૬૬મી ગાથામાં નિર્દેશ કર્યો છે. તેમજ યોગવિધિ, સામાચારી આદિ ગ્રંથોમાં પણ તે જ પ્રમાશે નિર્દેશ કર્યો છે. અહીં જણાવેલી દશ દશા (વિભાગ)માંની ૮મી અને દશમી દશાને બીજા ગ્રંથોમાં અધ્યયન તરીકે પણ જણાવી છે અને બાકીના ૮ વિભાગો દશા નામથી પ્રસિદ્ધ છે. આ રીતે દશ દશામાં ની (૧) પહેલી અસમાધિસ્થાન નામની દશામાં અસમાધિ એટલે ચિત્તની અસ્વસ્થતાને (અશાંતિની કરનારા કષાયની ઉદીરણા કરવી, અજયણાએ બેસવું વગેરે ક્રિયા કરવી, વગેરે જે ૨૦ કારણોથી અસમાધિ થાય છે, તે અસમાધિસ્થાનોનું વર્ણન કર્યું છે. (૨) બીજી સબલ દોષ નામની દશામાં ચારિત્રને શબલ એટલે કાબરચીતરું (મલિન) કરનારા ૨૧
93
શબલ દોષોનું વર્ણન કર્યું છે. (૩) ત્રીજી આશાતના નામની દશામાં ગુરુ મહારાજની આશાતના થવાના ૩૩ કારણોને જણાવીને તેને વર્જવાનું કહ્યું છે. (૪) સિંપદા નામની દશા (અધ્યયનાદિ જેવા વિભાગ)માં શ્રી આચાર્ય મહારાજની આઠ સંપદાઓનું વર્ણન, તેના ભેદો અને પ્રભેદો તથા વિનયના ભેદાદિનું વર્ણન કર્યું છે. (૫) પાંચમી ચિત્ત-સમાધિસ્થાન નામની દશામાં ચિત્તની સમાધિના ૧૦ કારોને કહીને તે કારણોને સેવવાની ભલામણ કરી છે. (૬) ઉપાસક પ્રતિમા નામની દશામાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વર્ણન કર્યું છે. (૩) સાતમી ભિક્ષુપ્રતિમા નામની દશામાં સાધુને આરાધવા લાયક ૧૨ પ્રતિમાઓનું (એક જાતની અભિગ્રહાદિવાળી વિશિષ્ટ ક્રિયાઓનું) સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. (૮) આઠમી પર્યુષણાકલ્પ નામની દશામાં પ્રભુ મહાવીર દેવાદિના જીવન ચરિત્રો, સ્થાવરાવલી અને સામાચારીનું વર્ણન કર્યું છે. આ પર્યેષણાકલ્પનું જ નામ બારસાસૂત્ર (કલ્પસૂત્ર) કહે વાય છે. તે દર વર્ષે પર્યુષણા મહાપર્વમાં વંચાય છે. (૯) નવમી મોહનીયસ્થાન નામની દશામાં જેથી મોહનીયકર્મ બંધાય, તેમાં ૩૦ કારો જણાવીને તે દરેક કારણને તજવાની ભલામણ કરી છે. (૧૦) આયતિસ્થાન નામની દશામાં નવ નિયાણાંનું વર્ણન કરીને તેને તજવાની સૂચના કરી છે. હું આ સંયમાદિની આરાધના કરીને ભવાંતરમાં ઇંદ્રાદિની ઋદ્ધિ શ્રી દશાશ્રુત સ્કંધ