________________
વગેરે પામું, અથવા કરેલી આરાધનાના ફળરૂપે ભવાંતરમાં હું ઇંદ્રાદિરૂપે જન્મ પામું. આ રીતે સાંસારિક પદાર્થોની જે ઈચ્છા કરવી તે નિયાણું કહેવાય.
શ્રી દશાશ્રુતસ્કંધના નિર્યુક્તિ, યૂર્ણિ આદિનું ટૂંક વર્ણન આ સૂત્રના અર્થને જાણવા માટે બે પ્રાકૃત સાધનો છે. તેમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ આ સૂત્રની ૨૧૦૬ શ્લોક પ્રમાણ (૨૨૨૫ શ્લોક પ્રમાણ) નિર્યુક્તિ રચી છે, તે હાલ હયાત છે. ચૂર્ણિનું પ્રમાણ ૪૩૨૧ શ્લોકો કહ્યા છે, તથા શ્રી બ્રહ્મમુનિએ જનહિતા નામની સંસ્કૃત ટીકા રચી છે તેમ જ કોઈએ ગુજરાતી ટિપ્પનક પણ રચ્યું છે. તેની રચના વિ. સં. ૧૬૭૭ની પહેલાના સમયે થઈ હોય એમ કેટલાએક ઐતિહાસિક ગ્રંથોમાં જણાવ્યું છે. આ શ્રીદશાશ્રુતસ્કંધના ૧૨૧૬ શ્લોક પ્રમાણ આઠમાં અધ્યયનરૂપ શ્રી કલ્પસૂત્રની નિર્યુક્તિની ૬૮ ગાથાઓ છે અને
પરિષહ અને પરિત્યાગ
ઉનાળાએ પ્રચંડ રૂપ ધારણ કર્યું હતું, દિવસનો ત્રીજો પ્રહર ચાલતો હતો. યુવાન મુનિશ્રી અરણક ગોચરી માટે નીકળ્યા ત્યારે તેમના દેહ પરથી પ્રસ્વેદની ધારા વહેતી હતી. પિતામુનિ બે દિવસ પૂર્વે જ કાળધર્મ - અવસાન પામ્યા, એમના મનને આઘાત તો ઘો થયો પણ કાળના ક્રમ સામે કોનું ચાલે છે? સહવર્તી મુનિઓએ થોડુંક તેમના પ્રતિ ધ્યાન આપ્યું પણ પછી તો પોતાની શુશ્રૂષા પોતે જ કરવી રહી તેમ સમજને મુનિ અરણક ભિક્ષાર્થે નીકળ્યા.
માતા સાધ્વીજીએ આજે અરણક મુનિને હવે પોતાનું કામ પોતે જ કરવું જોઈએ એવી શિખામણ પણ આપી હતી.
મુનિ અરણક ચાલ્યા પણ આ પરિષહ અસહ્ય હતો. ઉગ્ર તાપ, ખુલ્લા પગ અને સર્વ પ્રકારનાં કષ્ટોની વચમાં જીવવાનું ! એમના મનમાં આ કઠો રતા પ્રત્યે નિરાશા જન્મી અને આં ખો માં ઝળઝળિયાં આવી ગયાં ! નગરમાં પ્રવેશેલા અરણક મુનિ એક ઊંચી હવેલી નજીક પહોંચ્યા ત્યારે ઝરૂખામાં ઊભેલી એક લલના તેમને જોઈને જ મોહાઈ ગઈ. રૂપવાન અને સુકુમાર સાધુનો દેહ પ્રખર યુવાનીથી દીપતો હતો ! એ યૌવના દોડી, મુનિને ભવનમાં નિમંત્ર્યા અને કાયાના કામણ પાથર્યું. દુઃસંહ પરિષહોથી વિહ્વળ અરણકને એ ગમ્યું, એમણે યૌવનાના પાલવમાં મસ્તક છુપાવી દીધું, સાધુનાં વસ્ત્રો તજ્યાં.
સમીસાંજે એ ભવનમાં સુખનાં દીપકનો પ્રકાશ પથરાયો. નગરની બહાર ઉદ્યાનમાં અન્ય મુનિવરો અણક મુનિની પ્રતીક્ષા કરતા હતા. અરણક મુનિને તેઓ પ્રતિક્ષાથી થાકીને શોધવા નીકળ્યા. અરણ ન મળ્યા ત્યારે અરણકના માતા સાધ્વીજીને એ દુઃખદ સમાચાર આપ્યા કે અરણક મુનિ ક્યાંય જડતા નથી!
એ સાધ્વીમાતાના હૈયા પર કઠોર આધાત થયું. એમનું માતૃહૃદય ધીરજ ધરી ન શક્યું. એ પુત્ર સાધુને શોધવા નીકળ્યાં!
અરાક તો એ થૌવનાની રૂપની તરતી કાષાની મોજમાં ડૂબી ગયા હતા. જગતની કોઈ વાત એમને સાંભરતી નહોતી અને જગત સાથે એમને કોઈ સંબંધ નહોતો. મહિનાઓ વીતી ગયા પણ એમણે એ વિશાળ ભવનની બહાર દ્રષ્ટિપાત પણ નોતો કર્યો
સાધ્વીમાતાની વિહ્વળતાનો અંત નહોતો. એ ભુખ્યાં ને તરસ્યાં નગરની શેરીએ શેરીએ ભટકતાં હતાં અને આર્જવ કંઠે બૂમ પાડતાં હતાં. અરણક, અરણક, મારો બાળક અરણક!
પ્રબુદ્ધ સંપા
મૂર્તિનું પ્રમાણ ૭૦૦ શ્લોકો કહ્યા છે. શ્રી વિનયચંદ્રસૂરિએ રચેલા શ્રી કલ્પનિરુક્ત ટિપ્પનકનું પ્રમાણ ૧૫૮ શ્લોક તેમ જ શ્રી પૃથ્વીચંદ્રે બનાવેલ ટિપ્પનકનું પ્રમાણ ૬૪૦ ો કો જણાવ્યા છે. વળી ઉં. શ્રી ધર્મસાગરજીએ કપરૂબની કલ્પ કિરણાવલી ટીકા અમદાવાદમાં બનાવી છે. ઉ.શ્રી વિનયવિજયજીએ કલ્પ સુબોધિકા ટીકા રચી છે તે ઘણાં સ્થળે વંચાય છે. તપાગચ્છના આચાર્યદિ મહાપુરુષોએ કલ્પકો મુ દી, કલ્પદીપિકા, કલ્પપ્રદીપિકા વગેરે ટીકાઓ અને ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિએ વિ. સં.૧૩૪૬માં સંદેહવિષઔષધિ નામે ટીકા તથા શ્રી જિનવલ્લભસૂરિ આદિએ રચેલી કલ્પકલ્પલતા વગેરે ટીકાઓમાંની ઘણીખરી છપાઈ પણ છે. આ શ્રી દશાશ્રુતસ્કંધમાં સાધુઓની ને શ્રાવક ધર્મની પણ બીનાઓ વર્ણવી છે.
૭૪
સૌ એ મને પાગલ સ્ત્રી માનતા હતા. કેટલાય દિવસ પછીની એક સાંજ હતી. એ વૃદ્ધે સાધ્વીમાતા ભટકતા અને થાકેલા શરીરે એ જ ભવનના ઉંબરા પાસે જઈ બેઠાં. એમના મુખમાંથી સતત ધ્વનિ પ્રગટતો હતો. અરાક, અરાક!
થોડે દૂર નાના બાળકોનું ટોળું સાધ્વીની મજાક કરતું ઊભું
હતું.
એ જ સમયે સુંદર અને રંગીન વસ્ત્રોમાં શોભતો યુવાન અરાક ઝરૂખામાં આકાશ નિહાળવા આવ્યો. એણે માર્ગ ૫૨ સાધ્વીમાતાને જો ઈ, એ ના પુ ખમાં થી પ્રકટતુ પો તાનું નામ સાંભળ્યું, માતાનું વાત્સલ્ય જોયું અને બાળકોની મજાક જોઈ. એક ક્ષણમાં અરાકને પોતાની જાત માટે ઘૃણા જાગી. આવી સ્નેહભરી પવિત્ર માતાને વિસારીને મેં કષ્ટોને યાદ રાખીને સંયમ છોડ્યું અને સંસાર માંડ્યો ? ધિક્કાર હજો મને!
એ દોડ્યો, સાધ્વીમાતાના પગમાં પડ્યો ને એટલું જ કહ્યું, મા, હું જ તારો અરણક! મારા તમામ ગુના માફ કર ને મને પુનઃ સંયમનું દાન કર મા! હું તારી કૂખને અજવાળતું જીવન જીવીશ, નિરતિચાર સંયમ પાળીશ !'
એ
એ વૃદ્ધ સ્ત્રીએ તેને જોયો, એક પળ આંખમાં આંસુની ધાર ચાલી ને બીજી પળે તે નિર્મળ સાધ્વી બની ગઈ. એણે એટલું જ કહ્યું,
'ભાઈ! તેં તો શૂરવીરતાથી સંયમ લીધું છે, તારે કઠોર જીવન જીવીને આત્મકલ્યાણ કરવાનું હતું, તારો જીવનપંથ ઉન્નતિ માટે હતો ને તેં આ શું કર્યું? કુળને કલંકિત ન ક૨, આત્માને ઉજ્વળ ક૨ના૨ ઉત્તમ સંયમના માર્ગે ચાલ્યો જા બેટા! તારું કલ્યાણ થાઓ !'
અરણકે પુનઃ સંયમ સ્વીકાર્યું. હવે એમનો ધ્વનપંથ તપનો, ત્યાગનો અને કઠોર પરિયા સાન કરવાનો બની ગર્યા. ઉનાળાના પ્રચંડ તાપમાં કોઈ જમીન પર પગ ન મૂકે તેવા સમયે તેઓ વૈભારગિર પર તપેલા પથ્થર પર સુ ઈ ગયા. મનની નિર્મ ળ ભાવચ્ચે ણિ જાળવી . રાખી અને આત્માના શુભ અધ્યવસાય અડગતાથી વિચલિત થવા ન દીધા. એમણે દેહનો ત્યાગ કર્યો, દેવભવ પામ્યા.
સાધ્વીમાતાને આપેલું વચન તેમણે પાળ્યું. સંયમનું કઠોર પાલન કરીને આત્માને ઊર્ધ્વગામી બનાવ્યો.
આચાર્ય વાત્સલ્યદીપજી મ. સા.
-