________________
સંસ્તારક પ્રકીર્ણક
– ડૉ. અભય દોશી
‘સંસ્તારક પ્રકીર્ણક’ અંતિમ આરાધનાને અનુલક્ષે છે. પ્રકીર્ણક સૂત્રોમાં અંતિમ આરાધનાને કેન્દ્રમાં રાખી રચાયેલા પ્રકીર્ણાંકો મોટી સંખ્યામાં છે.
જૈન ધર્મમાં કરાતી સર્વે આરાધનાનું ફળ સમાધિ કહ્યું છે. આ સમાધિ અંતકાળે ટકી રહે તો સદ્ગતિ અને પરંપરાએ મોક્ષ સહેલાઈથી સિદ્ધ થઈ શકે, આથી દેહ પ્રત્યેની આસક્તિ દૂર કરી આત્મસાધનામાં લીન બનવાની પ્રક્રિયાઓ આ પયશા ગ્રંથમાં વિસ્તારથી દર્શાવવામાં આવી છે,
આ ‘સંથારગ પઈગ્ણય'માં સંલેખના(અનશન)ના સમયે સ્વીકારવામાં આવતા દદ આસન સંથારો કેવી હોવી જોઈએ અને આ સંઘારાનો લાભ શું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
આ પયજ્ઞા સૂત્રમાં ૧૨૨ ગાથાઓ છે. આ આગમનાકર્તા અજ્ઞાત છે. આ પયજ્ઞા કુલ સાત વિભિન્ન સ્થળોથી મુદ્રિત થયેલો ઉપલબ્ધ થાય છે.
(૧) બાબુ ધનપતસિંહ (મુર્શિદાબાદ) (૨) બાલાભાઈ કકલભાઈ (અમદાવાદ), (૩) આગમોદય સમિતિ-સુરત (૪) હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાળા (૫) મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) (૬) જૈન ધર્મ પ્રસારક સભા. આ ૬ ઉપરાંત આગમ સંસ્થાન, ઉદયપુર દ્વારા હિંદી અનુવાદ સાથે પ્રકાશિત થયેલ છે.
આ 'સંથારગ પઈશ્કાર્ય'માં પ્રથમ ગાથામાં મંગલાચરણ રૂપે પરમાત્મા મહાવીરને વંદન કરી સૂત્ર રચનાનો પ્રારંભ કર્યો. છે. આ સંથારો સિતકમળ, કળશ, નંદાવર્ત, પુષ્પોની માળા આદિ દ્રવ્યમંગળથી પણ વિશેષ પરમમંગળરૂપ છે. એ રીતે સંથારાનો મહિમા કરાયો છે, જેમ ધ્યાનથી પરમસુખ પ્રાપ્ત થાય છે, જ્ઞાનમાં કેવળજ્ઞાન છે, એજ રીતે જેના વડે પરિનિર્વાણ પ્રાપ્ત થાય છે. એવો સંથારો શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલો છે. આ સંથારો કલ્યાણ અને અભ્યુદયને દેનારો છે, તેમજ ત્રિલોકમાં દુર્લભ છે. બત્રીસ દેવેન્દ્રો પણ તેનું એક મને ધ્યાન ધરે છે. આવા સંથારાને પ્રાપ્ત કરી જિનેશ્વરદેવે દર્શાવેલા પંડિતમરણને પ્રાપ્ત કરનારા કર્મમલ્લોને હણી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરનારા થાય છે. આમ, વિવિધ ઉપમાઓ દ્વા૨ા તેમજ સ૨ળ-મધુર ભાષામાં તેના કર્તા અજ્ઞાન ઋષિવરે સંઘારાનો મહિમા વર્ણવ્યો છે.
૩૧મી ગાથાથી ૪૩મી સુધી એ ઉપકારી મુનિભગવંત સંથારાના સ્વરૂપને વર્ણવે છે. આ સંથારો કોનો શુદ્ધ છે અને કોનો અશુદ્ધ છે, તે અત્યંત સરળ લોકભાષા પ્રાકૃતમાં સૂત્રકાર મહર્ષી વર્ણવી રહ્યા છે.
जो गारवेण मत्तो नेच्छइ आलोयणं गुरुसगासे । आरुहइ य संथारं अविसुद्धो तस्स संथारो ।। ३३ ।। जो पुण पत्तब्लूओ करेई आलोवणं गुरुसगासे आरुहइ य संथारं, सुविसुद्धो तस्स संथारो ।। ३४ ।। પ્રબુદ્ધ સંપા
૬૪
* ગારવ (રસ, ગાહિં, શાતા આદિર્ઘાથી મત્ત થયેલો, ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરવા ન ઈચ્છે, તે સંથારાને ધારણ કરે, તે સંથારો શુદ્ધ જાણવો.
જે પુનઃ પત્ર જેવો હલકો થઈ (અ ંતિત) થઈ, ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરે, તે સંથારાને ધારણ ક૨ના૨નો સંથારો વિશુદ્ધ છે. એ જ રીતે દર્શનભ્રષ્ટ, ચારિત્રભ્રષ્ટનો સંથારો શુદ્ધ નથી, દર્શનચારિત્રયુક્ત વ્યક્તિનો સંથારો સફળ છે. જે રાગ-દોષ રહિત, ત્રિગુપ્તિયુક્ત (મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિઓ), ત્રણ શલ્યોથી રહિત (માયા, મિથ્યાત્વ અને નિદાન-બીજા ભવ માટેની ઈચ્છા)થી રહિત સંઘારાને આરાધે છે તેનો સંથારો સહ્ય છે. એ જ રીતે નવ બ્રહ્મચર્યની વાડને ધારણ કરનારા, દસ પ્રકારના સાધુ ધર્મોમાં ઉંઘુ ક્ત એ વા સં થારા પર આરો હણ કરે તે ઉત્તમ સંથારો છે. એમ, ૪૨ ગાથા સુધી સંથારાને શુદ્ધ બનાવવા કેવા દોષો ટાળવા તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
હવે ૪૪ થી ૫૫ ગાથામાં સંથારાના લાભોને વર્ણવે છે. રાગદ્વેષાદિ દોર્ષાથી રહિત એવા તૃશના સંથારા પર સૂતેલ સાધુ મુક્તિસુખનો આસ્વાદ કરે છે. એ ચક્રવર્તીના વૈભવનું પણ શું કરે ?
ત્યાર પછી ૫૬ થી ૮૭ ગાથામાં સંથારો ધારણ કરનારા
મહાપુરુર્ષોનું સ્મરા કરવામાં આવ્યું છે. પોતનપુર નગરમાં પુરુલા નામની આર્યા રહેતી હતી, તેના ધર્માચાર્ય અર્ણિકાપુત્રે ગંગાનદી પાર કરતા સહસા નાવ ઊલટી થઈ. નદીમાં પડેલા તે અર્ણિકાપુત્રાચાર્યે ઉત્તમાર્થ માટે સંથારાની આરાધના કરી.
આ જ રીતે સંથારાની આરાધના કરનારા સુકોસલ ઋષિ, ઉજ્જૈની નગરીના અવંતી સુકુમાલ, ચાણક્ય, કામંદી નગરીના અભયમાં રાજા, આદિ સંથારાની આરાધના કરનારા મહાપુરુષોની પ્રશંસા કરી છે. અંતે ચિલાતિપુત્ર, ગજસુકુમાલ આદિ મહાપુરુષોએ ઉપસર્ગોની વચ્ચે ધારણ કરેલી અપૂર્વ સમતાની અનુોદના કરી, અંતકાલીન આરાધનાનો મહિમા કર્યો છે. સંથારો ધારણ કરનાર મુનિ/શ્રાવક સર્વ આહારને વોસીરાવે છે અથવા સમાધિ માટે પ્રારંભે પાણીની છૂટ રાખે છે, પછી પાણીનો પણ ત્યાગ કરે છે. આમ જણાવી ૮૮મી ગાથાથી ૧૨૨મી ગાથા સુધી સંથારો ધા૨ણ ક૨ના૨ા તપસ્વી કેવી ભાવનાઓ સેવે છે તેનું વર્ણન કરે છે. આ તપસ્વીએ કરેલું આહારત્યાગનું પચ્ચક્ખાણ ગુરુની સહમતિથી હોય છે અને સાગાર હોય છે.
સંથારાને ધારણ કરનારા સાધુ કે શ્રાવક સંથારો ધારણ કર્યા પછી સમગ્ર જીવ-રાશિને ખમાવે છે. તેમાં સર્વ પ્રથમ પોતાના ઉપકારી આચાર્ય, ઉપાધ્યાય અને સ્વ-પરંપરાના સાધુઓને ખમાવે છે. બીજાક્રમે સમગ્ર શ્રમણ સંઘને ખમાવે છે અને અંતે સમગ્ર વરિશને અમાવે છે. આ પથરાની ગાથા ૧૦૩થી ૧૦૫માં આ રીતે ક્ષમાપના દર્શાવી છે. આ ત્રણે ગાથાઓ અત્યારના