________________
શ્રી પણવણા સૂત્ર-પ્રજ્ઞાપના સૂત્ર 7પૂ. સાધ્વી સુર્વાધિકા
ઉપાંગ સૂત્રોમાં મૂર્ધન્ય સ્થાન ધરાવતું (સંસ્કૃત રૂપાંતરણ પ્રજ્ઞાપના સૂત્ર) ઉપાંગ સૂત્ર છે. પળૅ એટલે પ્રજ્ઞ, જ્ઞાનીપુરુષ, તીર્થંકર પરમાત્મા, વળા એટલે વર્ણન કરાયેલ. તીર્થંક૨ ૫૨માત્મા દ્વારા વર્ણિત તત્ત્વસમૂહ પણ્ણવણા કહેવાય છે. પ્ર એટલે ભેદપ્રભેદ દ્વારા વિવિધ પ્રકારે રાપના એટલે પ્રરૂપણા, ભેદ-પ્રભેદ સહિત વિવિધ પ્રકારે જેની પ્રરૂપણા ક૨વામાં આવે તે પ્રજ્ઞાપના. Dરચયિતા :
ઐતિહાસિક તથ્યોના આધારે કહી શકાય કે શ્રી શ્યામાચાર્ય અપરનામ શ્રી કાલકાચાર્યે આ શાસ્ત્રની રચના કરી છે. તેઓશ્રી આગમને લિપિબદ્ધ કરનારા દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણના સમકાલીન
હતા.
રચનારોલી
આ શાસ્ત્ર પ્રશ્નોત્તર શૈલીમાં પ્રરૂપિત છે પ્રારંભના સૂત્રોમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતાનો નામોલ્લેખ નથી પરંતુ પાછળના સૂત્રોમાં પ્રશ્નકર્તા રૂપે ગૌતમસ્વામી અને ઉત્તરદાતા રૂપે મહાવીર સ્વામીનો નામોલ્લેખ છે.
પ્રાયઃ સંપૂર્ણ શાસ્ત્ર ગદ્યાત્મક છે. કેટલાક પદ (અધ્યયન)ના પ્રારંભ કે અંતમાં પદ્યાત્મક શ્લોકો જોવા મળે છે. આર્યા છંદ અનુસાર ૩૨ અક્ષરના એક શ્લોકની ગણનાનું સાર પ્રજ્ઞાપના સૂત્રના મૂળપાઠનું ગ્રંથ પ્રમાણ ૩૮૮૭ શ્લોક પ્રમાયા છે. – વિજ્ઞાનની આધારશીલા:
પ્રજ્ઞાપના સૂત્ર વિજ્ઞાનની આધારશીલા રૂપ છે. આ શાસ્ત્રમાં જીવ અને અજીવ દ્રવ્ય, તેના ગુણધર્મ અને તેની પરિવર્તન પામતી પર્યાયો (અવસ્થાઓ)નું વર્ણન છે. અજીવ દ્રવ્યના વર્ણનમાં મટીરિયાલીસ્ટીક એટલે ભૌતિક ગુણધર્મ યુક્ત પદાર્થોનું વર્ણન છે. વર્ણ, ગંધ, ૨સ અને સ્પર્શ પુદ્ગલ દ્રવ્યના ગુણધર્મ છે. તેમાં પદાર્થ આધાર છે અને ગુણધર્મ આધ્ધેય છે. દ્રવ્ય અને તેના ગુણની પર્યાર્યા (અવસ્થા) પરિવર્તનશીલ છે.
આજની આશ્ચર્યજનક વૈજ્ઞાનિક શોધનું જે કાંઈ રહસ્ય છે, તેનું સમાધાન પુદ્ગલ પરિવર્તનમાં અને તેની ગતિશીલતામાં સમાયેલું છે. પુદ્ગલ પરમાણુમાં બે પ્રકારની ગતિ છે. ૧. પરિવર્તન ગતિ-પુદ્ગલ દ્રવ્યની પરિવર્તન ગતિમાં તેની પર્યાયો અનંત ગુણ, અસંખ્યાત ગુણ, સંખ્યાત ગુણ, સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ, અનંતભાગે ન્યૂનાધિક થતી રહે છે. ૨. સ્થાનાંતર ગતિ-આંખના પક્ષકારોના અસંખ્યાતમા ભાગમાં પુદ્ગલ પરમાણુ પૂરા બ્રહ્માંડની યાત્રા કરી શકે છે.
શરીર, ભાષા, મન, કર્મ આ સર્વ પુદ્ગલમય છે અને તેની ગતિશીલતા જ ટીવી, કૉમ્પ્યુટ૨, મોબાઈલ વગેરેના સંચાલનમાં કારણરૂપ છે. જૈન દર્શનનો પર્યાયવાદ (પરિવર્તનશીલતા) અને પરમાણુની ગતિશીલતા, આ બંને ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત સ્તંભ છે. આ શાસ્ત્રને તાત્ત્વિક પદાર્થોનો તથા વિજ્ઞાન જગતનો ‘સંક્ષિપ્ત વિશ્વકોષ' કહી શકાય.
૪૩
આ શાસ્ત્રમાં છત્રીસ પદ અર્થાત્ છત્રીસ અધ્યયન છે.
પદ-૧ : પ્રજ્ઞાપના પદ
આ અધ્યયનમાં જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યની પ્રરૂપણા છે. જેનામાં ચેતના એટલે જ્ઞાન હોય, જે સુખદુ:ખનો જ્ઞાાત અને ભોકતા હોય તે જીવ છે, જીવો અનંત છે, તેમાં કર્મ રહિત, સંસાર ભ્રમણથી મુક્ત જીવો સિદ્ધ કહેવાય છે અને કર્મ સહિત, સંસારમાં ભ્રમણ કરતા જો સંસારી કહેવાય છે.
સંસારી જીવોનું સ્થાવ૨ અને ત્રસ, સૂક્ષ્મ અને બાદર, પ્રત્યેક અને સાધારણ (નિર્ગોદ, પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ બે-બે પ્રકારે વર્ગીકરણ થાય છે. સ્વયંગતિ ન કરી શકે તે સ્થાવર અને સ્વયં પોતાની મેળે ગતિ કરી શકે તે ત્રસ છે. જેના શરીરનું છેદનભેદન કોઈપણ શસ્ત્રથી થઈ ન શકે તે સૂક્ષ્મ અને જેના શરીરનું છે દન-ભેદન શસ્ત્ર દ્વારા થઈ શકે તે બાદ૨ છે. પોતાના એક શરીર દ્વારા આહાર, નિહાર શ્વાસાદિ ક્રિયા થાય તેવા સ્વતંત્ર શરીરવાળા જીવ પ્રત્યેક અને એક શરીરના આધારે અનંત જીવોની આહાર નિહાર શ્વાસાદિ ક્રિયા થાય, તેવા કોમન શરીરવાળા જીવ સાધારણ નિગોદ) છે. ગ્રહણ કરેલા પુદ્ગલોને આહા૨, શરીર, ઈંદ્રિય, શ્વાસો શ્વાસ, ભાષા અને મન રૂપે પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાપ્ત કહે છે. સ્વોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યાં પછી જ મૃત્યુ પામે તે પર્યાપ્તા અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં જ મૃત્યુ પામે તે અપર્યાપ્તા છે. અથવા ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં સ્વયોગ્ય પર્યાપ્તિપૂર્ણ થઈ ન હોય ત્યાં સુધી અપર્યાપ્તા અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ગયા પછી પર્યાપ્તા કહેવાય છે.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ સ્થાવર છે. પૃથ્વી આદિ ચાર સ્થાવરના સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના જીવો પ્રત્યેક શરીરી છે. વનસ્પતિના સૂક્ષ્મ જીવો સાધારા શરીરી છે. બાદર વનસ્પતિના જીવો પ્રત્યેક અને સાધારણ બંને પ્રકારના હોય છે. સ્થાવર જીવોને ચાર પર્યાપ્ત હોય છે અને તેમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના જીવો હોય છે. સ્થાવર જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે તેથી તેઓ એકેન્દ્રિય કહેવાય છે.
સ્પર્શ અને મ આ બે ઇંદ્રિયવાળા અળસીયા, કરમીયા આદિ બે ઈંદ્રિય જીવો, સ્પર્શ જીભ, નાક આ ત્રણ ઈંદ્રિયવાળા કીડી, મકોડા આદિ તે ઈંદ્રિય જીવો, સ્પર્શી જીભ, નાક અને આંખ આ ચાર ઇંદ્રિયવાળા ભમરા, તીડ આદિ ચૌરંન્દ્રિય જો તથા સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન આ પાંચ ઇંદ્રિયવાળા નારકી, દેવ, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો ત્રસ છે. તેઓ પ્રત્યેક અને બાદર છે. બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરેન્દ્રિય અને અસંશી (મનવિનાના) તિર્યંચ પંચેન્દ્રિય જીવોને પ્રથમની પાંચ પર્યાપ્તિ હોય છે. સંશી પંચેન્દ્રિયોને છે પર્યાપ્ત હોય છે. ત્રસ જીવોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના જીવો હોય છે
અજીવદ્રવ્ય-જેનામાં ચેતના કે જ્ઞાન ન હોય તે અજીવ કહેવાય શ્રી પાવણા સૂત્ર પ્રજ્ઞાપના સૂત્ર
-