________________
ગર્ભ જ મનુષ્ય જ અંતક્રિયા કરી શકે છે. આનો અર્થ એ થયો કે તો સંશી છતાં અસંશી છે. મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્યભવ અનિવાર્ય છે.
પદ-૩૨ : સંયત પદ
પદ-૨૧: અવગાહના પ
શરીરધારી જીવોના પાંચે શરીરના ત્રસ-સ્થાવર, સૂક્ષ્મ બાદર, એકેન્દ્રિયાદિ પ્રકાર જીવ પ્રકારની સમાન જ છે. આ પદમાં પાંચે શરીરની અવગાહના, સંસ્થાનાદિનો વિચાર છે. પદ-૨૨: ક્રિયા પદ
કષાય અને યોગથી થતી પ્રવૃત્તિને ક્રિયા કહે છે. ક્રિયાથી કર્મબંધ અને કર્મબંધથી સંસાર પરિભ્રમણ થાય છે. આ પદમાં બે પ્રકારે પાંચ પાંચ એટલે દસ ક્રિયાનું વર્ણન છે. — પદ– ૨૩ : કર્મ પ્રકૃતિ પદ
આ પદમાં બે ઉદ્દેશક દ્વા૨ા કર્મ સિદ્ધાંતને સમજાવવામા આવ્યો છે. કાય અને યોગના નિમિત્તે આત્મા કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને દૂધ પાણીની જેમ આત્મા સાથે એકરૂપ કરે તેને કર્મ કહેવામાં આવે છે.
E ૫૬-૨૪: કર્મબંધ બંધક, પદ-૨૫ બંધવૈધક પદ, પદ– ૨૬ વેદ બંધક પદ, પ–૨૭ વેદ-વેદક પદ.
જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધના સમયે થતા અન્ય કર્મ બંધના વિકો, કર્મબંધ સમયે કર્મવેદન, કર્મ વેદન સમયે કર્મબંધ અને કર્મવેદન સમયે અન્ય કર્મ વૈદનના વિકલ્પોની વાતનું વર્ણન આ ૨૪ થી ૨૭ પદમાં કરવામાં આવેલ છે.
પદ-૨૮: આહાર પદ
આ પદમાં બે ઉદ્દેશકમાં આહાર સંબંધી વિચારણા છે. સમસ્ત સંસારી જીવો સ્વ શરીરના નિર્માણ અને પોષણ માટે શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેને આહાર કહેવામાં આવે છે. જીવની ઇચ્છા કે વિકલ્પ વિના નિરંતર રોમરાય દ્વારા જે પુદ્ગલો ગ્રહણ થતાં રહે છે તે અનાોગ નિર્વર્તિત આહાર કહેવાય છે અને જે
પુદ્ગલો ઈચ્છાપૂર્વક ગ્રહણ થાય છે તે આોગનિર્વર્તિત આહાર કહેવાય છે.
પદ-૨૯: ઉપયોગ પદ
આત્મા પોતાની જ્ઞાન અને દર્શન રૂપ શક્તિનો પ્રયોગ કરે ત્યારે તે ઉપયોગ કહેવાય છે. જ્ઞાન અને દર્શન આત્માના અભિન્ન ગુણ છે. તેથી નિરંતર જ્ઞાન કે દર્શનનો પ્રયોગ થતો રહે છે. આત્મા જ્ઞાન કે દર્શનના ઉપયોગમાં સતત રહે છે અને માટે જ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે.
- ૫૪-૩૦: પશ્યતા પદ
આત્મા પોતાની જ્ઞાન શક્તિનો વિશેષ પ્રકારે અર્થાત્ વૈકાલિક બોધ રૂપે અને દર્શન શક્તિનો પ્રકૃષ્ટ બોધ રૂપે પ્રયોગ કરે તેને પશ્યતા કહે છે. તેમાં નામ, જાતિ આદિના વિકલ્પ સહિત સ્પષ્ટ ત્રૈકાલિક બોધ થાય તે સાકાર પશ્યતા અને નામ, જાતિ આદિના વિકલ્પ સહિત પ્રકૃષ્ટ બોધ થાય તે નિરાકાર પશ્યતા છે. [ પદ-૩૧ : સંશી પદ
વિચા૨ ક૨વાની શક્તિ, મન હોય તે સંશી, વિચાર કરવાની શક્તિ મન ન હોય તે અસંસી છે અને ચિંતન-મનન રૂપ વ્યાપરથી રહિત છે, વિચાર કરવાની આવશ્યકતા નથી તેવા કેવળી ભગવાન
૪૫
જેઓ સર્વ પ્રકા૨ના સાવદ્યયોગ અર્થાત્ હિંસાદિ પાપોથી વિરત નિવૃત્ત થઈ ગયા હોય તેવા છઠ્ઠાથી ચૌદમા ગુશસ્થાનક વર્તી સર્વવિરતિ જીવો સંયત છે. જેઓ હિંસાદિ પાપોથી આંશિક રૂપે નિવૃત્ત થયા હોય તેવા પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરતિ જીવો સંયતાસં યત છે.
7 પદ-૩૩: અધિ
અવિધ જ્ઞાનાવરણીય કર્મના સર્યો પામથી મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને સાક્ષાત્ આત્માથી જાણે તે અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાનના મુખ્ય બે ભેદ છે- ૧. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ અને નારકીને ભવના નિમિત્તથી પ્રાપ્ત થાય છે. ૨. ક્ષાયોપશમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને વિશિષ્ટ તપાદિની આરાધનાથી પ્રાપ્ત થાય છે.
અવધિજ્ઞાની દ્રવ્યથી રૂપી દ્રવ્યોને, ક્ષેત્રથી જઘન્ય આંગુલનો અસંખ્યાતમાં ભાગ ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકને, કાળથી જાન્ય આવલિકાનો અસંખ્યાતનો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળના રૂપી દ્રવ્યો, ભાવથી અનંતરૂપી પદાર્થની અનંતાનંત પર્યાયને જાો છે. - ૫૬-૩૪ : પરિચારણા પદ
પ્રસ્તુત પદમાં દેવીની પરિયાણાનું કથન છે. પરિચારણા એટલે મૈથુન સેવન, કામક્રીડા, વિષયોગ, પરિચારણાનો મૂળ આધાર શરીર છે. તેથી સૂત્રમાં પ્રથમ આહારગ્રહણ, શ૨ી૨ નિષ્પત્તિ, પુદ્ગલગ્રહણ (આહા૨), ઇંદ્રિયરૂપ આહારનું પરિણમન, પરિચારણા અને વિકુર્વણા-આ છ ક્રિયાની ક્રમશઃ વિચારણા છે. - ૫૬-૩૫ : વેદના પદ
વંદના એટલે વેદન, અનુભવ, અનુભૂતિ, સુખદુઃખ, પીડાસંતાપને, કર્મજ્ઞને અનુભવવા ને, પ્રસ્તુત પદમાં જુદી જુદી રીતે સાત પ્રકારે વેદનાનું કથન છે. ૧. શીત, ઉષ્ણ અને શીતોષ્ણ વેદના. નારકીને શીત અને ઉષ્ણવેદના છે. શેષ સર્વ જીવોને ત્રણે પ્રકારની વેદના છે.
પદ-૩૬ : સમુદ્દઘાત પદ
વિક ષ પરિસ્થિતિમાં પોતાના આત્મ પ્રદેશોને કારીરની બહાર ફેલાવી સમ=એકી સાથે, ઉદ=ઉત્કૃષ્ટપણે, બાત=કર્મોનો ઘાત કરનારી વિશિષ્ટ ક્રિયાને સમુદ્દાત કહેવામાં આવે છે. પક્ષી પાંખ ફેલાવી (ફફડાવી) પોતા ઉપર છવાયેલી ધૂળને ખંખેરી નાંખે તેમ આત્મા પણ કર્મને ખંખેરવા (દૂ૨ ક૨વા) સમુદ્દઘાત નામની વિશિષ્ટ ક્રિયા કરે છે. આત્મ પ્રદેશોમાં સંકોચ વિસ્તાર પામવાનો ગુણ છે. નાના મોટા શરીરમાં આત્મ પ્રદેશોનો સંકોચ-વિસ્તાર કરી શરીરસ્ય થાય છે. સમુદ્દધાતની ક્રિયાના સમયે પણ આત્મા અલ્પ સમય માટે આત્મ પ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે. સમુદ્દઘાતના સાત પ્રકાર છે.
વર્ગી સિદ્ધ ભગવાન કર્મરૂપી ખીજનો સર્વથા નાશ કરી સિદ્ધક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થાય છે તેનું નિરૂપણ આ પદમાં છે. ★
શ્રી પાવણા સૂત્ર
-
પ્રજ્ઞાપના સૂત્ર