________________
શ્રી ઉવવાઈ સૂત્ર
] ડૉ. કલા એમ. શાહ
જૈન શ્વેતાંબર પરંપરામાં અગિયાર અંગ અને બાર ઉપાંગો પ્રસિદ્ધ છે. આ બાર ઉપાંગ સૂત્રોના ક્રમના વિષયમાં કોઈપર્ધા સ્પષ્ટીકરણ પ્રાપ્ત થતું નથી, તે છતાં પપાતિક સૂત્ર પોતાની કેટલીક વિશેષતાઓને કારણે પ્રથમ ઉપાંગ રૂપે પ્રગટ થયું છે.
જીવવાડ્ય- ઔપપાતિક શબ્દનો અર્થ છે ઉપપતન તે ઉપપાત− દૈવ નારકના જન્મ અને સિલિઁગમન. તેને આશ્રીને કરાયેલ અધ્યયન તે પપ્પાતિક. આચારાંગનું આ પ્રથમ અધ્યયન ‘શસ્ત્ર પરિજ્ઞા' તેના પહેલા દેશમાં આ સૂત્ર છે -
‘વમેગેસિ નો નાર્ય મવદ્ અસ્થિ વા મે ઝાયા ડવવા, નદ્ઘિ વા મેં સાચા સાpy'- આ સૂત્રમાં જે આત્માના ઔપપાનિકનો નિર્દેશ છે તેનો વિસ્તાર કર્યો છે તેથી અર્થથી અંગના સમીપ ભાવ વડે તે ઉપાંગ છે.
‘ઉવવાઈ’ શબ્દનો અર્થ ‘ઉપપાત’ જૈન દર્શનમાં ત્રણ પ્રકારના જન્મ છે, તેમાં એક ‘ઉપપાત’ વિશિષ્ટ જન્મ છે.
‘ઉપપાત’ એટલે માતાપિતાના સંયોગ વિના અથવા રાસાયણિક સંમૂર્છિમ ભાવોના અભાવમાં સહજભાવે જીવકર્મ પ્રભાવે જોતજોતામાં જન્મ પામી દેહનો વિકાર કરે તેને ‘ઉપપાત’ જન્મ કહે વાય છે. આવા ઉપપાત જન્મનું વિશદ વર્ણ ન અહીં કરવામાં આવ્યું છે. આ રીતે ઔપપાતિક સૂત્ર પ્રાધાન્યપણે ઉત્પત્તિના વિષયને જ પ્રગટ કરે છે. જીવના અધ્યવસાય પ્રમાણે તેના જન્મ મરણ થાય છે.
-
उपपतनं उपपातो देव नारक जन्मसिद्धिं गमनं च । अतस्तमधिकृत्य कृतमध्यवन मौपपातिकम् वृति ।। દેવ અને નૈરકિોના જન્મને ઉપપાત કહે છે. પ્રસ્તુત આગમમાં મુખ્યત્વે દેવ અને નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય ભિન્ન ભિન્ન પ્રકારના જીવોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેથી આ આગમનું નામ પપાતિક સૂત્ર સાર્થક છે.
વિષયની દૃષ્ટિએ પપાતિકના સૂત્રના બે વિભાગ છે. (૧) સમવસરણ (૨) ઉપપાત.
સમવસરણ વિભાગમાં ૧૨૨ સૂત્રો છે અને ઉપપાત વિભાગમાં ૯૩ સૂત્રો છે.
‘ઔપપાતિક સૂત્ર’ના પ્રથમ વિભાગ સમવસરણમાં અંતિમ તીર્થંક૨ શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીના પુર્ણભદ્ર ચૈત્યમાં પોતાના પરિવાર સાથે પધાર્યા તેનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત અન્ય વર્ણનો પણ વિસ્તૃત રીતે આપવામાં આવ્યા છે. બીજા વિભાગ ‘ઉપપાત’માં ગણધર ગૌતમની જિજ્ઞાસા અનુસાર ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારના જીવોના ઉપપાતનું વર્ણન કર્યું છે. ઉપપાત વર્ણન જ પ્રસ્તુત આગમનું હાર્દ છે, અને આ વર્ણન જ્ઞાનવર્ધક છે. ચંપાનગરીનું વર્ણન:
‘તે નગરી માલતીલતા આદિના સમૂહથી, વૃક્ષરાષ્ટિથી શોભતા પ્રદેશોયુક્ત આરામાંથી, પુષ્પગુચ્છોના ભારથી લચી પડેલા નાના નાના વૃક્ષોથી યુક્ત ઉદ્યાનો અને કૂવા, વાવ, તળાવ, સરોવર, દીધિકા અને વાર્તા વગેરે રમ્યતાદિ ગુણોથી સંપન્ન હતી તે મેરુ પર્વતના નંદનવન જેવી શોભાસંપન્ન લાગતી હતી.
39
ત્યાં જલાશયોના પાણી તાજા ખીલેલા કમળોથી સુશોભિત હતા. ત્યાંના મકાનો હંમેશા ચૂનાથી રંગેલા હોવાથી સુંદર દેખાતા હતા. નગરીની શોભા અનિમેષ દષ્ટિથી જોવાલાયક હતી. આ રીતે ચંપાનગરી પ્રસન્નતાજનક હોવાથી મનોરમ્ય, અભિરૂપ અને વારંવા૨ જોવાની ઈચ્છા થાય તેવી અસાધારણ રૂપવાળી મનોહર હોવાથી પ્રતિરૂપ હતી.'
ભગવાન મહાવીરના દેવૈભવ અને ગુણવૈભવનું વર્ણન કરવા માટે પચ્ચીસ લીટીનું એક વાક્ય અને ગુર્ણાનું વર્ણન કરવા માટે ૬૩ લીટીના એક દીર્ઘ વાક્યની રચના જોવા મળે છે. પ્રભુના ગુણોનું વર્ણન :
પૂ
‘તે કાલે તે સમયે શ્રમણ- ઘોર તપ સાધના રૂપ શ્રમમાં અનુરક્ત ભગવાન – આધ્યાત્મિક, ઐશ્વર્ય સંપન્ન, મહાવીર સ્વામી ચંપાનગરીના ર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. તે ભગવાન મહાવીર આદિકર– શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મની આદિ કરનારા તીર્થંકર- સાધુ -સાધ્વી, શ્રાવકશ્રાવિકા તે ચતુર્વિધ સંઘની સ્થાપના- તીર્થની સ્થાપના કરનાર સ્વયં બુદ્ધ...અન્યના ઉપદેશ વિના સ્વયંબુદ્ધોના પ્રાપ્ત થયેલા પુરુષોત્તમજ્ઞાનાદિ અનંત ગુણોથી વિશિષ્ટ અથવા અતિશય સંપન્ન, પુરુષસિંહ, રાગ-દ્વેષાદિ કર્મ શત્રુઓનો નાશ કરવામાં શૂરવીર પુરુષવર પુંડરિક...' ભગવાન મહાવીરના દેહનું વર્ણન:
*તે પ્રભુ મહાવીર સાત હાથની ઊંચાઈ, સમચતુરસ્ત સંસ્થાન અને વઋષભનારાચ સંઘષણના ધારક હતા. તેમને શરીરની અંદરનો વાયુ અનુકૂળ હતો. અર્થાત્ તેઓ વાયુપ્રકોપથી રહિત દેહવાળા હતા. ગુદાય કેક પક્ષી જેવું નિર્દોષ હતું. જઠરાગ્નિ કબૂતર જેવી આંતપ્રાંત આહારને પચાવી શકે તેવી હતી. ગુદાશય અને ગુપ્તાંગની આસપાસનો ભાગ પોષ-પૃદંત અને જંથા પક્ષીની જેમ નિર્લેપ રહેતા હતા. મુખ પદ્મકમલ અને પદ્મનાભ નામના સુગંધિત દ્રવ્ય જેવા ઉચ્છવાસ વાયુથી સુગંધિત હતું. ત્વચાકાંતિયુક્ત હતી...
“પ્રભુ મહાવીરના દેશના અન્ય અંગો મસ્તક, આંખ, ભ્રમર, કાન, પાંપણો, અધરોષ્ઠ, દંતશ્રેણી, મૂછ, હાથ, આંગળીઓ, ગ્રીવા, વક્ષ:સ્થળ, કુલી, નાભિ, કટિપ્રદેશ, ગુહ્યપ્રદેશ, સાથળ, ઘૂંટણ, ચરો, ઘૂંટીઓ, પગની આંગળીઓ, ચરણો, તળિયા વગેરેનું ઉપમાયુક્ત વર્ણન કરેલ છે.’
‘પ્રભુનું તેજ વિશિષ્ટ હતું અને રૂપ અસાધારણ હતું. તેમ જ નિધૂમ પ્રજ્વલિત અગ્નિ, વારં વાર ચમકતી વીજળી તથા મધ્યાહ્નકાલીન સૂર્યના કિરણો જેવું તેજસ્વી હતું.’ કોણિક રાજાનું વર્ણન :
ચંપાનગરીમાં કોણિક નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહિમાવંત, મહામલય પર્વત, મેરુ પર્વત અને મહેન્દ્ર પર્વતની જેમ શ્રેષ્ઠ હતા. તેમનો જન્મ અત્યંત વિશુદ્ધ અને દીર્ઘકાલથી રાજકુળરૂપે પ્રસિદ્ધ વંશમાં થયો હતો. તેમના અંગોપાંગ સ્વસ્તિકાદિ રાજચિહ્નોથી શોભતા હતાં. ધારિણી રાણીનું વર્ણન :
ને શ્રેણિક રાજાને પાણી નામે રાણી હતી. તેના હાથ, પગ ઘણાં જ સુર્ફોમળ હતા. તેનું શરીર સર્વક્ષોથી સંપન્ન, સપ્રમાણ શ્રી ઉવવાઈ સૂત્ર