________________
૧૬
મૂળશુદ્ધિ ભાગ-૧ તેની વાત સાંભળ્યા પછી તરત જ ખપુટાચાર્ય બાલવૃદ્ધવાળા ગચ્છ અને તે ભાણેજને ત્યાં જ મૂકી વિદ્યાબલથી જલ્દી “ગુડશસ્ત્ર' નગરમાં ગયા. તે વ્યંતર પ્રતિમાના કર્ણમાં જોડાઓ લગાડી અને વસ્ત્ર ઓઢી સૂઈ ગયા. થોડીવારમાં ત્યાં પૂજારી આવ્યો અને પ્રતિમાના કાનમાં જોડાઓ લાગેલા અને આચાર્ય ભગવાનને સુખેથી સુતેલાં દેખી જલ્દી બોલ્યો, અહીં આ અનાર્ય કોણ છે? જે દેવની આશાતના કરે છે. તેથી નગરજનો અને રાજાને નિવેદન કરું, તે જ દંડ કરશે. એમ વિચારી લોકોને અને રાજાને નિવેદન કર્યું. જલ્દી જલ્દી નગરજનો સાથે રાજા આવ્યો. “આને ઉઠાડો,”એમ મોટેથી બૂમ પાડવા છતાં ઉઠતો નથી. જ્યારે એક બાજુથી વસ્ત્ર ઊંચું કર્યું તો અધોભાગ દેખાવા લાગ્યો. જે જે બાજુ વસ્ત્ર ખુલ્લું કર્યું ત્યાં અધોભાગ જ દેખાવા લાગ્યો; તેથી રાજા બોલ્યો આ કોઈ ભયનું કારણ લાગે છે. તેથી લાકડી અથવા પત્થરના પ્રહાર વડે હણો ! જયારે હણવા લાગ્યા, તો તે પ્રહારો રાણીઓને લાગવા લાગ્યા. તેથી તેઓ પીડાવા લાગી. અને આક્રંદન કરવા લાગી. તેથી કચુકીએ આવી રાજાને જણાવ્યું કે... સર્વે રાણીઓને નજરે નહી દેખાતો એમ કોઈકને કશાચાબૂક પ્રહાર, કોઈને પત્થરનો પ્રહાર અને કોઈને વળી લાકડીનો પ્રહાર લાગી રહ્યો છે. જેથી રાણીઓ રૂદન કરી રહી છે. એવી કોઈ રાણી નથી જેને ઈજા ન થઈ હોય. હવે શું કરવું તે આપ જાણો. રાજાને લાગ્યું કે આ કોઈ વિદ્યાસિદ્ધ મહાત્મા છે. જેથી પ્રચુર પ્રહારોને રાણીઓને વિશે સંક્રમિત કરે છે. “તેથી સર્વનો નાશ ન કરે તે પહેલાં આને પ્રસન્ન કરીએ.” એમ વિચારી તેને પ્રસન્ન કરવા બધાને કહ્યું. અને ખુદ પણ તૈયાર થયો અને આ પ્રમાણે ખમાવવા લાગ્યો.
હે મહાયશવાળા ! અત્યારે અજાણમાં જે અપરાધ અમે કર્યો તેને ક્ષમા કરો. કારણ કે તમારાં જેવા મહાત્મા નમનાર ઉપર વાત્સલ્ય કરવાવાળા જ હોય છે.
આમ સાંભળી આચાર્ય ભગવાન ઊભા થયા. વડુકર વ્યંતરની પ્રતિમા પણ તેમની પાછળ ચાલી. અને બીજી દેવ પ્રતિમાઓ પણ દેડકાની જેમ કૂદતી બહાર નીકળતી તેમની પાછળ ચાલી. તે દેવકુલના દરવાજે હજારો માણસો ભેગાં થઈને ચલાવી શકે એવી મોટીસ બે દ્રોણીઓ (અપ્પાકારે પાણીનાં મોટા પાત્રો) રહેલી છે. તેઓને બોલાવી તો તે પણ તેમની પાછળ ચાલવા લાગી. તે દેવરૂપો ખડખડ અવાજ કરતાં નગર મળે આવ્યા. ત્યારે લોકોએ પગમાં પડી વિનંતી કરી હે દેવ ! દેવપ્રતિમાઓને મૂકી દો ત્યારે દેવપ્રતિમાઓને મૂકી છતાં બે દ્રોણી તો ત્યાં જ રાખી. જે હારી તુલ્ય હોય તે સ્થાને લાવે. એથી આજે પણ ત્યાં જ રહેલી છે. વડુકર વ્યંતર પણ ઉપશાંત થયો. અને જિનશાસનનો મહામહિમા કરવા લાગ્યો. ઘણાં લોકો પ્રતિબોધ પામ્યા અને પ્રશંસા કરવા લાગ્યા.
અહો ! જિનશાસનનો કેવો પ્રભાવ છે ! એમાં આવા પ્રકારના અતિશયો દેખાય છે. સદાકાળ સર્વત્ર જિનશાસન જય પામો.
....આ બાજુ ભૃગુકચ્છમાં ક્ષુલ્લક ભાણેજ આહારગૃદ્ધિથી ભૌતિક (બૌદ્ધ) ભિક્ષુક થયો. વિદ્યાના પ્રભાવે તેનાં પાત્રો ઉપાસકોને ઘેર આકાશમાર્ગે જાય છે. અને ભરાઈને પાછા આવે છે. તે અતિશયને દેખી ઘણાં લોકો તેની તરફ વળ્યા. “બુદ્ધ શાસનને મૂકી અન્ય ક્યાં આવો અતિશય છે.” એમ કહેવા લાગ્યા અને સંઘ તિરસ્કાર પામવા લાગ્યો. તેથી સંઘે સૂરિને જણાવ્યું કે અહીં એવા પ્રકારની પ્રવચન લધુતા થઈ રહી છે, તેથી સૂરિ આવ્યા. સર્વ વૃત્તાંત કહ્યો. બૌદ્ધ ભિક્ષુકોના