________________
મૂળશુદ્ધિ ભાગ-૧
રાજા સ્વયં કાર્તિકશેઠના ઘેર જાય છે, ત્યારે અચાનક રાજાને જોઈ અભ્યત્થાનાદિ કરી હાથ જોડી વિનંતી કરવા લાગ્યો... હે સ્વામી ! સેવકને પણ અતિશય સંભ્રમ જગાડનાર એવું શું કારણ (કામ) આવી પડ્યું? આપ જલ્દી આજ્ઞા ફરમાવો. રાજા પણ તેનો હાથ પકડી કહેવા લાગ્યો કે હે સુંદર ! તારા ઘેર આવેલા એવા મારું એક વચન તારે કરવાનું છે. “પારણું કરવા મારે ઘેર આવેલ (પરિવ્રાજક) ભગવાનને તારે જાતે પીરસવાનું છે.” આ વાત કરી ત્યારે શેઠે કહ્યું મારે આ કહ્યું નહિ પણ “તમારા ક્ષેત્રમાં જે વસે તેને તમારો આદેશ કરવો જોઈએ,” એટલે હું આ કરીશ. જયારે શેઠ પીરસવા લાગ્યો ત્યારે પરિવ્રાજક આંગળી નાકે લગાડીને તે શેઠની તર્જના કરવા લાગ્યો. ત્યારે શેઠ મનમાં ઘણો દુભાયો અને શેઠે વિચાર્યું. “ગંગદત્તને ધન્ય છે કે તેણે તે વખતે જ દીક્ષા લઈ લીધી.”
ગંગદરની જેમ મેં પણ પહેલાં દીક્ષા લીધી હોત તો આ અન્યદર્શનીઓને પીરસવું વિ. ની વિડંબના ન થાત.” આવા ચિંતાતુર શેઠ પાસેથી જમીને હૃષ્ટ પુષ્ટ, સન્માન પામેલ, પરિવ્રાજક રાજમહેલથી નીકળી ગયો. ૩રા
શેઠે પણ ઘેર જઈ મોટા પુત્રને પોતાનાં સ્થાને સ્થાપી વ્યાપારીઓને કહ્યું કે “હું તો દીક્ષા લેવાનો છું. તમે શું કરશો? અમે પણ તમને અનુસરનારા છીએ. અમારે બીજું કોણ આધાર છે?” શેઠ – જો એમ હોય તો પોતપોતાના પુત્રને ઘરબાર સોંપી દીક્ષા લેવા તૈયાર થાઓ.
એટલામાં તો ત્યાં મુનિસુવ્રતસ્વામી પધાર્યા. ત્યારે હર્ષથી રોમાંચિત શરીરવાળો હજાર વ્યાપારીને કહેવા લાગ્યો કે ભો ! આપણા પુણ્ય પ્રભાવે આજે આપણાં મનોરથો પૂરા થયા. ત્યારે સર્વસામગ્રી તૈયાર કરી એક હજાર વ્યાપારીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઉદાર તપ કરી અંતે જિનેશ્વરની અનુજ્ઞા લઈ અનશન કરી કાયા છોડી સૌધર્મ દેવલોકે સૌધર્માવલંસક વિમાનમાં બત્રીસલાખ વિમાનનાં સ્વામી સૌધર્મેન્દ્ર તરીકે ઉપન્યો. આવા
એકાવતારી હોવાથી ત્યાંથી ચ્યવી મોક્ષે જશે. પરિવ્રાજક પણ મરીને ઇંદ્રના વાહન તરીકે હાથી થયો. અવધિજ્ઞાનથી તેમ જાણીને એમ વિચારવા લાગ્યો આ તો પેલો કાર્તિક શેઠ છે. અરે ! મારે આનું વાહન બનવાનું? એમ વિચારી ઐરાવણે બે રૂપ કર્યા તો ઈન્દ્ર પણ બે રૂપ કર્યા. તે હાથી રૂપ વધારવા લાગ્યો ઈન્દ્ર પણ તેટલા રૂપો વિકુળં. છેલ્લે ઈન્દ્ર વજથી તાડન કર્યું, ત્યારે હાથી ઠેકાણે આવ્યો. (સ્વભાવસ્થ થયો.) આભિયોગિક કર્મના લીધે સીધી રીતે વહન કરવાની શરૂઆત કરી.
(ઈતિ કાર્તિક શેઠ કથાનક સમાપ્ત) હવે બીજો આગાર બતાવે છે...
ગણાભિયોગ મલ્લાદિનો સમુદાય તેની પરવશતાથી ક્યારેક અકથ્ય આચરતાં સમકિતમાં અતિચાર ન લાગે તેના અંગે રંગાયણમલ્લની કથા કહે છે.
(રંગાયણમલ કથા) આ ભરતક્ષેત્રમાં સવિલાસ નામે નગર છે. તેનું શત્રુવગરનો સુરેન્દ્રદત્ત રાજા પાલન કરે છે. તેને દશેદિશાને પ્રકાશિત કરનારી રૂપવતી નામે રાણી છે. તે નગરમાં ઘણાં ઉત્તમ મલ્લો રહે છે. જેઓ