________________
મૂળશુદ્ધિ ભાગ-૧
સંતાવ-સંયોગ-વિયો -સો-બફીન-લીખત્તળમાવાળું ।
तिक्खाण दुःखाण भवुब्धवाणं, ण भावणं होइ भवंतरे वि ॥ २३॥
બહુમાનવાળો, આન્તરપ્રીતિયુક્ત જેમ અટવીમાં રહેલાં મહાદેવની ધાર્મિક માણસોએ પૂજા માટે રચેલાં વિશિષ્ટ પૂજન દ્રવ્યોને, ડાબાપગથી ખસેડી મોઢામાં ભરેલાં કોગળાનું પાણી શંક૨ ઉપર નાંખનાર અને જમણા હાથમાં રહેલાં પુષ્પથી પૂજા કર્યા બાદ, પગમાં પડતા તે ભિલ્લ જોડે વાતચીત કરતાં શંકરને જોઈ રોષે ભરાયેલા ધાર્મિક બ્રાહ્મણને બોધપાઠ આપવા દૂર કરેલી એક આંખવાળા શંકરને જોઈ ખેદિત થયેલાં શંકર ઉપરના બહુમાનથી પરવશ થયેલા ભિલ્લે ભલ્લીથી- બરછીથી પોતાની આંખ ઉખાડી શિવની મૂર્તિમાં લગાડી દીધી. આવું ભિલ્લ જેવું બહુમાન જોઈએ. અને ઉદારચિત્તવાળો, જિનેશ્વરની ભક્તિમાં તત્પર, એવા પ્રભુની પૂજા કરતા પ્રાણીઓ દારિદ્ર, દૌર્ભાગ્ય, દુરંતદુઃખ, દુર્વર્ણ - (શરીરની કાંતિ રંગ ખરાબ હોય તે), દુર્ગંધ, કુરુપતા = (આકૃતિ ખરાબ હોય તે), તેમજ સંતાંપ, સંયોગ, વિયોગ, શોક, કાર્યઅકુશલતા, દીનપણું, તથાપ્રકારના તીક્ષ્ણ દુઃખોને આ ભવ અને પરભવમાં પણ પામતા નથી.
કહ્યું છે કે —દરિદ્રતા સર્વ આપત્તિનું સ્થાનક છે કારણ કે, નિર્ધન માણસ લજ્જા પામે, લજ્જાનાં કા૨ણે તેજ ઓછું થાય, તેજ ઓછું થવાથી પરાભવ પામે છે. પરાભવ થવાનાં કારણે કંટાળે છે. કંટાળેલો શોક પામે, શોકવાળાની બુદ્ધિ નાશ પામે, અને બુદ્ધિ ભ્રષ્ટ થયેલો નાશ પામે છે. અહો ! નિર્ધનપણું સર્વ આપત્તિનું કારણ છે.
દૌર્ભાગ્ય – સર્વજનમાં અપ્રિયત્વ –પોતે બધાને અપ્રિય લાગે, તેનું પોતાને મનમાં ભારે દુઃખ લાગે છે એટલે તે મહામાનસિક દુઃખનું કારણ છે.
ઉક્ત ચ → દુ:ખે સહેવાય એવાં દૌર્ભાગ્ય કલંકરૂપ અગ્નિજ્વાળાથી દાઝેલાં એવાં જીવતાં છતાં મરેલાં જેવા પ્રાણિઓનો નિરર્થક જન્મ શું કામનો.
માનસિક ખેદથી મનુષ્યો સંતાપ - ચિત્તખેદ ભારે પીડા પામે છે. ભલે મોઢેથી ન બોલે પણ તેમનું કરમાયેલું શરીર સ્પષ્ટ રીતે જણાવે છે.(૧૧૦)
-
સંયોગ - અનિષ્ટ માણસનો મેલાપ તે પણ દુઃખ માટે થાય છે. અનિષ્ટ માણસ સાથે થયેલો અણધાર્યો સંયોગ પણ અબુધ માણસોને ભારે દુઃખ આપનારો હોય છે. (૧૧૧)
વિયોગ : ઇષ્ટ ભાઈ વિ.નો વિયોગ જે આન્દન વિ. મહાદુ:ખનું કારણ બને છે. સંસારમાં બંધુના વિયોગથી રડ્યા તે આંસુને ભેગા કરીએ તો સમુદ્ર નાનો પડે. ઇષ્ટવસ્તુ અને પ્રિયજન ઇત્યાદિના વિયોગમાં વીતરાગ સિવાય બધાને ભારે દુઃખ થાય છે. (૧૧૨-૧૩)
ד
શોક : પિતાદિના મરણથી થયેલ ચિત્તખેદ જે સર્વ આપત્તિનું સ્થાન છે. કહ્યુ છે કે - શોક એ પિશાચી (ડાકણ)નો પર્યાય, પાપનું રૂપાન્તર, અંધકારની યુવાની, વિષની વૃદ્ધિ, યમ નહિં છતા પ્રેત નગરનો નાયક, આ ન ઓળવાય એવો અગ્નિ છે. રાજ્યમા = ટી.બી. હોવા છતાં અક્ષય (મૃત્યુ) છે એટલે આ ક્ષય રોગ નાશ પામે એવો નથી. જનાર્દન – કૃષ્ણ તો લક્ષ્મી સાથે વિલાસ કરનાર છે જ્યારે આ લક્ષ્મી વગરનો છતાં જનાર્દન (જનને પીડનારો) છે. પુણ્યમાં અપ્રવૃત્ત છતાં ક્ષપણક છે. એટલે કર્મ ખપાવા ઉદ્યત થયેલો પુણ્ય - સઅનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે, જ્યારે શોક પુણ્યમાં પ્રવૃત્ત થયા વિના,
-