________________
મૂળશુદ્ધિ ભાગ-૧ - સંગમ કથા :
૨૧૯ અચ્છેરાથી ભરપૂર મહાજનોને આશ્ચર્ય પમાડનાર એવાં ઉત્સવને બાર દિવસ થતાં ગ્રહ અધિષ્ઠાયક દેવને સન્માની, સ્વજનોને આમંત્રી સ્વપ્ન અનુસારે શાલીભદ્ર નામ પડ્યું. કલા ગ્રહી યૌવન - વરરાજીમાં મહાલવા લાગ્યો. ત્યારે ત્યાંના જ નિવાસી બત્રીસ શેઠિયા રતિ સરખા રૂપવાળી સર્વસારવાળી સમસ્તસાર ભૂતગુણોથી યુક્ત બત્રીસ કન્યાઓને લઈને ગોભદ્રના ઘેર આવ્યા. કહેવા લાગ્યા – વિનયવાળી આ કન્યા તમારા પુત્રને યોગ્ય હોય તો અમારા ઉપર ઉપકાર કરી એમને
સ્વીકારો. ત્યારે ખુશ ખુશાલ બનેલા શેઠે શુભતિથિએ ઠાઠ માઠથી લગ્ન કરાવ્યા. પોતે તો ઉત્તમ વિશાલ ભવનમાં રહેલો દોગંદક દેવની જેમ ભોગવિલાસમાં મસ્ત રહે. ૩લા તેનાં પુણ્યાનુભાવથી મા-બાપ સર્વ ઠેકાણે અલૂણ રીતે (પરિપૂર્ણ રીતે) પ્રવર્તે છે. એટલે એમને ક્યાંય ખામી આવતી નથી. કાલ જતાં બધુ ધન વગેરે છોડી ગોભદ્ર શ્રીવીરપ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારે પછી સંયમ પાળી મરણ સમયે ભક્ત પ્રત્યાખ્યાન કરી કાલધર્મ પામી દિવ્ય કાંતિવાળા દેવરૂપે દેવલોકમાં ઉપન્યો. ઉપયોગ મૂકે છે ૪રા અવધિના ઉપયોગથી પુત્રને જોઈ- પુત્રના સ્નેહથી તેમજ તેનાં પુણ્યથી આકર્ષાયેલા ચિત્તવાળો તે દેવ તરતને તરત ત્યાં આવ્યો. દાનના ફળથી વશ થયેલો એવો તે દિવ્યવસ, અલંકાર, માલા વિ. પત્ની સહિત તેને રોજ આપે છે. જે મનુષ્ય સંબંધી કાર્ય હોય તે તો ભદ્રામાતા સંભાળે છે. એમ સર્વ બાબતમાં નિશ્ચિત બની ભોગ ભોગવે છે. II૪પા
એક વખત કેટલાક વ્યાપારી રત્નકંબલ લઈ શ્રેણિક રાજાને મહેલે આવ્યા. “મહાકિંમતી છે” એથી રાજાએ ગ્રહણ ન કરી તેથી ત્યાંથી નીકળીને વેપારી ભદ્રામાતા પાસે ગયો. મૂલ્ય આપી ભદ્રાએ બધી રત્નકંબલો લઈ લીધી. વેપારીઓ પણ પોતાના સ્થાને-આવાસે ગયા, એ વખતે ચલ્લણાએ શ્રેણિક રાજાને વિનંતિ કરી કે મારા માટે મોટી કીંમત ચૂકવીને પણ એક રત્નકંબલ લાવો //૪૯ો ત્યાર પછી ચેલ્લણાના ઘણાં આગ્રહથી રાજાએ પાછા બોલાવી કહ્યું હે ભો ! એક રત્નકંબલ આપો. તેમને કહ્યું તે તો બધી ભદ્રાએ લઈ લીધી છે. ત્યારે ગૌરવયોગ્ય એક ભદ્ર મહંતને ત્યાં મોકલ્યો. તેણે કહ્યું કે જે ભાવે રત્નકંબલ લીધી હોય તે મૂલ્ય લઈ એક રત્નકંબલ રાજાને આપો.ત્યારે ભદ્રાએ કહ્યું “હે ભદ્ર ! તે રત્નકંબલોને ફાડીને મેં શાલીભદ્રની સ્ત્રીઓ માટે પગલુંછણા બનાવ્યા છે. (૫૪) તેથી રાજાને નિવેદન કરો કે જો ફાડેલી રત્નકંબલથી કામ ચાલી જાય એમ હોય તો ઇચ્છા મુજબ લો, કા.કે. બીજી આખી કંબલ નથી. તે સાંભળી કુતુહલથી પૂર્ણ થયેલો રાજા મંત્રીને એમ કહેવા લાગ્યો. “હે ભદ્ર! તું ભદ્રાને કહે કે અમને ભારે કૌતુક હોવાથી જલ્દી શાલીભદ્રને અહીં મોકલો.”
તે સાંભળી રાજા પાસે આવી ભદ્રા વિનંતી કરવા લાગી કે હે દેવ ! મારો પુત્ર ક્યારેય પણ સૂર્ય-ચંદ્રને દેખતો નથી. તો બહાર નીકળવાની વાત જ ક્યાં રહી ? તેથી અમારે ઘેર પધારવાની કૃપા કરો.
કુતુહલથી રાજાએ હા પાડી. ભદ્રાએ કહ્યું, ક્ષણવાર થોભો હું પાછી બોલાવા આવું “ઘેર