________________
૨૩૦
મૂળશુદ્ધિ ભાગ-૧
मोक्खमग्गं समल्लीणा छिदित्ता मोहबंधणं । एए साहू महाभागा वंदणिज्जा सुराण वि ॥८९॥
મા, બાપ, ભાઈ, બહેન, બાંધવ, પુત્ર, પત્ની, પુત્રવધૂ, ધન, ધાન્ય, રાજય, નગર છોડીને, મોહ બંધન તોડીને મોક્ષમાર્ગમાં તલ્લીન બન્યા છે. તેથી અચિન્ત શક્તિવાળા આ સાધુઓ દેવોને પણ વંદનીય છે.
- ધાન્ય ચોવીશ પ્રકારનાં છે - જવ, ગઉં, શાલી, વ્રીહિ, બાસમતી ચોખા, કોદ્રવ, સૂક્ષ્મ કંગ, ગોળ કંગૂ(વટાણા), તેનો ભેદ વિશેષ રાલક છે. મગ, અડદ, અળશિ (એક તેલી બી) કાલાચણા, જાયફળ, વાલ, મઠ, શ્રેષ્ઠ અડદ, શેલડી, મસૂર, તુવેર, કુલથી - (ત્રણે દાળના ભેદ છે) તથા ધાણા, કોથમીર, ગોળચણા.
વળી વિશેષ ગુણ પ્રગટ કરવા સારૂ ચાર ગાથા કહે છે. सागरो इव गंभीरा, मंदरो इव निच्चला । .
कुंजरो इव सोंडीरा, मइंदो इव निब्भया ॥९० ॥ * સાગર જેવા ગંભીર, મેરુપર્વત જેવા નિશ્ચલ, હાથીની જેમ કર્મશત્રને જિતવા માટે શૌર્યવાળા, સિંહની જેમ નિર્ભયી, એટલે અન્ય કુવાદિરૂપી હાથીની ગર્જનાથી નહિ ડરનાર - Il coll -- સમાવવો ૩ નૈસા,સૂરો ટચ તવયના
सव्वफासाण विसहा, जहा लोए वसुंधरा ॥११॥
સૌમ્યતેજથી ચંદ્રસમા કારણ કે તેઓ સર્વજનોને આનંદ આપનારા છે. અને પરદર્શન રૂપી તારલા કરતાં અધિક પ્રભાવશાળી છે. તપ તેજથી સૂર્યસમા કારણ કે પરતીર્થરૂપી ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ સમૂહની પ્રજાને ઢાંકનારા છે.
જેમ લોકમાં ધરતી સર્વ સ્પર્શોને સહન કરે છે તેમ મનુષ્ય વિ. કરેલી શુભાશુભ ચેષ્ટામાં સમભાવવાળા હોવાથી ધરતી સમા કહેવાય.
કહ્યું છે કે – વંદન કરતા ગર્વ પામતા નથી. હીલના કરતાં બળતા નથી. ચિત્તને કાબુમાં રાખી રાગદ્વેષનો નાશ કરીને મુનિ વિચરે છે. સામે આવી પડતા વચનનાં પ્રકારો કાનમાં પેસી દુર્ભાવ ઉપજાવે છે. તેથી જે અધિક શૂરો બની “આ સાંભળવું એ મારો ધર્મ છે,” એમ સમજી જિતેન્દ્રિય બની સમભાવથી સહન કરે છે તે પૂજય છે. જે મુનિ આક્રોશ પ્રહાર કડવા શબ્દો (મેણાં-ટોણાં) ઇત્યાદિ ઈન્દ્રિયોને દુઃખ દેનારા કાંટાઓને સહન કરે છે તથા જે રાક્ષસ વિ.ના ભયાનક અતિરૌદ્ર શબ્દોવાળા અટ્ટહાસ્યોને સાંભળવા છતાં સુખ દુઃખને સમભાવે સહે તે સાચો સાધુ છે. આક્રોશ, તાડન, વધ, ધર્મબંશ બાલકોને સુલભ છે, ધીરપુરુષ યથોત્તરના અભાવમાં આને લાભ માને છે. એટલે સાધુને કોઈ આક્રોંશ કરે ત્યારે “સારું છે કે એણે માને તાડને મારપીટ તો નથી કરીને, મારે ત્યારે, અરે ! સારુ છે કે મને જીવથી ખતમ તો નથી કર્યો ને ! ૯૧
सुद्धचित्ता महासत्ता साग्यं सलिलं जहा । गोसीसचंदणं चेव सीयला सुसुगंधिणो ॥१२॥