Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 239
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કુતપુર્ણય કથા ૨૨૯ પ્રભુ! મેં પૂર્વભવમાં શું કર્યું ? જેથી આવી ઋદ્ધિ મળી. અને વચ્ચે આંતરુ પડ્યું? ત્યારે પૂર્વભવ કહ્યો. તે સાંભળી રાજા સંવેગ પામ્યો. પૂર્વભવને યાદ કરીને સંવેગ પામેલો રાજા કહે છે કે જગબંધવ આ આ જ પ્રમાણે છે, એમ મેં જાતિસ્મરણથી જાણ્યું. તેથી અત્યારે – આ ભવમાં પણ રાજાદિને પૂછી સઘળી સુખસંપત્તિને કરનારી સર્વવિરતી લઈશ. તું વિલંબ-રાગ કરીશ મા. એમ પ્રભુએ કહ્યું. ઘેર જઈ રાજાને પૂછી સર્વસામગ્રી તૈયાર કરાવે છે. જિનેશ્વરની પૂજા યાત્રા કરાવે છે. દીન અનાથને દાન આપે છે. અભયપ્રદાનની ઘોષણા કરાવી. શ્રેષ્ઠ સાધુઓને સન્માન પૂર્વક વહોરાવે છે. ચતુર્વિધ સંઘની પૂજા કરે છે. બાંધવોને દ્રવ્ય વહેંચીને આપે છે. પછી પત્નીઓ સાથે શિબિકામાં આરૂઢ થયો. અને તે સામંત સૈન્યથી પરિવરેલો છે, તેમજ શ્રેણીક રાજા વિ. પણ જેની પાછળ ચાલી રહ્યા છે, ઉત્તમ વાંજિત્રો વાગી રહ્યા છે, હલ્કા કુળનો સમૂહ નાચી રહ્યો છે. કોયલો ગાઈ રહી છે. ભાટ ચારણો અને બંદીઓ બિરૂદાવળી બોલાવી રહ્યા છે. (બંદિ - સ્તુતિ પાઠ) એવી સામગ્રી સાથે નગરથી નીકળી પ્રભુનાં ચરણે આવ્યો. શિબિકાથી ઉતરી ત્રણ પ્રદક્ષિણા કરી એમ કહેવા લાગ્યો તે સ્વામી ! સંસાર સમુદ્રમાં ડૂબતા મને અત્યારે કરુણાથી મોટા જહાજ સમાન દીક્ષા આપો. ભગવાને પણ દીક્ષાની સાથે હિતશિક્ષા આપી. બંને પ્રકારની શિક્ષાને ગ્રહણ કરીને તપ તપી છેલ્લે અનશન કરી દેવલોકે ગયો. આ જે ઋદ્ધિ, સ્ત્રીઓ અને ભોગો તેમજ અનુપમ રાજ્ય પ્રાપ્ત થયું તે પૂર્વજન્મમાં મહર્ષિને આપેલાં ખીરના દાનનું ફળ છે. રેખા પાડવા દ્વારા ભાવમાં આંતરું કર્યું હતું, માટે સુખમાં આંતરું પડ્યું. એથી અવિચ્છિન્નપણે ભાવથી દાન આપવું જોઈએ. જેથી નિરંતર ભોગ ભોગવી નિર્વાણને પામો. ઇતિ કુતપુર્ણય કથા સમાપ્ત” સર્વમાં પ્રધાન દાન એવાં શય્યાદાનને ગાથા વડે કહે છે. सेज्जादाणं च साहूर्ण देयं दाणाणमुत्तमं । सुद्धणं जेण दिण्णेणं दिण्णं सेसं पि भावओ ॥ ८७ ॥ દાનોમાં ઉત્તમદાન એવું શય્યાદાન સાધુને આપવું જોઈએ. શુદ્ધ વસતિ દાનથી શેષ સઘળાં દાન પણ પરમાર્થથી આપી દેવાય છે. ગુણલક્ષ્મીથી શોભતાં શ્રેષ્ઠ મુનિઓને જેણે વસતિ આપી તેણે ધૃતિ, મતિ, ગતિ અને સુખ પણ આપ્યું સમજવું. તથા અનેક ગુણયોગને ધારનારા શ્રેષ્ઠ સાધુઓને જે રહેવા મકાન આપે છે, તેનાં વડે વસ્ત્ર, અન્ન, પાત્ર, શયન, આસન વિ. પણ અપાઈ જાય છે. કારણ કે વસતિમાં રહેલાને તે સર્વ વસ્તુનો ઉપયોગ, રક્ષા અને પરિપાલન થાય છે. ઠંડી, ગર્મી, ચોર, સાપ, જંગલી પશુઓ, ડાંસ, મચ્છર વિ. થી મુનિવૃષભોની રક્ષા કરનારા શિવનગરના સુખને મેળવે છે. - પ્ર- શય્યાદાન સર્વોત્કૃષ્ટ કેમ લેખાય છે? ઉ.- આ શય્યાદાન જેમને આપવાનું હોય છે તેઓ ગુણવાળા હોવાથી મહત્ત્વશાળી કહેવાય છે. તેથી જ તેમને આપેલ વસતિદાન શ્રેષ્ઠ કહેવાય છે. તે મુનિઓનો મહત્ત્વ જણાવાં સારૂ બે ગાથા કહે છે. माया पिया य माया य भगिणी बंधवा सुया । भज्जा सुण्हा धणं धण्णं चइत्ता मंडलं पुरं ॥४८॥

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244