________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૨ ૩૧ શરદ ઋતુના પાણીની જેમ નિર્મલ મનવાળા, સત્ત્વશાલી, ગોશીષ ચંદનની જેમ કષાય અગ્નિનો અભાવ હોવાથી શીતલ, શીલની સુગંધથી યુક્ત હોવાથી સુસુગન્ધી લેરી
विरया पावठाणेसु, निरया संजमे तवे । निम्ममा निरहंकारा खंता बंता जिइंदिया ॥१३॥
પાપસ્થાનોથી નિવૃત્ત થયેલાં, સંયમ અને તપમાં આસક્ત, “આ મારો છોકરો છે, આ મારો ભાઈ છે, સગો છે, આ મારી ઘરવાળી છે” ઈત્યાદિ મમત્વ અને માન વગરનાં, ક્ષમાવંત, દાંત એટલે મનને કાબુમાં રાખનારા, જિતેન્દ્રિય-સ્પર્શ વિ. બાહ્ય ઇંદ્રિયોને કાબુમાં રાખનારા સાધુઓ હોય છે.
પાંચ આશ્રવથી અટકવું, પાંચ ઇન્દ્રિયોને કાબુમાં રાખવી ચાર કષાયનો જય કરવો, અશુભ મન વચન કાયયોગ રૂપ દંડથી અટકવું. એમ સત્તર ભેટવાળો સંયમ છે.
અનશનઆદિ બાર ભેદે તપ છે. ૯૩ अहो ! धण्णो हु सो देसो पुरं राया गिही गिहं । जं तुट्ठि मण्णमाणा णं विहरंती सुसाहुणो ॥१४॥
અહો ! તે દેશ, નગર, રાજા, ગૃહસ્થ અને ઘરને ધન્ય છે કે જેમાં હર્ષને-સંતોષને મેળવતાં સુસાધુઓ વિચારે છે. I૯૪ો એ તો પ્રથમા - દ્વિતીયા વિભક્તિ છે, પણ પ્રાકૃતના બલથી વિભક્તિનો ફેરફાર કરી શકાય છે. તેથી અહીં યજ્ઞ એમ સપ્તમી લેવી.
सेज्जं जो देइ साहूणं तरे संसारसायरं ।. सेज्जायरो अओ वुत्तो सिद्धो सव्वण्णुसासणे ॥१५॥
સાધુઓને વસતિ આપનાર સંસાર સાગરથી પાર પામે છે. એથી સર્વજ્ઞ શાસન = નિશીથ વિ.માં શય્યાથી તરે તે શય્યાતર એમ વ્યુત્પત્તિ કરી છે. અથવા “બવિનિમૂત” ઉપચાર થાય, એટલે નજીકમાં સિદ્ધિગામી હોવાથી શય્યાતરને “સિદ્ધ” એમ જિનશાસનમાં કહેવાય છે. ll૯પા
चिटुंताणं जओ तत्थ वत्था-ऽऽहार-तवाइणो । सम्मं केई पवज्जंति, जिणदिक्खं पि केई वि ॥१६॥
ત્યાં રહેલા સાધુને વસ્ત્ર આહારાદિ મળે અને મોટી તપશ્ચર્યા વિ. પણ કરી શકે અને તેમની પાસે આવી કોઈક સમકિત અને કોઈક દીક્ષાને પણ ગ્રહણ કરે એમ અનેક ગણો લાભ થાય છે. દા.
सिज्जादाणप्पभावेणं देवाणं माणुसाण य । पहाणं संपया फुल्लं फलं निव्वाणमुत्तमं ॥१७॥
શપ્યાદાનના પ્રભાવથી દેવ મનુષ્યની ઋદ્ધિ મળે તે તો (આનુષંગિકફળ, ફૂલ છે. અને ઉત્તમ નિર્વાણ એ ફળ છે. II૯૭ળા
नाणाविहाण साहूणं ओहावंताण जाव उ । कयव्वं सव्वभावेणमेवमाइ 'जहोचियं ॥१८॥
જિનકલ્પી વિ. અનેક પ્રકારના સાધુ અને છેક જે દીક્ષા છોડવાની ઇચ્છાવાળા છે, તેમની પણ યથોચિત ભક્તિ સમસ્ત સામર્થ્યથી કરવી જોઇએ.