Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 243
________________ ૨૩૨ મૂળશુદ્ધિ ભાગ-૧ હવે યથોચિત કૃત્ય બતાવે છે. नाणं वा दंसणं सुद्धं चरित्तं संजमं तवं । जत्तियं जत्थ जाणिज्जा भावं भत्तीए पूयए ॥१९॥ શુદ્ધ જ્ઞાન, દર્શન, દોષરહિત ચારિત્ર-સામાયિક વિ., સંયમ-આશ્રવ થી અટકવું, તપ વિ., જેમાં જેટલું જણાય છે. તે પ્રમાણે તેમની ભાવ (પદાર્થ) થી ભક્તિ પૂર્વક પૂજા કરે છે. ૯૯ો. लिंगावसेसाण वि जं वसिटुं, संविग्गश्रीगीयत्थ गुरूवइ8 नाऊण साहूण जहाविहाणं, विहेह तं मोक्खसुहावहं ति ॥१०॥ માત્ર વેષધારીઓનું પણ જે કહેવામાં શેષ રહેલું હોય અને ઉદ્યત વિહારી બહુશ્રુત ગુરુએ ઉપદેશેલું હોય, શાસ્ત્રથી તે જાણીને સાધુઓનું વિધિપૂર્વક તે સર્વ કરે, કારણ કે તે પૂર્વોક્ત બધુ વિધાન મોક્ષ સુખ આપનાર છે. આચાર શૂન્ય અને માત્ર લિંગધારી = વેશધારી જેઓ વાકપટુતા આદિના કારણે લોકોમાં માન્ય હોય તેમના પ્રતિ કુશલાદિ પૃચ્છા પૂર્વકનું ઔચિત્યનું પાલન કરવું, કારણ કે તેથી લોકોનું ચિત્ત જીતાય છે. (અન્યથા - લોકો સારા મહાત્માઓ પર પણ આક્ષેપ કરે છે - આ લોકો તેજોષી છે, ઈર્ષાલુ છે વિગેરે.) અન્યત્ર વસતિ વિગેરેના અભાવે સંવિગ્ન ગીતાર્થોને પણ અગીતાર્થો થી વ્યાપ્ત ક્ષેત્રમાં રહેવું પડે તો સ્વપર સચ્ચિત્ત નો ઉપઘાત ન થાય તેમ આત્મ-ભાવમાં રહેવું જોઇએ. અન્યથા આક્ષેપબાજીથી સ્વપર સચ્ચિત્ત ઘવાય અને પોતાની (ગીતાર્થોની પણ) લઘુતા થાય તથા તેઓને (અગીતાર્થોને) પણ કર્મબંધ થાય જે બંને પક્ષે અનિષ્ટ છે. (માટે આવા દેશકાલમાં આત્મ-સ્વભાવમાં રમમાણ રહેવું શ્રેયસ્કર છે.) - સાધુઓને “પત્થણ ” (નમસ્કાર હો) એમ જીભથી બોલવું, હાથ ઉંચો કરવો, માથું નમાવવું, સુખ દુઃખ ની ઔપચારિક પૃચ્છા કરવી, સેવા કરવી, છોભ વંદન પણ કરવું. એટલે જ્યાં જે ઉચિત હોય તેમ કરવું, તે મોક્ષ આપનાર થાય છે. || સાધુ કૃત્ય સમાપ્ત | શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજી દ્વારા રચિત મૂલશુદ્ધિ | વિવરણ સમાપ્ત થયું. બુદ્ધિતિલકશાંતિચંદ્રસૂરીશ્વરજીના સમુદાયના અનુયોગાચાર્ય પંન્યાસ તિલક વિજયજી ગણિવર્યના શિષ્યરત્ન ૫.પૂ. આ. દેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજીના શિષ્ય પ.પૂ. આ. રત્નાકરસૂરિવર્યના શિષ્ય મુનિરત્નજ્યોત વિજયજી દ્વારા આલેખિત (રચિત) મુળશુદ્ધિ (ભા-૧) પ્રકરણનો અનુવાદ પૂર્ણ થયો. શુભ ભવતુ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244