Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 238
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ કૃતપુણય કથા . ૨ ૨૭ તેથી આ ચારનો તું સ્વામી થા. આ પ્રમાણે તેણીનાં ફૂટ ચરિત્રને જાણવા છતાં મતિ માહાભ્યથી ખુશ થયેલા અને વિસ્મય કુતૂહલથી ભરેલા તે કુતપુયે હા પાડી, પુત્રવધુઓને પણ એકાંતે બેસાડીને કહ્યું કે આવી પરિસ્થિતિમાં તમે દેવરને પતિ તરીકે સ્વીકારો. કારણ કે શ્રુતિમાં પણ કહ્યું છે કે - પતિ જતો રહે, મરી જાય, દીક્ષા લઈ લે કે નપુસંક હોય તો નારીઓને બીજો ભરથાર કરાય છે. તેથી ક્ષેત્રીય (પતિ સિવાય થી થયેલો પુત્ર) પુત્રને પણ ઉત્પન્ન કરી કુલ રક્ષા કરો. કે જેથી મારું સર્વધન રાજભવનમાં ન જાય. કુંતી મહાસતીને પણ અન્ય-અન્ય પતિથી પુત્રની ઉત્પત્તિ સંભળાય છે. તેથી મારી વાત માનો, વિકલ્પો છોડો, તે ધુતારીએ તેવી તેવી લોકશાસ્ત્રની યુક્તિથી એવું સમજાવ્યું કે તેઓએ પણ વિના સંકોચે તેણીની વાત માની લીધી. હવે મુનિ દાનના ફળથી પેદા થયેલા બમણા રાગવાળી એવી તેમની જોડે કુતપુણ્ય ઇન્દ્રની જેમ ભોગ ભોગવી રહ્યો છે. અને ચારેને દેવકુમાર જેવા પુત્રો થયા. એમ કરતા બાર વર્ષ વીતી ગયા. ત્યારે સાસુએ કહ્યું કે આને છોડી દો. કાર્યસિદ્ધિ થયે છતે પરપુરુષ રાખવાનું શું કામ? ત્યારે પુત્રવધુઓએ કહ્યું જેણે અમને ભોગવી તે શું અમારો પતિ ન કહેવાય ? ત્યારે સાસુના ભવાં ચડવાથી ભયંકર બનેલુ મુખ દેખી ભયથી ધ્રુજતા હૃદયવાળી વહુઓએ હાં પાડી હે માતા ! તમે કહો તો આને ભાથુ બનાવીને અમે આપીએ “જે ગમે તે બનાવો,” ત્યારે “આ સુખી થાઓ” આ વિચારથી સર્વ વહુઓએ લાડુમાં રત્નો નાંખ્યા. લાડુની થેલી ભરી ઓશીકા નીચે મૂકી દીધી. ત્યાર પછી સાસુએ તેને મદિરા પાઈ. તેથી તે ઉંઘી ગયો. ખાટલા સાથે તેજ દેવકુલિકામાં મૂકી દીધો. એટલામાં સાથે પણ પાછો ફર્યો. પણ રાત હોવાથી નગરમાં ન જતા ત્યાં જ રહ્યો. સાથે આવેલો જાણી પોતાના પતિની વાત જાણવા ત્યાં આવી. ત્યારે તેવીજ રીતે સુતેલો જોયો. શોભાવાળો જોઈ હરખાયેલી તેણીએ પતિને ઉઠાડ્યો. ભાથાની થેલી અને ખાટલો લઈ પોતાના ઘેર ગઈ કૃતપુણ્ય પણ હકીકત જાણી પોતાના ઘેર ગયો. ત્યારે ત્યાં બંધાયેલી વેણીવાળી વસંતસેનાને જુએ છે, તે શતપાક તેલથી માલિશ કરે છે. તેટલામાં સ્કૂલથી (નિશાળથી) છોકરો આવી બાપના પગે પડ્યો. ભૂખ્યો થયેલો હોવાથી ખાવાનું માંગે છે. પણ રસોઈ કાંઈ તૈયાર ન હતી તેથી તેને રડતો દેખી વસંતસેનાએ થેલીમાંથી કાઢી એક લાડુ આપ્યો. તેને ખાતો ખાતો ખુલે-નિશાળે ગયો. લાડુ મથે મણિ દેખી “આ તો ઠળીઓ છે” એમ માની બીજા વિદ્યાર્થીને આપે છે. તેણે કહ્યું આ તો મણિ છે. તેથી કંદોઈને આપીએ જેથી તે આપણને મિઠાઈ આપશે. તેને આપ્યો. તેણે પણ બાજુમાં રહેલા જલકુંડમાં તે નાંખ્યો. તેના પ્રભાવથી તે પાણીભૂમિ જેવું દેખાવા લાગ્યું. તેથી તેણે જાણ્યું કે આ જલકાંત મણિ છે. તે મણિ સાચવીને રાખી, વિદ્યાર્થીઓને પણ જે યોગ્ય હોય તે આપે છે. આ બાજુ પ્રિયંગુલતાની દાસીએ કહ્યું કે હે સ્વામી ! જ્યારે તમને વસંતસેનાની માતાએ કાઢી મૂક્યા તે જાણી ઘણી શોધ કરવા છતાં પણ તમારા સમાચાર માત્ર પણ ન મળ્યા. તેથી સ્વામિની આ નીચે લખેલ) કરે છે. વેણી બંધ, શ્વેત વસ્ત્ર ધારવા, માલા વિ. નો ત્યાગ, દેશાન્તર

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244