________________
મૂળશુદ્ધિ ભાગ-૧
કૃતપુણ્ય કથા
૨૨૫
પકડાવ્યો. કલાનો રસીયો તે વિષયમાં મન લગાડતો નથી. તે દેખી ભદ્રાએ ધનપાલ શેઠને કહ્યું હે નાથ ! આ ધન વિસ્તાર નકામો છે. કારણ કે મૃતપુણ્ય તો કામમાં એકદમ નિઃસ્પૃહ મનવાળો છે. તેથી આ વિષય સેવે એવું કાંઈક કરો. શેઠે કહ્યું માણસોમાં શીખડાવ્યા વિના આહારાદિ સંજ્ઞા હોય છે. વળી હે પ્રિયા ! સ્વભાવથીજ જીવોને કામાગ્નિ દીપી રહી છે. તો ક્યો સકર્ણ (સમજું માણસ) જલતી આગમાં ઘાસ નાંખે.
આ આમ જ છે. તો પણ એમ કરવાથી જ મને સંતોષ થશે. માટે વિચાર્યા વિના આ કરો. શેઠાણીનો નિશ્ચય જાણી ખરાબ આદતવાળા મનુષ્યોની મંડળીમાં મૂક્યો, અને તેઓની સાથે આખો દિવસ બાગ-બગીચા વાવડી-તળાવ, નાટક વગેરે સ્થાનોમાં ભટકે છે. એક દિવસ વેશ્યાવાડામાં ગયો. તેમાં વળી રૂપ, યૌવનવાળી વિજ્ઞાન, જ્ઞાન, વિનય, ઉપચારમાં કુશલ એવી વસંતસેના ગણિકાના ઘરમાં પેઢો. ત્યારે તેણીએ કામને ઉદીપ્ત કરનારી વિવિધ કથાથી તેને આકર્ષી લીધો. એટલામાં તેનાં દોસ્તારો ત્યાંથી નીકળી ગયા. કામકલા વિ. માં હોંશીયાર તેણીએ સુરત કાલે એવો રાગી બનાવ્યો કે તેનું મન બીજેથી પાછુ ફરી માત્ર તે વેશ્યામાં જ લાગી ગયુ. દેવની જેમ વિષયસુખ ભોગવે છે. મા બાપ ઇચ્છા મુજબ ધન મોકલે છે. એ પ્રમાણે નિશ્ચિત બનેલા તેણે મા-બાપ મરી ગયા તેની પણ ખબર ના પડી તેથી તેની સ્ત્રી ધન મોકલવા લાગી. એ પ્રમાણે કરતા કુબેરના આશ્રમ સરખું તેનું ઘર બારમા વરસે દરિદ્ર જેવું શૂન્ય થઈ ગયું. ધન ખલાસ થવા છતાં કુલીનપણાનાં લીધે તેની સ્ત્રી પોતાનાં ઘરેણા મોકલે છે. તે દેખી ફૂટણી (વેશ્યાઓને સંભાળનારી) ખરેખર અત્યારે આ નિસ્સાર બની ગયો છે. એથી હજાર રૂપિયા સાથે ઘરેણું પાછુ મોકલે છે. અને ફૂટણીએ વસંતસેનાને કહ્યું પીલાઈ ગયેલ શેલડી જેવા આ કામુકને છોડી મૂક. કારણ કે આપણો આ કુલધર્મ છે. પૈસાદારને માન આપવું, તેથી હે પુત્રી ! તું કુલાચારને મૂક નહિં અને ધનવાનને સ્વીકાર. હે મા ! તું આવું ન બોલ. એણે આપણને એટલુ ધન આપ્યું છે તેટલું બીજો કોણ આપવાનો હતો ? આ ધન આપણી સાતમી પેઢી સુધી રહેશે. અને આ મહાભાગી ફરી પણ બીજું ધન આપશે. આચારથી ખરાબનું મારે કામ નથી. મા ! આ તો ઉત્તમ ગુણ રત્નોનો ભરેલો છે. આવો તેણીનો નિશ્ચય જાણી ધુતારી ફૂટણીએ આકાર ગોપવી કાર્યને હૃદયમાં સ્થાપી ચુપ રહી.
રાત્રે વસંતસેના સુઈ જતા પલંગ ઉપર સુતેલાને પોતાના પુરુષોના હાથે દેવકુલિકામાં મૂકાવી દે છે અને ઉંઘ ઉડતા જાગેલો આ પણ દિશાચક્રને જોઈ વિચારવા લાગ્યો. શું આ ઇંદ્રજાલ છે, કે મને દિશાભ્રમ થયો છે ? અથવા તો શું આ સ્વપ્ન છે ? કે આ શું હું ધાતુ વગરનો થયો છું ? ધાતુનો વિપર્યાસ થયો છે ? એમ વિચારતા તેને પાસે રહેલી દાસીએ કહ્યું કે તું ઘણાં વિકલ્પ કરીશ મા. પોતાના કુલ ધર્મને અનુસરતી વસંતસેનાની માતાએ હઠથી અહિં મૂક્યો છે. તેથી તું તારા ઘેર જા. જેથી હું આ પલંગ લઈને જાઉં. ત્યારે દુભાયેલા મનવાળો તે પોતાના ઘર ભણી ચાલ્યો. મોટા જંગલની જેમ નિર્જન, કુકવિએ રચેલ કાવ્યની જેમ સા૨ાવર્ણવાળા અલંકાર