________________
૨ ૨૪
મૂળશુદ્ધિ ભાગ-૧
બધો રાજભાર મૂકી સુકુલમાં જન્મેલી રતિ સરખી રૂપાળી પોતાની માનીતી નંદા અને ચણા નામની રાણીઓ સાથે ભોગ ભોગવે છે. /પા.
તેજ દેશના એક ગામમાં વાછરડાનું પાલન કરનારી દારિદ્રથી પરાભવ પામેલી એવી એક સ્ત્રી છે. તેણીનો છોકરો વાછરડાનું પાલન કરતો હતો ત્યારે જંગલમાં યતિ યોગ્ય એક ઠેકાણે કાઉસગ્નમાં રહેલાં એક શ્રેષ્ઠ સાધુને જોયા. તપથી સુકાયેલાં શરીરવાળા તેમને દેખી બાલક વિચારવા લાગ્યો. એમનું જન્મ જીવન મનુષ્યપણું ઇત્યાદિ સફળ છે, જે નિર્જન જંગલમાં આવા પ્રકારની વિવિધ તપ કરે છે. મારું પણ કંઈક પુણ્ય લાગે છે. જેથી એમનું દર્શન મને થયું. તેથી તેમને વાંદી આત્માને પવિત્ર બનાવુએમ વિચારી મુનિવરના ચરણોમાં પ્રણામ કર્યા, એમ દરરોજ મુનિને વાંદતો હતો ત્યારે કોઈક ઉત્સવ આવ્યો. તેથી ગામ નારીઓ પાસે દૂધ વિ. માંગી પોતાના પુત્ર માટે તેની માતાએ ખીર બનાવી. ઘર આંગણામાં જમવા બેસેલા પુત્રને ઘી, ગોળ યુક્ત ખીરનો ભરેલો થાળ આપી કાર્ય માટે માતા ઘરમાં ગઈ. એટલામાં તે જ સાધુ ત્યાં આવ્યા. તેમને આવતાં જોઈ ભક્તિ વશથી રોમરાજી ખડી થઈ. અને હર્ષના આંસુથી ભીની થયેલી નયનવાળો વિચારવા લાગ્યો.
એક તો ઘર આંગણે સાધુ મહારાજા પધાર્યા અને ઘરમાં ધન પણ ન્યાયથી મેળવેલું છે, સાધુને વહોરાવાનો મને આજે ભાવ પણ જાગ્યો છે. - ચિત્ત વિત્ત અને પાત્રનો સંબંધ થયો છે. તેથી આજે હું મારી જાતને (આત્માને) પુણ્યશાળી માનું છું.
ક્યાં અમે અને ક્યાં આ મુનીવર ! ક્યાં અમે અને ક્યાં આ સંપત્તિ ! ક્યાં અમે અને ક્યાં આ જોરદાર ભક્તિ ! ક્યાં અમે અને ક્યાં આ ત્રણેનું મળવું. એમ વિચારી થાળીમાં બે રેખા પાડી ત્રીજો ભાગ આપુ એમ ભાવના ભાવતો બાલક ઉક્યો. સાધુની સમીપે ગયો અને કહેવા લાગ્યો. જો આ શુદ્ધ હોય તો ગ્રહણ કરો. શુદ્ધ અને ભાવ જાણી મુનિએ પાત્ર ધર્યું: ત્રીજો ભાગ નાંખ્યો આ તો ઘણી થોડી લાગે છે. તેથી બીજો ભાગ નાંખ્યો, ફરી વિચારવા લાગ્યો. જો ક્યાંથી કોઈક ખાટી વસ્તુ પડશે તો આ ખીર બગડી જશે. તેથી ત્રીજો ભાગ પણ આપે છે. વાંદીને પોતાના સ્થાને બેઠો. માએ બહાર આવી થાળી ખાલી દેખી ફરીથી ભરી. કંગાલપણાના લીધે પેટ ભરી ખાવાથી અજીર્ણ થયું.
| શુભ મનવાળો રાત્રે મરી રાજગૃહી નગરીમાં ધનપાલ ઇભ્યના ઘેર ભદ્રાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેથી લોકો આ “કૃતપુણ્ય” છે એમ કહેવા લાગ્યા. કા.કે. જે મહાત્મા ધન ધાન્યની સમૃદ્ધિથી મનોહર આવા ઘરમાં (શેઠાણી)ને ગર્ભમાં ઉત્પન્ન થયો, હવે કાળ પાકતા સર્વાગે સુંદર, સુંદર કાંતિવાળા પુત્રને ભદ્રા શેઠાણીએ જન્મ આપ્યો. વધામણી આપતા શેઠે પુત્ર જન્મનો ઉત્સવ કર્યો. ગર્ભ રહેલો હતો ત્યારે જ લોકો આને કુતપુર્ણ કહેતા હતા. તેથી મા બાપે તેનું કુતપુણ્ય નામ પાડ્યું. ક્રમશઃ વૃદ્ધિ પામતો બોત્તેર કલામાં કુશલ થયો. એટલામાં કામિની જનને મોહ ઉપજાવનાર એવા યુવાન વયમાં રમતો થયો. ત્યારે મા-બાપે રૂપાળી કન્યાઓ જોડે હાથ