________________
૨ ૨ ૨
સંગમ કથા
મૂળશુદ્ધિ ભાગ-૧ સારું, ધર્મ સ્થાનોમાં ધન વાપરી હજાર માણસો વહન કરે એવી શિબિકામાં સ્ત્રીઓ સાથે આરુઢ થયો. સગા સંબંધી પણ પાછળ ચાલવા લાગ્યા.
વીર પ્રભુ પાસે પહોંચ્યા. શિબિકાથી ઉતરી પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કરી કહેવા લાગ્યો - કે “હે નાથ ! ભવથી ઉદ્વેગ પામેલા ભાયંસહિત મને મહેરબાની કરી આપ જાતે દીક્ષા આપો. વસ્ત્ર - ઘરેણાં મૂકી લોચ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી. એ અરસામાં શાલીભદ્ર પણ આવો અદ્ભુત વૃત્તાંત સાંભળી “અરે હું તો હાર્યો.' એથી તરતજ બધું છોડી શુભક્ષેત્રોમાં દ્રવ્ય આપી, શિબિકામાં આરૂઢ થયો. શ્રેણીક રાજા પણ તેની પાછળ ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઠાઠ માઠથી નગર બહાર ગયો. છત્રાતિછત્ર દેખી તરત જ શિબિકાને મૂકી દે છે અને પૂર્વક્રમથી દીક્ષા લીધી.
આ સંસાર વનમાં ભમતા પ્રાણીઓને જિનધર્મયુક્ત મનુષ્યપણુ વિ. દુર્લભ છે, તેમાં વ્રત સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે. તે મળી જાય તો સર્વદુઃખોને જલાંજલિ અપાય. માત્ર તેમાં અપ્રમત્ત થઈ ઉદ્યમ કરવો જોઇએ. પ્રમાદથી મોંઘેરી દીક્ષા મુધા (નકામી) બની જાય. એ પ્રમાણે શિખામણ આપીને સાધ્વીઓને ચંદના સાધ્વીને અર્પણ કરી અને તે બન્ને જણને સ્થવિરોની પાસે શિક્ષા માટે સોંપ્યા. અનુક્રમે ગીતાર્થ થયા. આત્માને ભાવિત કરનારા, બહુશ્રુત બન્યા, અને ૨, ૩, ૪, ૫,, ૧૫ ઉપવાસ, માસક્ષમણ, બેમાસી, ત્રિમાસી અને ક્યારેક ચારમાસી કરી પારણું કરે છે. (૧૩૯) - દુષ્કર તપથી શરીર એટલુ બધુ પાતલુ અશક્ત બની ગયુ કે હાડકા અને નસો દેખાવા લાગી. પ્રભુ સાથે એકવખત રાજગૃહી પધાર્યા. ત્યાં દેવોએ ત્રણ ગઢ વગેરેની રચના કરી. ત્યારે લોકો વંદન માટે નીકળ્યા. ગોચરીનો સમય થતા શાલીભદ્ર મુનિ મા ખમણના પારણે પ્રભુને વાંદી ગોચરી જતાં હતા. ત્યારે પ્રભુએ કહ્યું. “આજ તારે માતાના હાથે પારણું થશે.” ઉંચાનીચા ઘેર ભમતાં બંને મહામુનિ ભદ્રા માતાના ઘેર પહોંચ્યા. પણ તપથી કાયા સુકાઈ ગયેલ હોવાથી કોઈએ ઓળખ્યા નહિ. “તેમજ પ્રભુ વીરને, ધન્ય અને શાલીભદ્ર મુનિને વાંદવા જઈશું.” તે. માટે તૈયાર થવામાં) બધા વ્યાકુલ બનેલા હોવાથી કોઈએ તેમના ઉપર ધ્યાન દોર્યું નહિ. ક્ષણવાર રહી મુનિ ત્યાંથી નીકળી ગયા. ભાગ્યયોગે ગોચરી પ્રાપ્ત કરી નગરથી નીકળી ગયા.
એટલામાં જન્માંતરની માતા ધન્યા ગામથી મહિઆરી-ભરવાડણ સાથે દહીં લઈ વેચવા સારુ નગરમાં પ્રવેશે છે. તેટલામાં પોતાના પુત્રને જોઈ રોમાંચિત બની અને સ્તનથી દૂધ ધારા નીકળવા લાગી, એવી માતાએ ભક્તિથી વાંદી બન્ને મહાત્માઓને દહી વહોરાવ્યું. ગોચરી. આલોવી પ્રભુને હાથ જોડી શાલીભદ્ર પુછયુ. “હે પ્રભુ અમારું પારણુ કેવી રીતે થયું? સ્વામીએ કહ્યું પૂર્વ જન્મની માતાના હાથથી. પછી પૂર્વ જન્મ કહ્યો. ત્યારે સંવેગ પામી તેજ દહીથી પારણું કરી પ્રભુને પૂછી વૈભારગિરિએ ગયા. એક શિલાને જાતે પૂંજી પાદપોપગમન' અનશન સ્વીકાર્યું.
એટલામાં તે ભદ્રા માતા, શ્રેણીક રાજા ભક્તિથી જિનને વાંદવા પ્રભુ પાસે આવ્યા. શાલીભદ્ર અને ધન્ય મહાત્મા કયાં છે ? અમારા ઘેર ગોચરી કેમ ન આવ્યા? પ્રભુએ કહ્યું “હે ભદ્રા!