Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 232
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સંગમેક કથા ૨ ૨ ૧ સંક્રમાવી દો. યંત્ર પ્રયોગથી દાસીઓએ તેમ કર્યું. ત્યારે વિવિધ અલંકાર મધ્યે અંગારા સરખી પોતાની વીંટી જોઈ વિસ્મયથી રાજાએ દાસીને પૂછયું આ શું? તે બોલી નારી સહિત શાલીભદ્રના નિર્માલ્ય = ગઈકાલનાં ઉતારેલા માલા વિ. ઘરેણાં એમાં નંખાય છે. તે સાંભળી રાજા વિચારમાં પડ્યો. તું પુણ્યનું અંતર તો જો હું રાજા અને આ મારો નોકર છતાં આની ભોગ લક્ષ્મી આવી ઉન્નત કોટિની છે. આ ધન્ય છે. સર્વ રીતે આ કૃતપુણ્ય પુણ્યશાળી, ઉત્તમ નર છે, આનુ જીવન, જન્મ, મનુષ્ય ભવ લાધ્ય છે. એ પ્રમાણે સ્નાન કરી અનેક જાતના રસવાળું વિશિષ્ટ ભોજન કરી કૃતકૃત્ય બની ઘેર ગયો. શાલીભદ્ર પણ વિરકત બની રહેલો છે. એટલામાં કલ્યાણમિત્રે આવી નિવેદન કર્યું કે હે સ્વામી ! તને વધામણી હો ! કારણ કે આ નગરમાં ઘણાં શિષ્યોથી પરિવરેલા ધર્મઘોષસૂરિ પધાર્યા છે. જેમને મનુષ્યદેવો નમે છે. અને પોતે ચાર જ્ઞાનના ધણી છે. તે સાંભળી શાલીભદ્રના રોમકૂપ વિકસિત થયા. અને સામગ્રી તૈયાર કરી વાંદવા ગયો. ૯૯ો. સૂરીએ ધર્મદેશના આપી કે સ્વકર્મથી જીવો શારીરિક અને માનસિક અનંત દુઃખો પ્રાપ્ત કરે છે. એટલામાં શાલીભદ્ર પુછયું હે ભગવન્! ક્યું કર્મ કરવાથી આપણા ઉપર કોઈ સ્વામી ના થાય ? દીક્ષા, દીક્ષાને જે જીવો સ્વીકારે છે તેઓ ત્રણે લોકના સ્વામી બને છે. ત્યારે ઘેર જઈ પગ પકડી ભદ્રા માતાને કહેવા લાગ્યો. “આજે મેં જિનધર્મ સાંભળ્યો જો માતા તમે અનુજ્ઞા આપો તો તેનું હું આચરણ કરું.” ભદ્રામાતાએ કહ્યું હે વત્સ ! તે હંમેશા લોહના ચણા ચાવવા જેવું અત્યંત દુષ્કર છે. અને તારું શરીર તો દેવભોગથી સદા લાલન પાલન થયેલું છે. તેથી આવું કષ્ટકારી અનુષ્ઠાન કેવી રીતે કરી શકીશ? શાલિભદ્ર પણ કહ્યું કે કાયર માણસ માટે આ વાત બરાબર છે પણ વીર અને પ્રશસ્ત મનવાળા માટે કાંઈ પણ મુશ્કેલ નથી. જો આમ છે તો મનુષ્ય સંબંધી ગંધમાલામાં અભ્યાસ કરી અને કાંઈક કાંઈ (થોડો થોડો) ભોગ નો ત્યાગ કર. તેમ સ્વીકારી દિવસે એક શય્યા અને એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યો. તેજ નગરમાં ધનાઢ્ય ધન્ય નામનો શેઠ છે. જેને શાલીભદ્રની નાની બહેન પરણાવેલી છે. પતિને હવરાવતી હતી ત્યારે આંસુ પડવા લાગ્યા. ભરથારે પૂછયું “હે ભદ્રા ! તારી આજ્ઞાનું કોને ખંડન કર્યું ? અથવા તો મન ઇચ્છિત કઈ વસ્તુ મળી નહિ ? તે બોલી, “મને આમાંથી કોઈ બાધા (પીડા) કરતું નથી. પણ મારો ભાઈ દીક્ષા લેવા તૈયાર થયો છે. રોજ એક એક સ્ત્રી અને શય્યા છોડે છે, તેનાં લીધે મને અવૃતિ થઈ છે.” ધન્ય કહ્યું “આવું કરે તે તો હીન સત્ત્વવાળો-કાયર કહેવાય” ત્યારે મશ્કરીમાં તેની અન્ય સ્ત્રીઓએ કહ્યું હે નાથ ! “જો સુકર હોય તો તમે જાતે કેમ નથી કરતા.” ? તમારું વચન બરાબર છે. આટલો કાલ દીક્ષા વગર ગયો. પણ અત્યારે સર્વ ત્યાગ કરતો દેખો, તેઓ બોલી અમો તો રમત કરતી હતી, તમે તો નિશ્ચયપૂર્વક બોલો છો. અનુરાગી પત્ની એવી અમને તથા ધનને અકાલ છોડો મા ! ત્યારે ધન્ય કહેવા લાગ્યો ધન, ધાન્ય, સ્ત્રીઓ બધુ અનિત્ય જ છે. તેથી હું પ્રભુ પાસે દીક્ષા લઈશ. ત્યારે નિશ્ચય જાણીને તેઓ બોલી – તો અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશુ. ધન્ય બોલ્યો- ઘણું

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244