Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 231
________________ ૨૨૦ મૂળશુદ્ધિ ભાગ-૧ જઈ પોતાનાં ઘેરથી માંડી રાજાના સિંહદ્વાર સુધી નિરંતર દુકાન રસ્તા વિ. શણગાર્યા અને ઠેર ઠેર વિવિધ જાતના નાચ, ગાન, નાટક વિ. રચાવ્યા. ત્યારપછી રાજાને વિનંતી કરી ત્યારે અંતઃપુરની રાણી સાથે રાજા દિવ્ય નાટક વિ. દેખતો શાલીભદ્રના ઘેર ગયો. તે ઘર કેવું છે તે કહે છે. ચકચકતા લાલ સોનાની ભીંતવાળુ,વિચિત્ર ચિત્રથી ચિતરાયેલું, માણિક્યથી બંધાયેલા ભૂતલવાળુ, તેજ મંડલો ચારે બાજુ પ્રસરી રહ્યા છે. સુંદર રચનાવાળી પુતલીયોવાળું, વીણા વાંસલીના અવ્યકત અવાજવાળું, લટકતી મોતીની માળાવાળુ, તારતાલના રણ૨ણ અવાજવાળું, ઝુલતા શ્રેષ્ઠ તોરણવાળું, મનુષ્ય સુખનું કારણભૂત, ઉંચા સાતમાળવાળુ,સારી રીતે ઘસાયેલુ તેમજ ધોળુ કરાયેલું પોલિશ લગાડીને ઘસીને ચીકણું ચમકતુ કરાયેલુ, વસ્ત્રથી કરાતી શોભાવાળુ, ઢોળક તબલા વિ.નો સમૂહ જેમાં વાગી રહ્યો છે, એવા ભવન-મહેલને દેખતો કરાયેલા અનેક મંગલવાળો, આશ્ચર્યથી ખીલેલાં નયનવાળો રાજા તેમાં પેઠો. અનુક્રમે ચોથા માળે રાજા ચઢ્યો. શ્રેષ્ઠ આસન ઉપર રાજાને બેસાડ્યો. અને વસ્ત્ર અલંકાર વિ. આપી ભદ્રા તેમની પાસેથી શાલીભદ્ર પાસે સાતમે માળે ગઈ અને કહ્યું કે “હે બેટા ! તને જોવા શ્રેણીક રાજા ચોથે માળે આવ્યો છે.” તેથી થોડીવાર માટે ત્યાં આવ. શાલીભદ્રે કહ્યું હે મા ! તું જ જાણે છે આનું કેટલું મોલ છે. માટે તું જ ગ્રહણ કરી લે. હું ત્યાં આવીને શું કરું ? ત્યારે માએ કહ્યું “આ કાંઈ કરિયાણુ નથી. પરંતુ સર્વ લોકો અને તારો ને મારો નાથ છે.” તે સાંભળી તેજ ક્ષણે વિરકત થયેલો વિચારવા લાગ્યો. “કે આ સંસારવાસને ધિક્કાર હો, જ્યાં મારો પણ અન્ય કોઈ સ્વામી છે, તો દુઃખથી ભરપૂર સંસારના ભોગ મારે ન જોઇએ. હું તો દુઃખથી મુકાવનારી દીક્ષા લઈશ.” એ પ્રમાણે સંવેગ પામેલો પણ માના આગ્રહથી તારા સાથે જેમ ચંદ્ર ઉતરે તેમ પત્નીઓ સાથે તે નીચે આવ્યો. શ્રેણીકને નમ્યો. શ્રેણીકે પણ સ્નેહથી ખોળામાં બેસાડી મસ્તકે ચુંબન કર્યું. (સુંધ્યું) થોડીવાર એના ખોળામાં રહ્યો. એમાં તો આંસુ ઝરાવા લાગ્યો. ।।૮ના તે દેખી માતાએ કહ્યું હે રાજન્ ! આને છોડી દો, કારણ કે આને મનુષ્ય સંબંધી ફૂળમાળા વિ.ની ગંધ પીડા કરે છે. દિવ્ય વિલેપન દ્રવ્ય ફૂળમાલા વિ. આના પિતા દેવ (દેવ બનેલા પિતાશ્રી) દ૨૨ોજ અર્પણ કરે છે. તેથી રાજાએ રવાના કર્યો, અને તે સાતમે માળ ગયો, રાજાએ ભદ્રાને કહ્યું અમે પોતાના આવાસે જઈએ. ભદ્રાએ રાજાને વિનંતિ કરી કે દેવ ! કૃપા-મહેરબાની કરીને આજ અમારા ઘેર જ ભોજન કરો. ત્યારે ભદ્રાથી આગ્રહ પામેલા રાજાએ તેણીની ભોજન પ્રાર્થના માન્ય રાખી ત્યારે ભદ્રાના વચનથી દાસ-ચારિકાઓ તેજ ક્ષણે મદનવર્ધક પુષ્ટિજનક તેજ વધારનાર લક્ષપાક વિ. તેલ આપ્યા. અને પોતડી આપી સુકુમાર હાથ-પગવાળા અંગમર્દન કરવામાં હોંશીયાર માણસો પરિવાર સહિત રાજાને માલીશ કરવા લાગ્યા. રત્નનાં પગથીયાવાળી વાવડીમાં રાજા સ્નાન કરતો હતો. તેટલામાં દૈવયોગે હાથમાંથી વીંટી સરી પડી. સંભ્રાંત નયનોથી (રાજાને) નામ મુદ્રાને જોતો દેખી ભદ્રામાતાએ (દાસીઓને) કહ્યું. “આ વાવડીનું પાણી ખાલી કરી બીજે

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244