Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 229
________________ ૨૧૮ મૂળશુદ્ધિ ભાગ-૧ ) તેથી તેઓની સાથે જ ઉપભોગ થઈ શકશે. કારણ કે તેમનું દ્રવ્ય હતું. તે આ વસંતદેવ વિ: છે. તે સાંભળી બધાને જાતિસ્મરણ થયું. પ્રભુ આ વાત એમજ છે. અમને શ્રાવક ધર્મ આપો. ત્યારપછી રાજય સંપદા ઉપહાર વિ. દાનફળને ભોગવી છેલ્લે ચારિત્ર લઈ દેવલોકે ગયા. તેઓના વચનથી નોકરે મુનિવરને દાન આપ્યું, તેના ફળ દ્વારા આ રાજા થયો. તે ફળથી અનુક્રમે આ મોક્ષે જશે. તેથી દાનમાં સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જોઇએ. “દ્રોણક કથા સમાપ્ત” (“શ્રી સંગમક કથાનક') મગધ દેશમાં ત્રણ લોકમાં પ્રખ્યાત અલ્કાપુરી જેવુ, સુંદર ધાન્યવાળુ, ગુણોથી ભરપૂર એવું રાજગૃહી નામે નગર છે. અભિમાની શત્રુરૂપી હાથીઓના ગંડસ્થલને ભેદવામાં સમર્થ સિંહ સમાન શ્રેણિક નામે રાજા છે. ચેલ્લણા નામે સૌભાગ્યના ગર્વવાળી, વર્ણ ને લાવણ્યથી યુક્ત, કલા કૌશલથી શોભતી એવી તેને રાણી છે. આ બાજુ નગરથી શાલિગ્રામમાં છિન્નવંશવાળી = જેના વંશમાં બીજુ કોઈ નથી એવી ધન્યા સંગમ નામના પુત્રને લઈને આવી, બાલક છોકરાઓને સંભાળે છે. પર્વમાં તહેવારમાં બાળકોને ખીર ખાતા દેખી તેને ખીર માંગી, વારંવાર ખીર માંગતા તેમજ રડતો દેખી માંને પૂર્વની મનોજ્ઞ ઋદ્ધિ યાદ આવી તેથી તે પણ રડવા લાગી. પાડોશી બહેનોએ કારણ પૂછયું ત્યારે સર્વ વાત કરી ત્યારે તેઓએ દૂધ વિ. આપ્યું. ખીર બનાવી પછી ઘી-ખાંડથી વ્યાપ્ત ખીરની થાળી ભરી પુત્રને આપી કામ માટે ઘરની અંદર ગઈ. માસખમણના પારણે ત્યાં સાધુ આવ્યા. તેમને દેખી રોમરાજી વિકસિત થઈ ગઈ અને વિચારવા લાગ્યો કે આજે મારો જન્મ સફળ બન્યો. પુણ્યયોગે ચિત્તવિત્ત અને પાત્ર ત્રણે પણ પૂર્ણ થયા. “આજે પુણ્ય પ્રગટ્યું છે” એમ વિચારી પ્રફુલ્લિત નયનવાળો તે બાલક થાળ ઉપાડી પાસે જઈ કહેવા લાગ્યો “હે નાથ ! અનુગ્રહ કરો” શુદ્ધ જાણી સાધુએ પાત્ર ઉંચુ કર્યું (ધર્યું) વૃદ્ધિ પામતાં ભાવોથી તેણે સર્વ ખીર પાત્રમાં નાંખી દીધી. “પુણ્યમાં અંતરાય થશે.” એવા ડરના લીધે સાધુએ તેને વાર્યો નહિ. ભક્તિથી વાંદી પોતાના સ્થાને બેઠો. સાધુ નીકળી ગયા પછી માતા ઘરથી બહાર આવી આને ખાઈ લીધી છે. એમ માની ફરીથી થાળ ભર્યો. કંગાલ હોવાના લીધે પેટ ભરીને ખાધી. અજીર્ણ થવાથી રાત્રે સાધુનું સ્મરણ કરતા મરણ પામ્યો. તે દાનના પુણ્યથી રાજગૃહ નગરમાં ગોભદ્ર શેઠની પત્ની ભદ્રાના ગર્ભમાં આવ્યો.સુંદર પાકેલા ડાંગર (શાલિ) ના ખેતરને સ્વપ્નમાં જોઈને જાગી.તારે પુત્ર થશે. એમ શેઠે અભિનંદન આપ્યા. બે મહીના થતા દાનાદિ ધર્મ કરવાનો દોહલો ઉત્પન્ન થયો. શેઠે પૂરો કરાવ્યો. નેત્રને આનંદદાયક પુત્રને જન્મ આપ્યો. દાસીએ જલ્દીથી શેઠને વધામણી આપી.તેઓને દાન આપી પોતાના હાથે જ પુત્રનું માથુ ધોયુ. અને ખુશ થઈ મહોત્સવ પ્રવર્તાવ્યો. વાગતા વાજિંત્ર ના શબ્દથી આકાશ આંગણુ ભરાવા લાગ્યું. દાનધોધ વહી રહ્યો છે. છત્ર અને કોલાહલ વ્યાપ્ત સેંકડો

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244