Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 227
________________ ૨ ૧૬. મૂળશુદ્ધિ ભાગ-૧ જાણતો કે મારું મન વસંતદેવને મૂકી બીજે રમતુ નથી. અથવા આ પ્રલાપ કરવાથી શું ? બીજા જન્મમાં તે જ પતિ આપજે એમ બોલી તોરણ ના એક દેશમાં તેણીએ ફાંસો બાંધ્યો. અને પોતાનું . માથું તેમાં ફીટ કરવા તે દોડે છે. તેટલામાં બહાર નીકળીને વસંતદેવે તેણીને પકડી, તું ચિંતા કરીશ મા. હું તેજ તારા હૃદયનો સ્વામી છું. અમારા મિત્રને તારો વેશ આપી દે અને તેનો તું લઈ લે જેથી આ તારા પિતાના ઘેર જશે. આ બહુ સરસ, હર્ષથી પોતાનો વેશ તેને આપી દીધો. કામપાલ પણ મોટો ઘુંઘટ કાઢી બહાર નીકળ્યો અને પ્રિયંકરાને પાત્રી આપી પાલખીમાં ચડ્યો. વાહકોએ ઉપાડી. પંચનંદિના ઘેર ગયો, માતાના ઘેર તેને બેસાડ્યો અને કહ્યું ઇષ્ટ વિશિષ્ટ પ્રિય સમાગમના મંત્રને જપી એમ કહી પ્રિયંકરા કોઈ કામથી નિકળી ગઈ. એટલામાં શંખપુર નિવાસી કેશરાના મામાની છોકરી મર્યાદા નિમંત્રણ આપવાથી પરિવાર સાથે ત્યાં આવી. કેશરાને જોવા માતાના ઘરમાં ગઈ, કામપાલ પાસે બેસી અને કહેવા લાગી કે હે બેની ! તું ખેદ કરીશ મા, કારણ સર્વ જીવો કર્મને વશ છે, પૂર્વકર્મના દોષથી સંસારમાં દુઃખોને પામે છે. વિવેકી અને નિર્વિવેકી માં આટલો જ તફાવત છે. વિકિઓ સંસારના સ્વરૂપને વિચારે છે. જ્યારે વિવેક વગરના અસમંજસ બુમરાડ મચાવે છે. બેન તારા કરતા મારી ઘણી કરુણ કથા છે. અને પૂર્વની સર્વ બીના કહી સંભળાવી. શંખપુરમાં આ વસંતદેવ પ્રત્યેના અનુરાગ સંબંધી બધોજ વૃત્તાંત કારણથી આવેલી તારી સખીએ મને કહી સંભળાવ્યો. તેથી તે બેન ! શોકને છોડી તું મા બાપ કહે તે પ્રમાણે કર. ભાગ્ય-વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય, તેને સમભાવે સહન કર. હે બેન ! તારા કરતા મારી કરુણ કથા છે. છતા મા બાપને દુઃખ થશે તેના ભયથી હું જીવું છું. બન્યું એમ કે ભગવાન શંખપાલની યાત્રા નગરજનોએ પ્રારંભ કરી હું પણ સહેલીઓ સાથે ગઈ. ઉદ્યાનમાં આંબાની પંક્તિ વચ્ચે અનેક જાતની રમતથી રમતી હતી. ત્યારે થોડાક દૂર રહેલા એક યુવાનને મેં જોયો. કામદેવ સરખા મોહક શરીરવાળા તેનાં ઉપર મને ગાઢ અનુરાગ જાગ્યો. તે પણ અનુરાગના વશથી મારી સામે પુનઃપુનઃ જોવા લાગ્યો. મારી સખી હાથે મેં તાંબૂલ મોકલાવ્યું. તેણે લીધું પણ ખરું, હજી મારી સખી સાથે વાત તો થઈ નહિ તેટલામાં મહાવત વિનાનો નિરંકુશ થયેલો મિત્તકરી-મદોન્મત્ત હાથીએ મને અડધી પકડી એટલામાં તેણે હાથીની પીઠ ઉપર લાકડી ફટકારી ત્યારે મને મૂકી તેની સામે હાથી આવ્યો. તે યુવાને પણ હાથીને છેતરી, મને લઈને હાથીના ભય વગરના સ્થાનમાં લાવી અને હૃદયમાંથી નહિ મુકાતી એવી મને ત્યાં મૂકી. મારો સ્વજન વર્ગ ભેગો થયો, અને તેમને યુવાનને અભિનંદન આપ્યા. એ અરસામાં સાપો સાથે વાદળા વરસવા લાગ્યા. તેના ભયથી લોકો ભાગંભાગ કરવા લાગ્યા. ત્યાર પછી મારા હૃદયને હરનારો તે ક્યાં ગયો ? તેની મને ખબર નથી. કેટલાક દિવસ નગરમાં તેની તપાસ કરાવી. પણ તે જડ્યો નહિ. તેથી તે બહેન ! વિધિએ અધન્ય એવી મને તો તેના દર્શનથી પણ દૂર કરી દીધી. જેથી કહ્યું છે કે નિરંકુશ બનેલો ચક્રવાક-ચકક્વો પક્ષી પાણીમાં પડેલા

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244