Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 226
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા ૨ ૧૫ ઇભ્યપુત્ર હું યૌવનના ઉન્માદથી દેશાટન કરવા નીકળ્યો. શંખપુર નગરે પહોંચ્યો. ત્યારે ત્યાં શંખપાલ યક્ષની જાત્રા હતી. તેને જોવા બાળકો અને ઘરડા સાથે આખુય નગર ગયું. હું પણ ત્યાં ગયો. સુંદર ક્રીડારસ પ્રવર્યો. તેટલામાં મેં આંબાની શ્રેણી મધ્યે પોતાની સખીઓ સાથે બેઠેલી એક કન્યાને દેખી, તેણીના પ્રત્યે મને ઘણોજ અનુરાગ થયો. તે પણ મને દેખી જોરદાર અનુરાગને વશ થઈ નવા વાદળાના દર્શન થતા મોર ઉત્કંઠિત બને તેમ ઉત્સુક બની પોતાની બેનપણીના હાથે મને તેણીએ તંબોલ મોકલ્યું. હું કાંઈ બોલ્યો નહિ, એટલામાં તો રાજહાથી વિફર્યો. તેણે બધુ વેર વિખેર કરી નાંખ્યું અને આંબાની શ્રેણીમાં આવ્યો. કન્યાનો પરિવાર ભાગી છૂટયો, પણ તે કન્યા ભાગવા સમર્થ ન થઈ. હાથી પણ તે કન્યાને પકડે તેટલામાં મેં પાછળથી પ્રહાર કર્યો, તેથી કન્યાને મૂકી મારા તરફ વળ્યો, હાથીને વંચી કન્યાને પકડી અને હૃદયથી નહિ છૂટતી તે કન્યાને નિરુપદ્રવ સ્થાનમાં મૂકી તેણીનો પરિવાર આવ્યો. બધાએ મારું બહુમાન કર્યું. એટલામાં સાપોની વર્ષા થઈ. બધા આમ તેમ નાઠા. ત્યાર પછી તે કન્યા ક્યાં ગઈ તે મેં જાણ્યું નહિ. તેણીની માહિતી પ્રાપ્ત નહિ થવાથી કેટલાક દિવસ નગરમાં ભમી તેના વિરહથી ઉત્કંઠિત બનેલો તેના માટે વ્યાકુલ હું અહીં આવ્યો. વસંતદેવે કહ્યું ઉપાય બતાવ. તેણે કહ્યું આવતીકાલે તે પરણશે.તેથી આજ રાત્રે તેણીએ રતિયુક્ત કામદેવની પૂજા કરવાની હોય છે. તે એકલી જ કરે છે. એવી રૂઢિ છે. તેથી આપણે તેના આવતા પહેલા કામદેવના મંદિરમાં પેસી જઈશું. તેણીની ઇચ્છાથી તેણીના વેશને પહેરી હું તેણીના ઘેર ચાલ્યો જઈશ. હું ગયા પછી તું તેણીને લઈ ભાગી જજે. યુક્તિ યુક્ત તે સાંભળી હરખાયેલા વસંતદેવે કહ્યું મિત્ર ! આમ કરતા તારે ભારે અનર્થ થશે. એ વખતે ક્યાંથી આવેલી શુભ દિશામાં રહેલી વૃદ્ધ બ્રાહ્મણીએ છીંક કરી, તેથી કામપાલે કહ્યું મારે કાંઈ અનર્થ નહિ થાય. પણ તારું કાર્ય કરી આપવાથી મોટો અભ્યદય થશે. એ વખતે બીજા કોઈક સાથે બોલતા વૃદ્ધ બ્રાહ્મણો પોતાની કથા સાથે સંબદ્ધ કહ્યું કે એમાં કોઈ સંદેહ નથી. આ એ પ્રમાણે, જ છે. એમ શુકનના ભાવાર્થને ગ્રહણ કરી કામપાલે કહ્યું એમ કરવાથી બધા સારા વાનાં થશે. ત્યારપછી ઉઠીને નગરમાં પ્રવેશ કર્યો. ભોજન કર્યું પરિજન અને સેવક વર્ગને તે કાલને ઉચિત એવા કાર્યમાં જોડીને સંધ્યાકાળે કામદેવના મંદિરમાં પેઠા. પ્રતિમાની પાછળ રહ્યા. થોડા જ કાળમાં વાજિંત્રનો અવાજ સંભળાયો. આ તે આવે છે તે પ્રમાણે ચિત્તથી હર્ષિત થયા. તેટલામાં સ્વજનવર્ગથી પરિવરેલી કેશરા આવી. પાલખીમાંથી ઉતરી પ્રિયંકરાના હાથમાંથી વિવિધ પૂજાના ઉપકરણોથી ભરેલા પાત્રને ગ્રહણ કરીને અંદર પેઠી. કલ્પ પ્રમાણે દ્વારને બંધ કરી કેશરા પૂજા ઉપકરણની પાત્રી મૂકીને કામદેવ પાસે જઈ કહેવા લાગી. હે ભગવાન્ ! રતિવલ્લભ ! સમસ્ત પ્રાણીઓનાં ચિત્તને સાક્ષાત્ જોનારા હે નાથ ! દીન એવી મારે આ પ્રમાણેનો સંબંધ યોગ્ય નથી. ભક્તિથી આટલો કાલ મેં તારી વિવિધ જાતની પૂજા કરી કે જેથી તે ખરેખર મારું મન ગમતું કરીશ. પણ તે તો આવુ ઉંધુજ કર્યું. શું તું નથી

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244