Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 224
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા ૨ ૧૩. નીકળી રહી છે. વિશેષ રીતે ઉજજવલ વેશ અને રત્નથી શણગારેલા અંગની શોભાવાળા યુવાન યુવતિના યુગલો હિંડોળા ઉપર ખેલે છે. વિવિધવૃક્ષના સંકુલમાં અને રમ્યવનમાં યુવતિઓ સાથે મેદોન્મત્ત યુવાનો ક્રીડા કરે છે. દુકાનો બંધ કરીને દારૂડિયા માણસો મદિરા પીએ છે. નશાના લીધે બેભાન બની ધરણીતલે પડે છે. બીજાઓ દારૂ ઘણો પીવાઈ જવાથી પગ પહોળા કરી વમન કરે છે. બીજા કેટલાક કામ વગર અહીં તહિ ભટકે છે. અન્ય સ્વગોત્રની પ્રશંસા વડે હૃદયમાં સમાતા નથી. અને ખુશ થઈ અનેક જાતના દાન આપે છે. અન્યજનો લોકો સામે પોતાની પ્રિયાને આલિગન કરે છે. બીજ રહસ્યવાતો બોલે છે. તથા વિવિધ ગીતો ગાય છે.વસંત મહિનામાં કામથી ઉન્મત્ત થયેલા યુવાનોની આવી કેટલી અસમંજસ ચેષ્ટાઓ કહી શકાય ? અને ત્યાં અષ્ટમીચંદ્રમહોત્સવમાં વસંતદેવ રતિનંદન બાગમાં ગયો. ત્યાં સખીઓથી પરિવરેલી ક્રીડા રસને અનુભવતી કેશરાને જોઈ અને વિચારવા લાગ્યો... “શું આ વનદેવી છે? અથવા તો શું શરીર ધારણ કરીને રતિદેવી અહીં આવી છે. અથવા તો દેવ કન્યા છે કે પાતાલ કન્યા છે કે અથવા લક્ષ્મી છે કે અથવા શું રોહિણી છે ગૌરી છે કે વિદ્યાધરી છે કે મનુષ્યની સ્ત્રી છે ? અથવા પ્રજાપતિએ આણીનું રૂપ બનાવ્યું લાગે છે. કારણ કે હસ્તસ્પર્શથી આલિંગિત થયેલાની આવી શોભા ન હોય “એમ વિચારતા વસંતદેવ ઉપર કેશરાની નજર પડી પૂર્વભવના સ્નેહથી પરસ્પર નજર મળી. આ કોણ છે ? એમ સરખી વયવાળા જયંતીનગરીના રહેવાસી પોતાના મિત્ર પ્રિયંકરને વસંતદેવે પૂછ્યું, આ પંચનંદીની પુત્રી છે. અને જયંતદેવની બહેન છે, તેથી તેણે જયંત સાથે પરિચય કર્યો. તેણે વસંતદેવને ઘેર જમવા બોલાવ્યો. ત્યાં કામદેવની પૂજા કરતી કેશરાને જોઈ, તેણીએ પણ જયંતદેવના હાથમાંથી પુષ્પમાળાને ગ્રહણ કરતાં વસંતદેવને દેખ્યો. અનુકૂલ શુકન હોવાથી અને ચિત્તમાં હર્ષ પામ્યા. તેણીનો આ ભાવ પાસે રહેલી પ્રિયંકરા નામની ધાત્રીપુત્રીએ જાણી લીધો. આણીને કહ્યું કે સ્વામિની ! તારે પણ આ મહાનુભાવનો કાંઈક ઉપકાર કરવો જોઈએ. તે બોલી તું જ યથાયોગ્ય કર. તે દાસીએ ઘરના બાગમાં રહેલા તેને પ્રિયંગુમંજરી અને તાજા તેમજ ઈષ્ટ વિશિષ્ટને દેવા યોગ્ય આ ફળ કેશરાએ મોકલ્યા છે. હર્ષથી ગ્રહણ કરી મુદ્રારત્ન આપીને કહ્યું ઇષ્ટને અનુરૂપ ચેષ્ટા કરવી જોઇએ. આ સર્વે કેશરાને કહ્યું અને રાત્રે હું વસંતદેવને પરણી ગઈ. એવું સ્વપ્નમાં જોયુ.પેલાએ પણ આવું સ્વપ્ન જોયું. ખુશી થયેલી પ્રિયંકરાએ કહ્યું એ અરસામાં વાસભવનમાં કોઈક પુરોહિતે પોતાની કથાથી સંબદ્ધ કહ્યું કે આ એમજ થશે. પ્રિયંકરાએ કહ્યું કે તે સ્વામિની ! તારે ચોક્કસ વસંતદેવ પતિ થશે. ત્યારે કેશરાએ શુકન ગ્રંથી (ગાંઠ) બાંધી, આ સર્વ વસંતદેવને કહ્યું “સંવાદીસ્વપ્ન છે.” એમ ખુશ થઈ પ્રિયંકરાનું સન્માન કર્યું, તે બોલી શુકન ગ્રંથી સંબંધથી સ્વામીએ પોતાની જાત તમને અર્પણ કરી દીધી છે. તેથી વિવાહ સામગ્રી તૈયાર કરો. વસંતદેવે કહ્યું બ્રહ્માએ જ તૈયાર કરી દીધી છે. એમ દરરોજ પરસ્પરની હકીકત મોકલીને કેટલાક દિવસો ગયા. તેટલામાં પોતાના ઘેર રહેલા વસંતદેવે પંચનંદિશેઠના ઘેર મંગલ વાજીંત્રનો ધ્વનિ સાંભળ્યો. આ શું છે ? આ

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244