________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રોણક કથા
૨ ૧૧ પ્રભુને કેવલજ્ઞાન થતા ઠાઠમાઠથી જેણીની પાછળ સુર અસુર માણસો ચાલી રહ્યા છે, એવી તે પ્રભુ પાસે ગઈ. યથાવિધિથી પ્રભુએ દીક્ષા આપી. છત્રીસ હજાર સાધ્વીઓની પ્રવર્તિની સાધ્વી બની. કાળ જતા કેવલજ્ઞાન મેળવી પરમસુખ મોક્ષને પ્રાપ્ત કર્યું. “ચંદના સતીકથાનક સમાપ્ત”
દ્રોણક કથાનક) ધરતી રૂપ નારીનાં ઘરેણા સમાન સર્વ દેશોની મળે જે મુકુટ સમાન શોભે છે, એવો કૌશલ નામે દેશ છે. તેમાં દશે દિશામાં પ્રખ્યાત શ્રીપુર નામે શ્રેષ્ઠ નગર છે. ત્યાં નિશ્ચયથી ચંદ્રના કિરણોનાં વિસ્તાર સમાન યશના ફેલાવાથી જેણે સંપૂર્ણ ધરતીતલ સફેદ કરી દીધુ છે એવો “તારાપીડ' નામે રાજા છે.
સુર અસુર વિદ્યાધર માણસોની રૂપાળી નારીઓનાં રૂપને ઝાંખુ પાડનારી રતિસુંદરી નામે તેને રાણી છે. તેજ નગરમાં આખાએ નગરમાં પ્રધાન સુધન, ધનપતિ, ધનેશ્વર, ધનદ નામે ચાર શ્રેષ્ઠિ પુત્રો છે. તે ચારે મિત્ર છે. એક વખત તેઓ મા-બાપને કહ્યા વિના પ્રધાન સોનું, માલ અને મૂલ્ય લઈ ભાથુ ઉપાડનાર એક દ્રોણક નામના નોકર સાથે રત્નદ્વીપ તરફ પ્રયાણ કર્યું.
રસ્તે જતાં મોટું જંગલ આવ્યું, તેનાથી બહાર નીકળતા તો લગભગ ભાથુ ખલાસ થઈ ગયુ. એ અરસામાં એઓએ પ્રતિમાપારી એક મહામુનિને જોયા અને વિચાર્યું. * તપથી સુકવી નાંખેલા શરીરવાળા, દુર્ધર ક્રિયા કલાપમાં મન રાખનારા, કામાગ્નિને પ્રશાંત કરવા માટે વાદળા સમાન, પાંચ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબુમાં રાખનાર, સર્વ ગુણોના આધાર એવા આ પ્રધાનપાત્રને ભક્તિ પૂર્વક અન્ન વિ. વહોરાવે તે ધન્ય પુણ્યશાળી છે. તેઓનો મનુષ્ય અવતાર સફળ છે. તેથી અમો પણ આ ભાગ્યશાળીને વહોરાવીયે. એ વખતે પાત્ર પડિલેહી યુગમાત્ર દષ્ટિ નાંખી મુનિ વહોરવા ચાલ્યા. ત્યારે હર્ષથી ભરેલા હૃદયવાળા તેઓએ દ્રોણકને કહ્યું કે, હે દ્રોણક ! આ ભાથુ આ સાધુને આપ, પ્રાપ્ત થયેલી શ્રદ્ધા વિશેષથી વિકસતા મુખકમલવાળા, તેણે રોમાંચિત બની તપસ્વીને વહોરાવ્યું. અનુક્રમે રત્નદીપ પહોંચ્યા, ધાર્યા કરતા સવાયો. લાભ થયો. પોતાના નગરમાં આવ્યા, દીનાદિકને દાન આપવા પૂર્વક મોજ કરે છે. પરંતુ ધનપતિ અને ધનેશ્વર સૂક્ષ્મ માયા રાખે છે.
એ અરસામાં આવું પૂર્ણ કરી દ્રોણક મર્યો. ભરતમાં કુરૂદેશનાં અલંકારભૂત હસ્તિનાપુરના રાજા દુuસહની પટરાણી શ્રી સુંદરીની કુક્ષિમાં ઉપન્યો. તેણીએ તેજ રાત્રીમાં અમૃત રસ સારવાળા ફેલાતા કિરણોનાં પૂરથી ધરતી અને આભના આંતરાને જેણે (ભીનો કરી દીધો -પખાલી દીધા છે) અને ગગનના આંગણાને જેણે શોભાવી દીધો છે એવા પૂર્ણ મંડલવાળા ચંદ્રને મોઢાથી પેટમાં પ્રવેશતો જોયો. તેનાં દર્શનથી ભય ઉત્પન્ન થવાથી નિદ્રા ઉડી ગઈ. અને પતિને સ્વપ્ન કહ્યું. સ્વાભાવિક પોતાના પતિ માહાત્મથી નિશ્ચિત કરેલા સ્વપ્નના ભાવાર્થથી રોમકૂપ ખડા થવાથી