________________
૨ ૧૦
મૂળશુદ્ધિ ભાગ-૧
તપ નિ:સંદેહ નાશ કરનારો બનશે. અને બીજું કમલ સરખુ કોમલ તારું શરીર તીવ્ર તપને કેવી રીતે સહન કરી શકશે? તીવ્ર તડકાને વૃક્ષજ સહી શકે, પણ નવો અંકુરો નહિં. તીવ્ર તપ સંતાપને વયથી પરિણત થયેલો સહી શકે, બાલ શરીરવાળો નહિ. તડકાના દર્શન માત્રથી ગોપદમાં ખાબોચિયામાં રહેલું (ગાયના પગથી ખણાયેલી જમીન માત્ર) પાણી સુકાઈ જાય છે. એમ વયની વૃદ્ધિ ઈષ્ટ સાધન માટે કારણ બને છે. પૂર્ણ ચંદ્ર સંપૂર્ણ જગતને ઉદ્યોતિત કરે છે, પણ ચંદ્રરેખા (બીજનો ચંદ્ર) નહિ. (૫૬)
આવું સાંભળી થોડુ મોઢું મલકાવી ચંદના બોલી હે મહારાજ ! બુદ્ધિશાળી એવા આપ આ પ્રમાણે શા માટે બોલો છો ? પ્રાણીઓને જયારે સામર્થ્ય અને સંપૂર્ણ વિર્ય હોય તે કાલ જ તપનો છે તેને પંડિતો પ્રશંસે છે. નહિ હણાયેલ ઇંદ્રિય સામર્થ્યવાળો પ્રાણી સર્વ કર્તવ્ય કરવા માટે પ્રથમ વયમાં જ સમર્થ હોય છે. જ્યારે સર્વ ઇન્દ્રિયની વિકલતાથી લાવણ્ય મંદ પડી ગયું હોય એવું શરીર બની જાય છે. જ્યારે પોતે ઉઠવા માટે પણ અસમર્થ હોય તે વખતે કયું કર્તવ્ય તે કરી શકશે ? તપ વીર્યથી સાધ્ય છે, શરીરમાત્ર તેનું સાધન નથી” જેમ વજ પર્વતને ભેદી શકે, માટીનો પિંડ નહિ. સામર્થ્યથી રહિત માણસ શું કાંઈ પણ કરી શકે? તેથી યૌવનવયમાં જ ધર્મ કરવા ઈચ્છું છું. અને બીજુ આ રત્નવૃષ્ટિ પુણ્યાનુબંધી પુણ્યને કહેનારી છે. જે મને ધર્મ ઉદ્યમમાં ઉત્સાહ જગાડે છે. શું તમે વિદ્વાન માણસોએ કહેલું નથી સાંભળ્યું – કે “ધર્મ વગરના જીવો સર્વ સંપદાના ભાજન બનતા નથી.” એ વખતે ઇન્દ્ર શતાનીક રાજાને કહ્યું ભો રાજનું ! આવું ન બોલો કારણ કે –
શું તમે જાણ્યું નથી આ સંપૂર્ણ શીલગુણ વૈભવવાળી ચંદન વૃક્ષની શાખાની જેમ આ ચંદના સ્વભાવથી ઘણી જ શીતલ છે. સંયમ ઉદ્યમમાં પ્રવર્તનારી પાપ વગરની પ્રભુવીરની સાધ્વીઓમાં આ પ્રથમ સાધ્વીજી થશે. હૃદયમાં વિચારેલ ઉતાવળથી શીધ્ર પ્રવ્રજ્યા કાલને પ્રાપ્ત કરવાની દ્રઢ ઇચ્છાવાળી અને બીજુ કહેવું પણ યોગ્ય નથી.
પ્રભુનો દીક્ષાથી અનુગ્રહ કરવાનો યોગ્ય સમય થાય ત્યાં સુધી તમારે ઘેર ભલે રહે. અને આ રત્નવૃષ્ટિનું ધન પણ આપ્યું છે, તેને તું (ચંદના) ગ્રહણ કર. અને અત્યારે જેણે જે યોગ્ય હોય તેને આપ. ત્યારે ચંદના ઈન્દ્રની અનુમતિ માત્રથી શેઠની અનુજ્ઞા લઈ સર્વધન સાથે રાજાને ઘેર જવા રવાના થઈ. ઈચ્છા મુજબ દીન-અનાથને ધન આપતી ચંદનાને ગૌરવપૂર્વક રાજા પોતાના રાજમહેલમાં લઈ ગયો. ઈન્દ્રના વચનથી ઉત્સાહિત બનેલા રાજાએ ધનશેઠનું સન્માન કરી સંપૂર્ણ વ્યવસ્થા કરીને અંતઃપુરમાં કન્યાને રાખી. ત્યાર પછી તેણીએ સર્વ ઘરેણાનો ત્યાગ કરેલો હોવા છતાં સ્વાધીન શીલ અલંકારથી તેણીના અવયવો શોભતા હતા અત્યંત મનોહર રૂપ લાવણ્ય યૌવનના પ્રકર્ષવાળી હોવા છતાં પણ પરિણત ઉંમરવાળી વ્યક્તિ જેવુ તેણીનું આચરણ હતુ. સર્વ કામ ઇન્દ્રિયોનો (ઇન્દ્રિયના વિષયસુખનો) તિરસ્કાર કરેલો હોવા છતાં તે અતુલ્ય શમસુખનો સ્વાદ માણી રહી છે. ભગવાનના કેવલજ્ઞાનની ઉત્પત્તિના સમયની રાહ જોતી ત્યાં રહેલી છે.