________________
મૂળશુદ્ધિ ભાગ-૧
કહ્યું હે મહારાજ ! સાધુ લોકોના વિચિત્ર-વિવિધ જાતના અભિગ્રહોય છે, તેથી કેવીરીતે જાણી શકાય ? તો પણ દ્રવ્યથી વિચિત્ર દ્રવ્યો, ક્ષેત્રથી જુદા જુદા પ્રદેશમાં દાતા ઉભો હોય ઇત્યાદિ, કાળથી પહેલો પહોર વગેરે, ભાવથી, દાતા હસતો હોય, રડતો હોય, નાચતો હોય, ગાતો હોય, રમતો હોય ઇત્યાદિ. ત્યારે જેમ કહ્યુ તેમ રાજાના આદેશથી લોકો દાન આપવા તૈયાર થયા છતાં પ્રભુ લેતા નથી.તેથી અત્યંત ચિંતાતુર બનેલા લોકો વિચારવા લાગ્યા.
આ આખો દેશ પુણ્યહીન છે. જે કારણથી અહીં રહેલા જગદ્ગુરુનો પણ વ્યવહાર વિધિથી અપાયેલા અન્નપાનથી ઉપકાર કરી શકાતો નથી. જેનું યત્નથી (યોગ્યતાથી જોડાયેલું) જોએલ દાનને યતિઓ ગ્રહણ કરતા નથી, તે ગૃહસ્થ શું કામનો ? તેનો ઘરવાસ નકામો છે. જેમ જેમ પ્રભુ આગળ અર્પણ કરાયેલુ અનેક જાતનું ભક્તપાન પ્રભુ લેતા નથી. તેમ તેમ માણસો પ્રભુની ચિંતાથી મંદ થયેલા વિઠ્ઠલ બનેલા ખેદ પામે છે. એ પ્રમાણે પોતાના વૈભવ ઉપભોગ સંપત્તિની નિંદા કરવા પૂર્વક વ્યગ્ર બનેલા માણસો ધન પરિજન સમૃદ્ધિ સર્વ નિષ્ફળ માને છે. (૨૯)
એ પ્રમાણે પાંચ દિવસ ન્યૂન છ મહિના સુધી વિચરતા ધનાવાહ શેઠના ઘેર પ્રવેશ્યા. પૂર્વે વર્ણવાયેલાં સ્વરૂપવાળી ચંદનબાલાએ પ્રભુને જોયા અને વિચારવા લાગી....
આલોકમાં હું કૃતાર્થ છુ, પુણ્યશાળી છુ, જેણીના પારણાંના દિવસે આ પરમાત્મા પધાર્યા છે. જો કોઈ પણ હિસાબે પ્રભુ મારાં અડદ બાકળા ગ્રહણ કરે તો દુઃખ પરંપરાને જલાંજલિ આપી દેવાશે. એમ વિચારતી હતી એટલામાં ત્યાં પ્રભુ આવી ઉભા રહ્યા. ભક્તિ સમૂહથી પૂર્ણ ભરેલાં અંગવાળી જલ્દી બાકળા લઈ આપવા તૈયાર થઈ, પણ પ્રભુ માટે અનુચિત કહેવાય એથી રડવા લાગી અને સાંકળે બંધાયેલી બહાર નીકળી શકતી નથી. પગેથી (ડેહલી) ઉંબરાને રોકીને જગદ્ગુરુને કહેવા લાગી હે ભગવાન્ ! આપને કલ્પતા હોય તો મારા ઉપર અનુગ્રહ કરી ગ્રહણ કરો ! અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી સ્વામીએ પણ હાથ પસાર્યો. તે પણ તેમાં નાંખી ફરીથી વિચારવા લાગી પુણ્યશાળી ત્યારે પોતાનાં ભવનમાં આવા ઉત્તમ પાત્રને પ્રાપ્ત કરે છે, જ્યારે તે પ્રાણીઓને મોટુ કલ્યાણ થવાનું હોય. કલ્યાણ પરંપરા ફરી મારે ચાલુ થશે. કા૨ણ કે પ્રભુએ સ્વયં ઉપકાર કર્યો. અભિગ્રહના પારણામાં પ્રભુને પારણુ કરાવ્યું. તેથી નર દેવ અને મોક્ષ સુખ મારા હાથમાં જ આવી ગયા છે. (૩૮)
૨૦૮
એ અવસરે ‘અહો દાનં સુદાનં' બોલતા દેવસમૂહે આકાશમાં વસ્ત્ર ઉડાડ્યા. પુષ્પવૃષ્ટિ કરી. વાદળાઓએ સુગંધિ જલ વર્ષાવ્યું. સુગંધિ વાયરો વાવા લાગ્યો. દેવદુંદુભિ વાગી. દેવોએ રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ પોતાના હાથે નાંખેલા વિવિધ મણિના કિરણોથી દિશાભાગ રંગાઈ = પરસ્પર રંગો મળવાથી વધી ગયેલ વર્ણની અન્ય અન્ય વર્ણ શોભા ઇંદ્ર ધનુષ્યની લાકડીની જેમ શોભે છે. ગંધથી ભેગા થતાં ભમરાંના કુળ વલયાકારે લીન થઈ ઝંકાર કરી રહ્યાં છે,” એવી કલ્પવૃક્ષના પુષ્પની વૃષ્ટિ પડી રહી છે. પુષ્પવૃષ્ટિએ દિશાનાં છેડાઓને આનંદથી પુષ્ટ કરી દીધા.કોમલ કરકમલ દ્વારા તાલમાંથી નવા નીકળેલા શબ્દથી શબ્દમય બનેલ ગંભીર અવાજમાં