________________
મૂળશુદ્ધિ ભાગ-૧ ચંદના કથા
૨૦૯ વાગતા વાઘથી યુક્ત એવો દુંદુભિનો અવાજ ઉછળી રહ્યો છે. મનોહર ભુજાથી ફેલાયેલા હાથરૂપકળીની અંજલિને મસ્તક કમલ સાથે જોડવા પૂર્વક દેવોએ જયજયનાં અવાજ સાથે રત્નવૃષ્ટિ કરી. દેવતાઓએ નવો. કેશકલાપ કર્યો. પૂર્વના લાવણ્યથી અધિક શોભાવાળુ શરીર કર્યું. ત્યારે નગરીમાં કલકલારવ ઉછળ્યો કે ધન શેઠના ઘેર ભગવાને પારણું કર્યું અને દેવોએ રત્નવૃષ્ટિ કરી.
આ સાંભળી શેઠ તથા રાજા આવ્યા. ઘરમાં ઠેકાણે ઠેકાણે રત્નનાં ઢગલાં પડેલા જોયા. આશ્ચર્યથી વિકસિત નયનવાળો રાજા કહેવા લાગ્યો, “હે શેઠ ! તું ધન્ય છે જેને ત્રિભુવનમાં તિલક સમાન એવી પુત્રી છે. તેણીએ ભગવાનને પારણું કરાવી આવું દાનનું ફળ મેળવ્યું.
કારણ કે - હું આ નગરીનો રાજા છું. અને તે એક ગૃહસ્થ છે આટલું આંતરું હોવા છતાં પ્રભુએ તારા ઉપર ઉપકાર કર્યો.
વૈભવ, જાતિ, પ્રભુત્વ (સત્તા) કુશળતાનું કારણ નથી. પણ જેનાં ઘેર અર્થીઓ આવે છે તે પુણ્યશાળી છે. સ્તુતિ સમૃદ્ધિથી સંબદ્ધ વિવિધ યુક્તિઓથી આદરપૂર્વક શેઠને રાજાએ ગૌરવ સાથે અભિનંદન આપ્યા. તેટલામાં રાજા સાથે વારંવાર આવેલા અંતઃપુરના કંચુકીએ ચંદનાને દેખી વારંવાર તર્કમાં પરાયણ બનીને = વારંવાર તર્ક-વિતર્ક પૂર્વક વિચારણા કરવામાં લાગી જતા, ચંદનાને ઓળખી. ચરણે પડી રડવા લાગ્યો. તેને રડતો દેખી રાજા રાણીએ પૂછયું આ શું ? તેણે પણ કહ્યું આ તો દધિવાહન રાજાની પુત્રી વસુમતી છે. પણ અહિં ક્યાંથી આવી, એ હું જાણતો નથી. ત્યારે ચંદનાએ છેક સુધીની વીતક કથા કહી સંભળાવી. તે સાંભળી રાજારાણીએ સ્નેહથી ખોળામાં બેસાડી. ત્યાર પછી તે બોલી તમે અને શેઠ અનુજ્ઞા આપો તો ધર્મ આચરણ કરું. કારણ કે -
વિવિધ દુઃખ અને સેંકડો કલેશથી ભરપૂર અસાર સંસારમાં કયો વિવેકી માણસ સુખ સંગમાં મૂઢ બની રમે ? આ જન્મમાં જ સુકુલમાં જન્મ મેળવી ફરી પણ બીજાના દાસપણાથી કલેશ પામી. તેવા પ્રકારની ઘણી સમૃદ્ધિના આડંબરવાળી પૂર્વમાં હું હતી, અત્યારે કથામાં કહેવાતી તે ઋદ્ધિની કોઈ શ્રદ્ધા પણ ના કરે. સંસારમાં બગાસુ પણ કર્મના વશથી ખાઈ શકાય છે. એવું જાણી ક્યો સકર્ણ (હોંશીયાર) માણસ નિમેષ માત્ર પણ (પળવાર પણ) આ સંસારમાં આસક્ત બને. આ સાંભળી રાજાએ કહ્યું હે પુત્રી ! હજી તો બાલવય છે. યૌવન વિકાર ઓળંગાયો નથી મોહનો પ્રસાર દુર્જય છે, ઇંદ્રિયસમૂહ બલવાન છે, તેથી સંસારના મોજશોખનો વિલાસ કરી, ઇંદ્રિય સુખને ભોગવી, દેવોથી પ્રાપ્ત ધન સમૃદ્ધિને ભોગવી પછી ધર્મ કરવો યોગ્ય છે. અત્યારે તો ત્રણે લોકના પ્રાણીઓને વિસ્મય પમાડનાર શરીરનું સ્વરૂપ પ્રશંસા કરવા યોગ્ય છે. અને લાવણ્યને હરનારા તારા સુંદર રૂપ માટે તપ વિનાશ રૂપ બનશે. જેમ હિમપવન (ઘણોજ ઠપ્પો વાયરો) કમલ માટે, “જયાં જે યોગ્ય છે.” તેમ બહુજનો કરે છે. શું બાળક પણ દારુના ઘડામાં બલિ કરે ? (પર) રુચિકર લાવણ્યકાંતિની શોભાવનારી તારી શરીરરૂપી લાકડીનો કરાતો