________________
મૂળશુદ્ધિ ભાગ-૧
ચંદના કથા
૨૦૭
સુધી આ ખા, એથી કરી અતિ ભૂખના લીધે શરીર નાશ પામી ન જાય. એમ કહી શેઠ લુહારના
ઘેર ગયા.
ત્યારે ચંદના સૂપડામાં અપાયેલ માખીનાં ઢગલા સરખા અડદને દેખી પોતાની પૂર્વાવસ્થા યાદ કરી શોક કરવા લાગી.હે દૈવ ! ત્રિલોકમાં તિલક સમાન કુલમાં જન્મ આપ્યો, તો અકાળે પ્રચંડ દુસ્સહ દારિદ્ર ક્યાંથી આવ્યું ? જો હું મા બાપને વલ્લભ થઈ તો, તેઓના મરણ દુઃખને ભોગવનારી શા માટે બનાવી ? હે નિષ્કરુણ ! બાંધવો સાથે વિયોગ કર્યો, તો આ બીજું દાસપણું કેમ આપ્યુ ? (૧૯)
સુકુલમાં ઉત્પન્ન થયેલાંને અને પ્રાપ્ત થયેલી પોતાની અવસ્થાને વિશેષ નિંદી વારંવાર નીકળતા આંસુથી ભરાયેલી તે છોકરી રડવા લાગી. એમ પોતાનાં કર્મને નિંદી અને અવસ્થાનો શોક કરી. ભૂખથી (સુકાયેલા) પતલાં પડેલા ગાલવાળા મુખને હાથમાં મૂકી બાકળાને વિશેષે જોઈ શોક (અફસોસ) થી ભરેલા કંઠવાળી વિચારવા લાગી... ભૂખ્યા માણસને એવું કાંઈ નથી જે ન ભાવે. પણ પિતાના ઘેર એકાસણાંના પારણે પણ ઇચ્છા મુજબ ચતુર્વિધ સંઘને વહોરાવી (દાન આપી) પછી હુઁ પારણું કરતી હતી, તો અત્યારે અટ્ઠમના પારણે વિષમ દશા. પામેલી પણ (હું) કોઈને ભાગ આપ્યા વગર પુણ્યહીન હું પારણુ કેવી રીતે કરું ? જો કોઈક અતિથિ આવે તો કેટલાક બાકળા આપી હું પારણુ કરું. એમ વિચારી દ્વારદેશે ઉભી રહી અને દેખવા લાગી. (૨૫)
એ અરસામાં સંગમદેવના મહાઘોર ઉપસર્ગોથી પાર પામેલા, જગતગુરુ શ્રી વર્ધમાન સ્વામીએ અભિગ્રહ કર્યો કે - તે આ પ્રમાણે - દ્રવ્યથી - સૂપડાના એક ખૂણામાં બાકળા હોય. ક્ષેત્રથી - આપનારનો એક પગ ઉંબરાની અંદર અને એક બહાર હોય. કાલથી - ભિક્ષાચરો ભિક્ષા લઈ પાછા ફરી ગયા હોય. ભાવથી - મહા૨ાજ કુલમાં ઉત્પન્ન થયેલી કન્યા દાસી બનેલી હોય, બેડીથી બંધાયેલા પગવાળી હોય, માથુ મુંડાવેલુ હોય, શોકથી કંઠ રૂંધાઈ ગયો હોય અને રડતી હોય તેવી કન્યા દાન આપે તો પારણુ કરવુ. અન્યથા નહિ.” એ પ્રમાણે કોશાંબિકામાં માણસો જેનાં અભિગ્રહને જાણતા નથી એવા પ્રભુ ગોચરી માટે વિચરે છે. એક વખત સુગુપ્ત મંત્રીના ઘેર ગયા. દાસી ભિક્ષા લાવી. ભગવાન તો લીધા વગર ચાલ્યા ગયા. નંદા મંત્રીણીએ દેખ્યા તે બોલી હે હલા ! ભગવાને ભિક્ષા કેમ ન લીધી ? હે સ્વામિની ! આ પ્રભુને ચોક્કસ કોઈ અભિગ્રહ હશે. અકૃતિથી મંત્રીને કહ્યું કે તમારું મંત્રીપણું શા કામનું ? ભગવાનનો અભિગ્રહ પણ જાણતા નથી. મંત્રીને પણ અધીરતા થઈ. ત્યારે મૃગાવતીની દાસી ત્યાં આવેલી હતી. તેણીએ રાણી મૃગાવતીને કહ્યું. રાણીને પણ અધીરતા થઈ. રાજાને નિવેદન કર્યું → તમારા રાજ્ય વડે શું ? જો પ્રભુનો અભિગ્રહ પૂરતાં નથી. અહીં પ્રભુ વિચરી રહ્યા છે એ પ્રમાણે પણ જાણતા નથી. અત્યારે હું અભિગ્રહ પૂરીશ” એમ રાણીને આશ્વાસન આપી, શોકાતુર રાજાએ મંત્રીને બોલાવ્યો. મંત્રીએ રાજ આદેશથી ભિક્ષાચરોને (પાખંડીઓને) અભિગ્રહ વિશેષ પૂછયા તેઓએ