Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 216
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ચંદના કથા ૨૦૫ સમતલ ભૂમિવાળો હોય છે. તેમ અધિકાર" સમૂહથી શોભિત, તલવારવાળી, પ્રધાન સૈન્યવાળો, ઉત્તમવંશવાળો, શ્રેષ્ઠ કોટવાલવાળો, સુંદર ગતિવાળો દધિવાહન નામે રાજા છે. તેને ચેડારાજાની પુત્રી શ્રાવકધર્મમાં ઉદ્યમશીલ ધારિણી નામે રાણી છે. તેણીએ એક વખત રાત્રિના છેલ્લા પહોરે ફળફૂલથી ભરપૂર અનેક માણસોને ઉપકાર કરનારી પોતાની કાંતિથી સર્વ વનલતાને ઝાંખી પાડનારી કલ્પલતાને સ્વપ્નમાં દેખીને જાગી. રાજાને સર્વ વાત કરી. ત્રણે લોકમાં વિશેષ, ઘણાં માણસોને ઉપકારી, સર્વ નારીઓમાં પ્રધાન એવી પુત્રી થશે. એ પ્રમાણે અભિનંદન આપ્યા. “તહત્તિ” કરી સુખપૂર્વક ગર્ભ ધારણ કરતી રાણીએ પણ કાળ પાકતા પુત્રીને જન્મ આપ્યો. તેણીનું વસુમતિ નામ રાખ્યું. * આ બાજુ વત્સ દેશમાં અલંકાર ભૂત કૌશામ્બી નામે નગરી છે. શતાનીક નામે રાજા છે. મૃગાવતી પટરાણી છે. આ બંને રાજાઓને પરસ્પર વૈર છે. અન્યદા શતાનીકે સૈન્ય સાથે દધિવાહન રાજા ઉપર ચઢાઈ કરી. યુદ્ધમાં દધિવાહન ભાગ્ય જોગે નાશ પામ્યો. લુંટાઈ રહેલા નગરમાં શતાનીકે પોતાનાં સૈન્યમાં ઘોષણા કરીકે “જે મળે તેને ગ્રહણ કરો' જે જેને ગ્રહણ કરશે તે તેનું જ રહેશે. ત્યારે એક નોકરે પિયરતરફ ભાગતી વસુમતિ સાથે ધારિણીને પકડી. રસ્તામાં એક પુરુષે પુછયુ એઓને શું કરીશ? આ મારી પત્ની થશે અને આ પુત્રીને વેચી દઈશ. તે સાંભળી ધારિણી વિચારવા લાગી.... નિર્દય ! કરુણાહીન ! કર્મવિધિને ધિક્કાર હો ! કોણે આવું કર્યું? ત્રિભુવનમાં અતુલ્યવીર પુરુષ એવો મારો પતિજ મરી ગયો. એટલાથી પણ તને શાંતિ ન થઈ એટલે મને આવા ક્રૂર પુરુષના હાથમાં જકડી. હા નિર્દય દૈવ ! શું અત્યારે મારા મનના નિશ્ચયને પણ જાણતો નથી. જેથી શીલ ખંડવા પણ ઉદ્યત થયો છે. તેથી શું આ પાપી બળજબરીથી પણ મારા શીલનું ખંડન કરશે ? શું આ બાળા અનર્થ પામશે ? પિયરે નહિ પહોંચેલી પતિના વિરહવાળી શીલભંગ અને પુત્રીનું વેચાણ થવાનું વિચારતી તરત જ મરી ગઈ. તેણીનું અકાલે મરણ દેખી બાલિકાને તે સૈનિકે કોમલ વચનથી સાચવીને રાખી. અનુક્રમે કૌશામ્બી પહોંચ્યો. માથે ઘાસનો ભારો આપી વેચવા માટે બજારમાં ઉભી રાખી. ધનવાહ શેઠે દેખી વિચાર્યું...... આકૃતિથી આ કન્યા ઉત્તમકુલની હોવી જોઇએ. તેથી આને ગ્રહણ કરું. જેથી આના પિતા સાથે મારે પરિચય થશે. મોલ આપી ગ્રહણ કરી મૂલા નામની પોતાની ભાર્યાને સોંપી. પુત્રીરૂપે રહેવા લાગી. અત્યંત શીતલ સ્વભાવના લીધે તેનું ચંદનબાલા બીજું નામ પાડ્યુ.યૌવનવય પામી. તેણીના અંગો અંગ અતિરસ યુક્ત કોમલ અને કામુક માણસોને મોહ પમાડનારા થયા. તેમજ સ્તનો અડધા ઉગી ઉઠ્યા. પરિપૂર્ણ ચંદ્રમંડલસમાન મનોહર મુખ, લાવણ્ય અને વર્ણ-કાંતિ “રૂપાદિ અસાધારણ છે” એવું કહી બતાવે છે. વન – મધર (2) જા.૪૬.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244