Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 217
________________ ૨૦૬ . મૂળશુદ્ધિ ભાગ-૧ કામદેવ રાજાના મંદિર એવા નવયૌવનમાં રહેલી હોવા છતાં યૌવન વિકાર રહિત સુખથી ત્યાં રહે છે. (૯) એક વખત ઉનાળાના તડકાથી સંતપ્ત દેહવાળા, ઘણાં જ થાકેલા, પરસેવાના જલથી મલિન, અને અશક્ત એવા શેઠ બહારથી આવ્યા. ચંદનાએ દેખ્યા. તેવું કાર્યકરવા હોંશીયાર બીજો કોઈ નહિ દેખાતા પાદશૌચની (પગ ધોવાની) સામગ્રી લઈને ચંદના આવી. “પુત્રી જ છે” એમ માની તેણીને શેઠે ના ન પાડી શરીર સર્વ રીતે ખીલેલ હોવાથી, સ્વભાવ શિષ્ય જેવો વિનયવાળો હોવાથી અંગો યૌવનના આરંભથી ભારી હોવાથી અતિઆદરથી પગ ધોતી તેણીનો કેશકલાપ (અંબોડો) છૂટી ગયો. કાદવમાં પડતાં અંબોડાને શેઠે ગેડીથી લીધો. અને ઉપર રહેલી મૂલાએ દે.... તે વિચારવા લાગી અરે રે ! તું દેખ ! આ મૂઢ પુત્રીને સ્વીકારવા માટે અતિરાગથી મોહિત મનવાળો બની આવી ચેષ્ટા કરે છે. અથવા આવું યૌવન, લાવણ્ય, રૂપ સૌભાગ્ય દેખી મુનિ પણ ચોક્કસ કામને પરવશ થઈ જાય. તેથી જો આણીને દ્રઢ અનુરાગવાળો આ પરણશે તો સ્વપ્નમાં પણ મારું નામ પણ નહિ લે. દૂરથી નાશ પામેલ આ કાર્ય ફળે નહિ તે પહેલાં પ્રયત્ન કરી લઉં. નખ છેદવાની ઉપેક્ષા કોણ કરે ? હજી પણ વ્યાધિ નબલો છે, તેથી પ્રતિકાર ચોક્કસ થઈ શકશે. પછી ગાઢ થયેલાં રોગનાં પ્રતિકારનો પ્રયત્ન પણ નિષ્ફળ થશે. દુષ્ટ ચિત્તના કારણે આવા ઘણાં ખોટા વિકલ્પો કર્યા. અથવા તો દુર્જન માણસ બધાને પોતાના સરખા માને છે. કહ્યું છે કે – શુદ્ધ સ્વભાવવાળો, સાધુજન (સજ્જન) અન્યરૂપે વ્યવહાર (વર્તન) કરે છે. તેને દુષ્ટ સ્વભાવવાળો દુર્જન અન્ય રૂપે માને છે. શેઠ ઘેરથી જતાં, નાઈને બોલાવી તેણીનું માથું મુંડાવી દીધું. પગમાં બેડી બાંધી દીધી. એક ભોંયરામાં પુરી અને સાંકળથી થાંભલા સાથે બેડી બાંધી દીધી. દરવાજો બંધ કરી દીધો. બધા પરિજનને કહ્યું કે શેઠને કહેશે તેને આ જ દંડ થશે. ભોજન સમયે ન દેખાતા શેઠે પૂછયું ચંદના કયાં ગઈ? મગરમચ્છની દાઢા સમાન મૂળાના ભયથી કોઈ બોલતું નથી. ત્યારે શેઠે વિચાર્યું ક્યાંય બહાર રમતી હશે. એટલે ભોજન કરી લીધુ. એમ બીજા ત્રીજા દિવસે એજ પ્રમાણે યાદ કરી. પણ ચોથા દિવસે શેઠે આગ્રહ કર્યો. આજ તો જયાં સુધી ચંદના ન દેખાય ત્યાં સુધી ખાવુ નહિ. “મૂલા મને શું કરી લેશે મારા જીવનદાનથી પણ અનેક ગુણવાળી બાલાને જીવાડું' એમ માનતી એક શુદ્ધ દાસીએ શેઠને સર્વ બીના કહી દીધી. ત્યાર પછી વ્યાકુલ મનવાળા ચિંતાતુર શેઠે ભોંયરાના દ્વાર ઉઘાડ્યા. કેશભારકેશકલાપ વિનાની, ભૂખ તરસથી શરીર એકદમ કરમાઈ ગયુ છે, ગાલ આંસુથી લીપાયેલા છે એવી ચંદનાને જોઈ. આંસુ ભરેલા નયનવાળા શેઠ રસોડામાં ગયા પણ મૂલાએ બધા અશનાદિ અંદર મૂકી દરવાજે તાળું મારી દીધું હતું. ત્યારે બરાબર જોતાં નિરાહાર-“આમાં શું ખાવાનું છે” એવી ઉપેક્ષાથી નહિ છુપાવેલા સુપડાના કોણામાં રહેલા અડદના બાકળા દીઠા. તેજ લઈને ચંદનાને આપ્યા. અને કહ્યું છે બેટી !” લુહારને બોલાવી લાવુ અને મનોજ્ઞ ભોજન રંધાવુ ત્યાં

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244