________________
મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા
૨૦૩ નેહવાળા સુખપૂર્વક પ્રાપ્ત થયેલ વિષયસુખોને ભોગવનારા ત્રણ પલ્યોપમ જીવી સૌધર્મકલ્પમાં દેવ થયા..
- ત્રણ પલ્યોપમ પ્રમાણ દેવલોકનું સુખ અનુભવી સ્વામીનો આત્મા ઍવી વત્સાવતી વિજયમાં પહંકરા નગરીમાં સુવિધિ વૈદ્યનો કેશવ નામે પુત્ર થયો. હું પણ ત્યાંજ અભયઘોષ નામે શ્રેષ્ઠી પુત્ર થયો. ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રીતિવાળા રાજપુત્ર, મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર, સાર્થવાહપુત્ર પરમમિત્ર બન્યા. અમે એક બીજાને ઘેર અવર જવર કરીએ.
એક દિવસ વૈદ્યપુત્રના ઘેર અમે બધા બેઠા હતા, ત્યાં એક કૃમિ કોઢથી હેરાન થયેલાં (પીડાયેલા) તપસ્વી આવ્યા. તેમને દેખી અમે બધાએ વૈદ્યપુત્રને કહ્યું કે તું વૈદ્ય સાચો કે જેથી દ્રવ્યલોભથી ચિકિત્સા કરે છે. દીનાદિને દૂરથી છોડી દે છે. તે વૈદ્યપુત્રે કહ્યું આવું ન બોલો દીન, દરિદ્રોનો ભેદભાવ રાખ્યા વિના ધર્મબુદ્ધિથી હું ચિકિત્સા કરું છું. તો સાધુની ચિકિત્સા કેમ નથી કરતો ? ચિકિત્સા કરું, પણ મારી પાસે સામગ્રી નથી. કારણ કે આના માટે ત્રણ મૂલ્યવાન વસ્તુની જરૂર પડે છે. તેમાંથી એક લક્ષપાક તેલ મારા ઘેર છે. પરન્ત લાખ મૂલ્યવાળુ રત્નકંબલ અને ગોશીષ ચંદન નથી. આ અમે પૂરું કરશું, એમ કહી બે લાખ દ્રવ્ય લઈ વૃદ્ધ શેઠના ઘેર ગયા. અમને દેખી ઉભા થઈ શેઠે આસને બેસાડ્યા. હાથ જોડી કહેવા લાગ્યા. તે કુમાર ! મારા લાયક કામ હોય તો ફરમાવો. બે લાખમાં અમને ગોશીષ ચંદન અને રત્નકંબલ આપો. અમારે સાધુની ચિકિત્સા કરવાની છે. તે સાંભળી શેઠ વિચારવા લાગ્યા, એઓ ધન્ય છે, બાલ છતાં ધર્મમાં કેવા રત છે. અમે અધન્ય છીએ કે જેથી ઘરડા થયા છતાં મહામોહથી મોહિત મનવાળા અમે ધર્મમાં મન લગાડતા નથી. એમ વિચારી વિનામૂલ્ય બંને વસ્તુ આપી.
(શેઠ) દીક્ષા લઈ અંતકૃત કેવલી થયા. બાળકો પણ સાધુને તેલ માલિશ કરી તેનાં વીર્યથી ચામડીમાં રહેલા કૃમિઓ બહાર નીકળ્યા. કંબલ રત્ન તેને ઢાંકી દીધુ. તેથી બધા જીવડા તેમાં લાગી ગયા. પછી મૃતકલેવરમાં ઝાટકી દીધા. ગોશીષ ચંદનથી વિલેપન કરવાથી સાધુ સ્વસ્થ થઈ ગયા. . એ પ્રમાણે બીજીવાર કરવાથી માંસમાં રહેલા બહાર નીકળ્યા. ત્રીજીવાર હાડકામાં રહેલા બહાર નીકળ્યા. પછી સઘલાએ ઘાઓને સંરોહિણી ઔષધિથી રુઝવ્યા. ક્ષમા માંગી સ્વસ્થાને ગયા.
બાકી રહેલા ચંદન, કમ્બલનું અડધુ મોલ મળ્યું. તેનાથી ફરકતી ધ્વજાના આડંબરથી વ્યાપ્ત સેંકડો શિખરવાળુ ભવ્યજીવોને ભાવ જગાડનારું સુંદર જિનાલય કરાવ્યું. અને સંવેગ રંગમાં રંગાયેલા ભવથી ડરેલા તેઓએ મા બાપ સ્વજનોને સન્માન આપી ગુરુ પાસે દીક્ષા લીધી. ઉત્તમ મુનિવરોથી આચરિત, ઉદાર, સુપવિત્ર, સર્વોત્તમ મોક્ષ સુખ આપનાર એવા સંયમને નિરતિચાર પાળી અનશન વિધિથી દેહ છોડી અશ્રુત કલ્પમાં સામાનિક દેવ થયા. (૧૧૯)
ત્યાંથી આવી પુંડરિકિણી નગરીમાં વજસેન રાજાની મંગલાવતી મહારાણીની કુક્ષિમાં ચૌદ