Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 213
________________ ૨૦૨ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રસારથી અંધકારના ફેલાવનો નાશ કરી જીવરૂપી ભવ્યકમલવનને બોધ પમાડતા વિચરે છે. આજુબાજુના સામંત રાજાઓ પુષ્કલપાલ સામે પડ્યા ત્યારે વઘને બોલાવવા માટે મહંતને મોકલ્યો. તેણે જઈ વિનંતિ કરી કે જો મારા જીવનનું પ્રયોજન હોય તો ગતિ પ્રસંગથી તમે શ્રીમતી સાથે જલ્દી આવો. ત્યારે અમે પોતાના પુત્રને રાજ્યે સ્થાપી સરવન નામના વનખંડમાં પહોંચ્યા. વનમધ્યે દૃષ્ટિવિષ સર્પ હોવાથી અન્ય માર્ગે ગયા. મારું આગમન સાંભળતા જ ભયથી વ્યાકુલ લોચનવાળા સામંતો પુષ્કલપાલ રાજાના ચરણે પડ્યા. પૂજી-સત્કાર સન્માનકરી અમને વિદાય કર્યા. અમે સ્વનગર ભણી નીકળ્યા. લોકોએ કહ્યું સ૨વનમાંથી જાઓ, કારણ કે મુનિના કેવલજ્ઞાન ઉત્પત્તિનો મહિમા કરવા નીચે ઉતરેલા દેવોની પ્રભાસમૂહથી સર્પની દૃષ્ટિનું વિષ નાશ પામી ગયુ છે. અનુક્રમે ત્યાં પહોંચ્યા અને સ્થિત રહ્યા. ત્યાં મારા ભાઈ સાગરસેન મુનિસેન નામે બે મુનિ સામે રહેલા હતા. તેઓને અમે દેખ્યા. → જેઓ તપ લક્ષ્મીથી ભરેલા શરદઋતુમાં સરોવરનાં પાણી સરખા પ્રસન્ન હૃદયવાળા, શરદઋતુના પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય દર્શનવાળા, દેવોની સભાથી પરિવરેલા ધર્મદેશના કરી રહ્યા હતા. વિશેષ ભક્તિ બહુમાનથી સપરિવાર તેઓને વાંઘા. અને શુદ્ધ અશનાદિ વહોરાવ્યું, ત્યાર પછી અમે તેઓના ગુણોને ગાતા ગાતા વિચરવા લાગ્યા. એઓ ધન્ય-પુણ્યશાળી છે. એઓનો મનુષ્ય અવતાર સફળ થયો છે, કે જેઓએ રાજ્ય લક્ષ્મી છોડી જિનમતમાં દીક્ષા લીધી, જેઓ શ્રુતસાગરના પારગામી, દુષ્કર તપ, સંયમ કરવામાં તત્પર, ભવ્ય જીવો રૂપી કમલોને પ્રતિબોધ પમાડવામાં સૂરજ સમાન પ્રકટ માહાત્મ્યવાળા, અનેક લબ્ધિવાળા, નિર્મલ યશના ફેલાવાથી જેઓએ દિશાને સફેદ બનાવી-ચમકાવી દીધી છે. ક્ષાન્ત, દાંત, નિર્મોહી (નિસ્પૃહી) સેંકડો ગુણોથી યુક્ત તેમજ મહાસત્ત્વશાળી છે. એઓ કોઈ દિવસ આવશે ત્યારે સર્વ સંગ છોડી આવી મુનિ દીક્ષાને ગુરુ પાસે અમે લઈશુ. ક્રિયાકલાપ કરવામાં ઉઘત બની તપથી પાપ કર્મ ખપાવી સંવેગથી ભાવિત બનેલા અમે એઓનું અનુસરણ કરશુ. અતિ ચંચલ આ જીવનનો ઘણો ભરોસો નહિ કરવો. જલ્દી પુત્રને રાજ્યે સ્થાપી અમે દીક્ષા લઈશુ. એવો નિશ્ચય કરી શુભ ભાવનાથી ભાવિત બનેલા તેઓ પોતાના નગરમાં ગયા. અમારા વિરહમાં પુત્રે પણ દાનાદિથી નૌકરજનોને પોતાને વશ કરી અમને મારવા સારુ અમારા શયન કક્ષમાં વિષયોગથી ધૂપિત ધૂપ (મૂકાવ્યો) અમે તે વાત જાણતા ન હોવાથી પરિવારનાં માણસોને વિદાય- ૨વાના કરી સુઈ ગયા. વિષથી ધાતુઓ દૂષિત થવાથી અમે કાલ કરી આ ઉત્તરકુરુમાં યુગલિક રૂપે ઉપન્યા. હે નાથ ! આ મેં સર્વ જાતિસ્મરણથી જાણ્યું. તેથી હે સ્વામી ! નિર્નામિકા ! જે સ્વયંપ્રભા, કે જે શ્રીમતી હતી તે હું જ છું. જે મહાબલ જે લલિતાંગ જે વજંઘ તે આપજ છો. આપે જેણીનું નામ લીધુ તે જ હું સ્વયંપ્રભા છું. સ્વામીએ કહ્યું કે આર્યા ! દેવ ઉદ્યોત દેખી પૂર્વ જાતિ યાદ કરી હું વિચારમાં પડી ગયો કે હું દેવ ભવમાં વર્તી રહ્યો છું. અને મારી સ્વયંપ્રભા ચ્યવી ગઈ. તે સર્વ આ પ્રમાણે તેં કહ્યું. પરિતુષ્ટ મનવાળા પૂર્વભવના સ્મરણથી ઉત્તેજિત થયેલા

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244