________________
૨૦૦
મૂળશુદ્ધિ ભાગ-૧
પુત્ર ! આ કયું ગામ છે? પુંડરિકીણી નગરી છે. આ મેરુ પર્વત છે. આ અણગાર છે. પણ એનું નામ યાદ નથી આવતું. સૌધર્મ કલ્પ છે. મંત્રી સહિત આ કોઈક રાજા છે? આ કોઈક તપસ્વિની છે, પણ તેનું નામ યાદ આવતું નથી. એથી આ તો ખોટુ બોલનાર છે. એમ જાણી મેં કહ્યું કે પુત્ર ! તું બધુ સાચુ બોલે છે પણ જન્માંતર ભૂલી ગયો છે. જો તું સાચેજ લલિતાગ હોય તો ધાતકીયખંડના નંદીગ્રામમાં આગમમાં કુશલ, કર્મદોષથી પાંગલી બનેલી સ્વયંપ્રભાએ તને જણાવવા સારું આ ચિત્ર આળેખ્યું છે. તારી અનુકંપાથી તને શોધવા અહીં આવી છું. તો હે પુત્ર ! આવ, તને ત્યાં લઈ જાઉં.
પૂર્વભવના સ્નેહથી બંધાયેલ તે બિચારીને પ્રસન્ન કર. ત્યારે મિત્રોએ મશ્કરી કરી શરમનો માર્યો ત્યાંથી પાછો ખસ્યો. મુહૂર્ત પછી લોહાર્ગલ નગરથી ધન નામે કુમાર આવ્યો. કૂદવામાં હોંશીયાર હોવાથી લોકો વજજંધ કહેતા. તે પટને જોઈને તેણે કહ્યું આ કોણે લખ્યું-દોર્યું છે. ? ત્યારે મેં કહ્યું શા માટે પૂછો છો, તેણે કહ્યું મારું ચરિત્ર કોઈએ લખ્યું છે, અથવા તે સ્વયંપ્રભાના કહેવાથી આ આલેખ્યું છે, એમ હું માનું છું. ત્યાર પછી મેં પૂછયું જો તારું ચરિત્ર છે તો કહો આ કયું ગામ છે? તેણે કહ્યું જુઓ નંદીગ્રામ છે, અંબતતિલક પર્વત છે. યુગંધર આચાર્ય છે. અને આ તપથી સુકાયેલી નિર્નામિકા છે. સભિન્નશ્રોત સ્વયંબુદ્ધ સહિત આ રાજા મહાબલ છે. ઈશાન કલ્પ છે. શ્રીપ્રભવિમાન છે, આ સઘળુ ખાત્રી પૂર્વક કહ્યું. ત્યારે મેં (ધાત્રી) કહ્યું કે તારા કુઆની પુત્રી શ્રીમતી તે જ સ્વયંપ્રભા છે, તેથી રાજાને હું નિવેદન કરું તો ચોક્કસ તને આ આપશે. ત્યારે તે શુભમનવાળો ઘેર ગયો. અને મારું કામ પતી જવાથી હું અહીં આવી, તેથી રાજાને નિવેદન કર્યું, જેના લીધે તારે પ્રિય સાથે સંગમ થાય. રાજા પણ મને (ધાત્રી) અને રાણીને બોલાવી એ પ્રમાણે કહેવા લાગ્યા. હે પ્રિય ! સાંભળ આ લલિતાંગને જેટલો હું જાણું છું. તેટલો પુત્રી પણ જાણતી નથી. કારણ કે આજ દ્વીપમાં પશ્ચિમ વિદેહના સલિલવતી વિજયમાં વીતશોકા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો, તેને મનોહરી કેતકી નામે બે રાણી, તેઓને અચલબિભીષણ નામે પુત્રો હતા. પિતા મરણ પામતા અચલ અને બીભીષણ અર્ધ વિજયને જીતી (સાધી) બળદેવ વાસુદેવ થયા.
નમતા અનેક સામતના મુકુટ મણિથી જેમની પાદપીઠ ઘસાઈ ગઈ છે. હવે અચલને મનોહરી માતા કહે છે. હે વત્સ ! (મે) તારા પિતાની અને તારી રાજ્ય લક્ષ્મી ઘણી ભોગવી, ભવભયથી ડરેલી હવે પરલોક હિતકારી દીક્ષાને સ્વીકારુ. ઘણો આગ્રહ કરતા અચલે કહ્યું હે મા ! તો દેવલોકથી વ્યસન કાલમાં મને બોધ પમાડવા આવજે.
હા પાડી, દીક્ષા લઈ અગ્યાર અંગ ભયા. પૂર્વેક્રોડનું સંયમ પાળી લાંતક કલ્પમાં ઈન્દ્ર થયો. તેજ હું છું. આ બાજુ પણ બળદેવ, વાસુદેવ લાંબા કાળ સુધી અતુલ રાજ્યને ભોગવે છે. અને એક વખત ઘોડા ખેલાવવા ઘોડે ચડી બંને ગયા. ઘોડાઓએ અપહરણ કરી મહાભંયકર જંગલમાં નાંખ્યા. ગાયો ચાલવાથી તેમનો પદમાર્ગ (પગલાં) ભૂસાઈ ગયા તેથી બધુ સૈન્ય પણ પાછુ ફર્યું. શ્વાસ ભરાઈ જવાથી ઘોડાઓ પણ મરી ગયા. આયુ ક્ષય થવાથી બીભીષણ મરણ પામ્યો, તેના મોહથી મોહિત મનવાળો અચલ પણ તેને ખભે ઉપાડી ફરે છે. આ મૂચ્છ પામ્યો લાગે છે. તેથી શીત (ઠડા) ગહન વનમાં લઈ જઈને રાખુ. ભવિતવ્યતા વશે ત્યારે મેં ઉપયોગ