________________
મૂળશુદ્ધિ ભાગ-૧
શ્રેયાંસ કથા
૧૯૯
દેવદૂષ્ય વસને ધારનાર, અત્યદ્ભૂત રૂપવાળા દેવને જોયો. જે મધુર શબ્દોથી એ પ્રમાણે બોલી રહ્યો હતો કે હે નિર્નામિકા ! સ્નિગ્ધ દૃષ્ટિથી મને જો, નિશ્ચલમને આ પ્રમાણે નિયાણું કર કે “જો આ લાંબા ગાળાથી આચરેલ તપનું જે કાંઈ ફળ હોય તો ચોક્કસ હૈં આવતા ભવમાં આની પત્ની થાઉં” જેનાથી તું મારી સાથે દેવલોકમાં ભોગો ભોગવીશ. એમ કહી દેવ અદૃશ્ય થઈ ગયો. તેનાં દર્શન પ્રત્યયથી ભાવિત બનેલી મેં તેણે કહ્યું તેમ સર્વ કર્યું. નમસ્કાર ગણતી મરીને ઇશાન કલ્પમાં તેજ લલિતાંગ દેવની અત્યંત મનોહર રૂપવાળી રાણી થઈ.
ત્યારપછી અવધિજ્ઞાનથી દેવપણાનું કારણ જાણી લલિતાંગ દેવ સાથે યુગંધર સૂરીને વાંદવા ગઈ. ત્યારે પ્રકૃતિથી સુંદર તે જ અંબરતિલક પર્વતના એક દેશમાં રહેલાં મનોરમ્ય ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે બિરાજમાન સૂરીને નિહાળ્યા. અને ભાવપૂર્વક વાંઘા. પછી પોતાનું વૃતાંત કહી મધુર સ્વરવાળા ગાંધર્વ ગીત યુક્ત શ્રેષ્ઠ અપ્સરાના નાટકના વ્યાપારથી પૂજીને સ્વસ્થાને ગયા. ત્યાં ઘણા કાલ સુધી ભોગો ભોગવી મારો પ્રિયતમ ચ્યવી ગયો. ત્યાર પછી હું પણ ચ્યવી અહીં ઉપજી, દિવ્ય ઉદ્યોતના દર્શનથી જાતિસ્મરણ પામી. અને તેનાં વિના બીજા સાથે બોલવાનું શું કામ ? એટલે મૌન વ્રત લીધું.
ત્યારે ધાત્રીએ કહ્યું સારું થયું કે તેં મને કહ્યુ. એમાં વળી ઉપાય છે—આ બધો પૂર્વભવનો વૃત્તાંત પટ ઉપર આલેખી હૈં ભમીશ. જો તે ક્યાંય મનુષ્યમાં ઉપન્યો હશે તો આ પટ જોઈ જાતિસ્મરણ પામશે. મેં પણ “આ યુક્તિ યુક્ત છે” એમ સમજી પટ તૈયાર કર્યો. વિવિધ વૃત્તાંત તેમાં આલેખ્યો, ત્યારે અંબરતિલક પર્વતના પ્રશસ્ત પુષ્પવાળા, આસોપાલવ વૃક્ષતળે બિરાજમાન યુગંધર સૂરિ, વંદન માટે આવેલ દેવદેવી ઈશાન દેવલોક, શ્રીપ્રભ વિમાન, તેમાં પણ તેજ કપલ, સ્વયંબુદ્ધ, સંભિન્નશ્રોત મહાબલ રાજા, દૂત, મંત્રી, તપસ્યાથી સુકાયેલા શ૨ી૨વાળી નિર્નામિકા, લલિતાંગ, સ્વયંપ્રભા આ બધુ નામ સહિત આલેખ્યું. ચિત્રપટ તૈયાર થયો. ત્યારે તે ચિત્રપટ લઈ યુતિના કેશ પાશ, કુવલય પલાશ સરખા કાલા ગગનતલમાં તે ધાવમાં ઊંચી ઉડી, પળવારમાં પાછી ફરી, મેં પૂછ્યુ હે માતા ! જલ્દી શા માટે પાછા ફર્યા. તેણે કહ્યું હે પુત્રી કારણ સાંભળ - તારા પિતાને વધારે વર્ષના નિમિત્તે (વર્ષગાંઠ નિમિત્તે) વિજયવાસી રાજાઓ પ્રાયઃ કરીને આવેલા છે. તેમાં તારો હૃદય દેવ હોય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જશે. એમ વિચારી હું પાછી ફરી. અને તે પટ લઈને પૂર્વ પશ્ચિમ દિશામાં ગઈ. હસતા વદને પાછી આવી. હે પુત્રી ! શાંત થા તારો પ્રિય જોઈ લીધો. હે પુત્રી ! રાજમાર્ગમાં ચિત્ર મૂક્યું તેને દેખતા ચિત્રમાં નિપુણ લોકો રેખા વિ. સારી દોરેલી છે, એમ વખાણ કરે છે. જે લોકો નિપુણ નથી તેઓ વર્ણ-રૂપ વિગેરેની પ્રશંસા કરે છે. એ અરસામાં દુર્મર્ષણ રાજાનો પુત્ર દુર્માંત પરિવાર સાથે ત્યાં આવ્યો. મુહૂર્ત માત્ર ચિત્ર જોઈ તે મૂર્છા પામ્યો. પરિવારે પૂછયું શા માટે મૂર્છા પામ્યા ? તેણે કહ્યું - આ ચિત્રમાં આલેખેલા પોતાના ચરિત્રને જોવાથી જાતિસ્મરણ થવાથી હું મૂર્છા પામ્યો. કેવી રીતે ? તેણે કહ્યું →
કારણ હુઁ લલિતાંગ દેવ હતો.સ્વયંપ્રભા મારી દેવી હતી. ત્યારે મેં (ધાત્રી) પૂછ્યુ “હે