Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 208
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૧૯૭ તારો ચ્યવન સમય થઈ ગયો છે. તેથી જિનાલયોમાં પૂજા કરે જેથી બોધિ લાભ થશે. તેનાં વચન સાંભળી નંદીશ્વર દ્વીપ વગેરેના જિનાલયમાં પૂજામાં તત્પર બનેલી હું અવીને પુષ્કલાવતી વિજય મધ્યે રહેલી પુંડરિકિણી નગરીના સ્વામી વજસેન ચક્રીની ગુણવતી રાણીની કુક્ષીમાં પુત્રી રૂપે ઉપજી. શ્રીમતી નામ પાડ્યું. પિતાના ભવનરૂપી પાસરોવરમાં રાજહંસીની જેમ ધાત્રીઓથી લાલન પાલન કરાતી યમક પર્વતને આશ્રિત લતાની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામી.સાતિશિયવાળી કલાઓ ગ્રહણ કરી. એક વખત સંધ્યાકાળે સર્વતોભદ્ર નામના મહેલ ઉપર ચડી. નગર બહાર મનોરમ ઉદ્યાન માં રહેલા સુસ્થિત આચાર્યને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થવાથી દેવો આવવા લાગ્યા. તે જોઈ મેં ક્યાંય આ જોયેલું છે” એમ ઈહાપોહથી જાતિસ્મરણ થવાથી દુઃખથી હણાયેલી મૂર્છા પામી. પરિચારિકાઓએ જલમિશ્રિત વાયરાથી સ્વસ્થ કરી, હું વિચારવા લાગી મારો પ્રિય ક્યાં ગયો ? મને જણાતો નથી, તેના વિના અન્ય માણસો સાથે બોલવાનો શું મતલબ ? માટે મૌન લઈ લીધુ. જંકે આની વાણી પકડી લીધી છે. એમ જાણી લેવકજન મંત્ર તંત્ર બલિવિધાન વિ. કરવા લાગ્યો. પણ મેં મૌન ન મૂક્યું, સેવિકાને લખીને આજ્ઞા આપુ. એક વખત અમદવનમાં-રાણીવાસના બગીચામાં એકાન્ત જાણી પંડિતા નામની ધાત્રીએ પૂછ્યું કે પુત્રી ! શા કારણે તે બોલવાનું બંધ કર્યું છે? તું કહે, તો તેના પ્રમાણે હું કરું. મેં કહ્યું હે માતા ! મુંગાપણાનું કારણ છે, પણ તેણે સાધવાને કોણ સમર્થ છે ? હર્ષથી ખુશ થયેલી તેણીએ કહ્યું હે પુત્રી ! કારણ કહે, જેથી તેમાં પ્રયત્ન કરું. તો સાંભળ હે માત ! ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં નંદીગ્રામ નામે ગામ છે. ત્યાં અહીંથી જ ત્રીજાભવે દારિદ્રકુલમાં છ બહેનો ઉપર હું જન્મી નિર્વિણ થવાથી મા બાપે મારું નામ પણ નહિ પાડ્યું. લોકપ્રસિદ્ધિથી નિનમિકા એ પ્રમાણે કહેવાઉ . બધા ધૂતકારતા હોવા છતાં કર્મ વશથી હું જીવું છું. ક્યારેક તહેવારમાં પૈસાદારના છોકરાઓ મિષ્ટાન્ન વિ. લઈ નીકળ્યા, તેમની જોડે રમવા મેં પણ માતા પાસે લાડુ માંગ્યા, ત્યારે રીસે ચડી માતાએ કહ્યું રે પાપી ! અહીં મિઠાઈ ક્યાંથી હોય ? “અંબરતિલક પર્વતે જા ત્યાં ફળ ખાજે કે મરી જજે.” એમ બોલી મને ફટકારીને ઘરથી બહાર કાઢી. રડતી રડતી હું ઘરથી નીકળીને પર્વત તરફ જતા જનમસૂહ સાથે ત્યાં ગઈ. તે પર્વત મેં નજરે નીહાળ્યો. - અતિકાલા સ્નિગ્ધ વાદળાના ખંડની જેમ લોકના લોચનને આનંદદાયક ઉંચા શિખરરૂપ હાથોથી જાણે આભને ભેટવા ઈચ્છતો હોય, ઝરતા ઝરણોના અવાજથી ગુફા અને દિશા ભાગ પૂરનાર, નર વિદ્યાધર કિન્નર યુગલો જ્યાં ગાંધર્વ નાટક કરી રહ્યા છે. સુગંધી સ્વાદુ ફળ, ફૂલ, પત્રના ભારથી નમેલા શ્રેષ્ઠ વૃક્ષવાળો, જાણે તે અનેક જાતના પશુ, પંખીઓનું કુલમંદિર છે, સ્વાધ્યાય, ધ્યાન, વ્યાખ્યાન વિ. શ્રેષ્ઠ ગુણોથી ભરપૂર એવા મુનિઓ ત્યાં વાસ કરે છે. ઘણું શું કહેવું? દેવોને પણ રમ્યતાના લીધે આશ્ચર્ય પમાડે છે. (૩૦) ત્યાં ઉંચા ઉંચા વૃક્ષોથી લોકો સ્વાદુફળ તોડે છે. અને મેં પણ નીચે પડેલા પાકા ફળ ખાધા, લોકોની સાથે પર્વતની રમ્યતાને હું દેખી રહી હતી તેટલામાં કાનને આનંદદાયક એકબાજુથી ગંભીર શબ્દ સાંભળ્યો. (૩૨)

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244