________________
મૂળશુદ્ધિ ભાગ-૧
વેદના સાથે પણ ન સરખાવી શકાય તેવી ભયંકર વેદના વેદવા લાગ્યો. કાનને સુખકારી મધુર ગીતોને પણ આક્રોશ રૂપે માને છે. જીભને સ્વાદિષ્ટ લાગે તેવા દ્રવ્યો પણ વિષ્ટા જેવા લાગે છે.
સુગંધિ કોષ્ટપુડ વિ. ની ગંધ પણ કોહવાયેલા હરણના શબની ગંધ જેવી લાગે છે. આંખને વિકસિત કરનાર લાવણ્યમય રૂપ પણ અનિષ્ટ લાગે છે. કોમલ રૂની પથારી કાંટાની શય્યા જેવી લાગે છે.ત્યારે હરિશ્ચંદ્ર વિપરીત પ્રતિકાર કરે છે. તે મરી નરકે ગયો. પિતાનું આવું કરુણ મરણ દેખી કુમાર ધર્મમાં મન લગાડવા લાગ્યો.
પિતા પાસેથી પ્રાપ્ત આ ગંધસમૃદ્ધ નગરને વિધિથી પાળે છે. એક દિવસ તેણે એક ક્ષત્રિયકુમારને કહ્યું કે “બહુજન પાસેથી ધાર્મિક વચન સાંભળી “મને કહેવા” હે ભદ્ર! બસ આ જ તારે સેવા કરવાની છે. (૨૬) ત્યાર પછી તે સુબુદ્ધિ તેને હંમેશા ધર્મ કહે છે. રાજા સંવેગથી સુબુદ્ધિના વચનો સ્વીકારે છે. નગરબહાર રહેલા મુનિને કેવલજ્ઞાન થયું તેના નિમિત્ત આવેલ સુરસમૂહને જોઈ હર્ષ પામેલ સુબુદ્ધિ રાજા પાસે ગયો. તે બીના કહીએ છતે તેના મનમાં કુતુહલ પૂરાતા - ઉભુ થતા મન અને પવનને જિતનાર એવી ગતિવાળા ઘોડા ઉપર રાજા આરુઢ થયો અને કેવલી ભગવંત પાસે આવ્યો. પ્રણામ કરી શુદ્ધભૂમિએ બેઠો. અને કેવલી ભગવંતના મુખારવિંદમાંથી નીકળતા ધર્મને સાંભળવા લાગ્યો. કથાંતર થતુ જાણી પિતાની ગતિ પૂછી. ત્યારે સાંભળતા પણ ભય ઉપજાવે એવા સાતમી નરકના દુઃખ દરિયામાં ડુબેલા પિતાને જાણી ઘણો સંવેગ પામ્યો, નગરમાં ગયો પોતાના પુત્રને રાજ્ય સ્થાપી સુબુદ્ધિને કહ્યું હવે તમે મારા પુત્રને ઉપદેશ આપશો.” સુબુદ્ધિએ કહ્યું, હવે દેવ ! હવે પછી મારો પુત્ર પોતાના સ્વામીને ઉપદેશ આપશે, અને હું તો તમારી સાથે દીક્ષા લઈશ. એ પ્રમાણે તે બન્નેય પણ દીક્ષા સ્વીકારી આત્મ સાધના કરી. ત્યાર પછી હે રાજનું! તે હરિશ્ચંદ્રના વંશમાં અસંખ્યાતા રાજા વ્યતીત થતાં આપશ્રી રાજા થયા છો. અને સુબુદ્ધિના વંશમાં હું થયો છું, પોતાનો અધિકાર જાણી મેં વિનંતી કરી.
તેમજ અકાળે કહેવાનું કારણ એ છે કે આજે હું નંદનવનમાં ગયો હતો. ત્યાં ચારણ મુનિને દેખી આપનું આયુઃ પ્રમાણ પૂછયું. તેઓએ પણ કહ્યું કે માત્ર એક મહીનો બાકી છે. તે સાંભળી પાણીમાં રહેલુ કાચી માટીનું કોડીયું જેમ ચારે બાજુથી નાશ પામે છે તેમ ઢીલા થતાં બધા અંગવાળા રાજાએ કહ્યું છે મિત્ર ! આટલા આયુષ્યવાળો હું હવે શું કરી શકીશ ? સ્વયંબુદ્ધે કહ્યું સર્વ વિરતિવાળાને એક દિવસ પણ કમ નથી. તરત જ પુત્રને રાજ્ય આપી જિનાલયમાં ગયો. ત્યાં પૂજા કરી ચારે આહારના પચ્ચકખાણ લઈ પાદપોપગમન અનશન સ્વીકારી મારીને તારો સ્વામી હું લલિતાંગ દેવ થયો છું. તે મારો મિત્ર પણ દ્રઢ ચારિત્ર પાળી અહીંજ દ્રઢધર્મ નામે દેવ થયો.
“એ પ્રમાણે મેં થોડો તપ આચરેલ” એમ તે વખતે તે આર્ય ! મને લલિતાંગે કહ્યું - આ અરસામાં ઈશાનેન્દ્ર પાસેથી દ્રઢધર્મ આવ્યો છે લલિતાંગ ! નંદીશ્વરે જિનમહોત્સવ કરવા ઇંદ્ર જાય છે. હું પણ જાઉં છું. તું પણ ચાલ. અમે પણ (પ્રભુ અને હું) ઈંદ્રની આજ્ઞાથી નંદીશ્વર ગયા. જિનાલયમાં મહિમા કર્યો. ત્યાર પછી તિચ્છલોકના શાશ્વતા ચૈત્યની પૂજા વંદન કરતા લલિતાંગ
વી ગયો. તેનાં વિરહાગ્નિ જ્વાલા સમૂહથી ભક્ષણ કરાતા શરીરવાળી હું (સ્વયંપ્રભા) પરિવાર સાથે વિમાનમાં આવી. મારી શોભા નાશ પામતી દેખી સ્વયંબુદ્ધ (દ્રઢધર્મ) મને કહ્યું કે સ્વયંપ્રભા!