Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 212
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૨૦૧ મૂક્યો. તેવી અવસ્થાવાળા અચલને દેખી સંકેત યાદ કરી લાંતકમાંથી બીભીષણનું રૂપ કરી તેને બોધ પમાડવા આવ્યો. હે ભાઈ! હું વિદ્યાધર સાથે યુદ્ધ કરવા ગયો હતો. જીતીને તારી પાસે આવ્યો. એ આંતરામાં કોઈક અનાર્ય કર્મવાળા દુષ્ટદેવે તને ઠગ્યો લાગે છે. તેથી જે આ શબને તે ઉપાડ્યું છે. તેને આ નદીના સંગમમાં સત્કાર કરી દે (વહાવી દે), ચાલો હવે આપણે ઘેર જઈએ. અને પોતાનું રાજ્ય ભોગવવા લાગ્યા. એક દિવસ આસને બેઠા હતા, ત્યારે એકાએક મેં મનોહરીનું રૂપ પ્રગટ કર્યું, તેથી આ ખળભળાટ પામી ગયો (૮૧) તે કહેવા લાગ્યો હે માતા ! તું અહીં ક્યાંથી? ત્યારે મેં સંકેત વિ. સર્વ કહ્યાં. હે પુત્ર ! આ અસાર સંસારમાં ધર્મમાં ઉદ્યમ કર. એમ કહી હું લાંતકમાં ગયો. અચલે પુત્રને રાજય સોંપી દીક્ષા લીધી. તપ, સંયમ પાળી લલિતાંગ દેવ થયો. પુત્ર નેહથી દેવી સાથે તેને વારંવાર મારી પાસે લઈ જાઉં છું. આ બાજુ તે સાગરોપમનાં સાતીયા નવભાગ સુધી ભોગ ભોગવી ચ્યવી ગયો. તેનાં ઠેકાણે બીજો લલિતાંગ થયો. સરખા ગુણવાળા તેને પણ પુત્ર સ્નેહથી હું વારંવાર મારી પાસે લઈ જતો એમ સત્તર લલિતાંગ વ્યતીત થયા. જેને શ્રીમતી જાણે છે તેને પણ હું ઘણીવાર મારી પાસે લઈ આવ્યો હતો. ત્યાંથી વી હું અહીં ઉપન્યો. હે પ્રતિહાર ! જલ્દી વજજંઘને બોલાવો. તેને આ શ્રીમતી કન્યા આપું. સર્વ અંગે ઉત્કૃષ્ટ શણગાર સજી કુમાર આવ્યો. સોળે કળાએ ખીલેલા ચંદ્ર સરખા મુખવાળો, મધ્યકાલના સૂર્ય કિરણોથી વિકસેલા કમલા સરખા લોચનવાળો મણિજડિત કુંડલથી (સ્કૃષ્ટ) ઘસાયેલા પુષ્ટ (કપોલ) ગાલવાળો ગરુડ જેવી લાંબી ઉન્નત નાસિકાવાળો,વિદ્રુમ જેવા એકદમ લાલ તેમજ કોમલ કંઠવાળો, કુંદ સરખા ધોળા, કળીની માળા સરખા આકારવાળા સ્નિગ્ધ દાંતની શ્રેણીવાળો “ઉત્તરાસંગથી યુક્ત વૃષભ સમાન ખભાવાળો મુખના ત્રીજા ભાગ પ્રમાણ રહેલી રત્નાવલીથી વેષ્ટિત ગ્રીવાવાળો, નગરની પરિખા (ખાઈ)ની જેમ લાંબા બાહુવાળો, નગરના કપાટની જેમ માંસલ (મજબૂત) અને વિશાળ વક્ષસ્થલ (છાતી) વાળો, હાથના અગ્રભાગથી સારી રીતે ગ્રહણ કરી શકાય તેવાં મધ્યદેશવાળો, વિકસિત કમલ સરખી નાભિવાળો, હરણ વાંસના પાત્ર અને ઘોડા જેવી ગોલ કેડવાળો, હાથીની સૂંઢ સરખા સાથળવાળો, ગુપ્ત જાનુ પ્રદેશ યુક્ત હરણ સરખા રમણીય જાંઘવાળો, સુંદર રીતે મૂકેલા સોનાના કુંભ સરખા લક્ષણયુક્ત ચરણયુગલવાળો, એવો કુમાર ત્યાં આવ્યો. અને રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ કહ્યું હે પુત્ર ! વજજંઘ પૂર્વભવના સ્નેહ સંબંધવાળી આ સ્વયંપ્રભા શ્રીમતી બનેલી છે તેણીને પરણ. ત્યારે જેમ રાજહંસ કમલીનીને દેખે તેમ મને તેણે દેખી, ઠાઠ માઠથી વિવાહ થયો. થોડા દિવસો પછr ઘણાં દાસી વિ. પરિવાર સાથે વિપુલ ઘરેણાં વસ્ત્ર દ્રવ્ય ઈત્યાદિના દાનપૂર્વક તાતે વિદાય આપી અને અનુક્રમે લોહગલ પહોંચ્યાં. ત્યાં જન્માંતરમાં ઉપાર્જિત વિશિષ્ટ પુણ્ય સમૂહથી પ્રાપ્ત થતાં સર્વ ઇન્દ્રિયને આનંદ આપનારા એવા સુખસાગરમાં ડુબેલા તેઓને પુત્ર થયો. દેહની વૃદ્ધિથી અને કલાભ્યાસથી તે મોટો થયો. આ બાજુ મારા પિતાશ્રી લોકાંતિક દેવોથી પ્રતિબોધ પામેલા પોતાનાં પુત્ર પુષ્કલપાલને રાજય સોંપી તીર્થંકર સ્વરૂપે દીક્ષા લીધી. વિવિધ તપથી ઉત્પન્ન કેવલજ્ઞાન સ્વરૂપ સૂર્યકિરણોના

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244