Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 209
________________ ૧૯૮ મૂળશુદ્ધિ ભાગ-૧ તેનાં અનુસારે હું માણસો સાથે ત્યાં ગઈ. ત્યાં ધર્મદેશના કરતાં યુગધર આચાર્યને જોયા. હર્ષ ભરેલી હું સૂરિને વાંદી લોકો વચ્ચે બેઠી અને તેમના મુખથી નીકળતા-નિસરતા ધર્મને સાંભળવા લાગી. તે ચૌદપૂર્વી ચાર જ્ઞાનના ધણી અમને બોધ પમાડવા વિશેષ રીતે સમજાવવા લાગ્યા. મિથ્યાત્વાદિથી જીવ નિરંતર કર્મ બાંધે છે. અદેવમાં પ્રભુની ગણના, અસાધુમાં સાધુની માનતા, અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ આ મિથ્યાત્વ કહ્યું છે. મદિરા, વિષય, કષાય, નિદ્રા વિ. પાંચ અને ચારવિકથાએ પાંચ પ્રમાદ છે. મુંગ વિ.ના કુવાથ (ઉકાળા) થી-લાકડુ અને ચોખા વિ. ના લોટથી બનેલ મદિરા બે પ્રકારની હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને વિષય કહ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાય સંજવલનાદિ ભેદથી ચાર ચાર પ્રકારે છે, એટલે સોળ થયા. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ એમ પાંચ પ્રકારે નિદ્રા છે. ' સ્ત્રીકથા - આ દેશની સ્ત્રી સારી, તેની ભાષા મીઠી ઈત્યાદિ. ભક્ત કથા - શાકમાં મસાલા વિ. સારા નાંખ્યા છે, તેનું વર્ણન કરવું. દેશકથા - આ દેશ બહુ મનોહર છે, મન-તનને અનુકૂળ - ગમે એવો છે ઈત્યાદિ. રાજકથા - આ રાજય વ્યાપાર પ્રધાન છે, અહીં ધંધો સારો થઈ શકે અહીંના રાજનેતા આપણા ઓળખીતા છે. ઈત્યાદિ. રાજનિતી વાતો વિરતિનો નિષેધ (અભાવ) જ અવિરતિ છે. દુષ્ટ મન, વચન, કાય, અશુભ યોગ જાણવા. આ બધા કર્મબંધના હેતુઓને છોડો જેથી સંસાર ઓળંગી જલ્દી મોક્ષમાં જશો. આ સાંભળી ઘણા બોધ પામ્યા. મેં પણ ગુરુને પૂછ્યું - હે ભગવન ! મારાથી વધારે દુઃખી કોઈ છે ? હાં, નારકો છે, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વિના સદા અંધકારમય ધૃણાજનક બીભત્સ, પૂતિ-વસાથી કાદવવાળા, અશુભગંધ રસવાળા નરકાવાસમાં વિવિધ પાપકર્મવાળા જીવો ઉપજે છે. ભયંકર દર્શનવાળા દેખતાજ ગભરાટ છુટે જાણે સાક્ષાતુ પાપપુંજ હોય તેવા, તેમજ તેઓ પરસ્પર દુઃખ ઉદરે અને ક્ષેત્ર વેદના વેદે છે. તે દુઃખને વર્ણવા સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી. તિર્યંચો પણ વિવિધ જાતનાં અતિ દારુણ ભૂખ, તરસ વિ. દુઃખોને સહન કરે છે. તે દુઃખો શબ્દથી વર્ણવી શકાય એમ નથી. તારા દુઃખથી અનંતગુણ ભયંકર દુઃખો પરવશ પડેલા નરક તિર્યંચો પામે છે. ' જયારે તું તો અમનોજ્ઞ શબ્દાદિને છોડવા અને મનોહર વિષયને સેવવા માટે સ્વાધીન છે. તેથી તારે દુઃખ થોડુ છે. પણ સુકૃત ધર્મવાળા સુખી જીવોને દેખી તું જાતને દુઃખી માને છે. તેથી જો સર્વોત્કૃષ્ટ સુખ ઈચ્છતી હોય તો ધર્મ કર, ત્યારે સંવેગ પામેલી મેં ગુરુને કહ્યું જેટલો ધર્મ કરવા હું સમર્થ હોઉં તેટલો ધર્મ આપો. ત્યારે ગુરુએ અણુવ્રત વિ. ગૃહસ્થ ધર્મ મને આપ્યો, ત્યારે ગુરુચરણ કમલને વાંદી ઘેર જઈ આત્મસંતુષ્ટ બનેલી હું તો યથાશક્તિ ધર્મ પાળવા લાગી. . ત્યાર પછી છઠ અઠમ વિ. નાના પ્રકારના તપમાં મસ્ત બનેલી મેં ઘણો કાલ પસાર કર્યો. પછી અનશન લીધુ તેમાં રહેલી મેં એક દિવસે મારી આગળ એક દેવને જોયો. હારથી શોભતા વક્ષસ્થલવાળા, રત્નના વિશાળ મુકુટથી શોભતા મસ્તકવાળા, પોતાના શરીરની કાંતિના ફેલાતા કિરણોથી દિશાભાગોને ઉદ્યોતિત કરનાર, ધૂળ વગરના, શ્રેષ્ઠgધુરીવાળા

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244