Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 206
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૧૯૫ કહ્યું છે સંભિન્નશ્રોત ! જે શરીર વૈભવ વિ.ને અનિત્ય જાણી આલોકનાં સુખમાં આસક્ત બનેલો નિર્વાણ વિ.સુખના પ્રસાધક તપ સંયમ અનુષ્ઠાનમાં પરાયણ થતો નથી, તે પ્રાપ્ત થયેલ રત્નભંડારનાં સુંદર રત્નો જે સર્વજનોને પ્રશંસવાલાયક, સુંદર ગુણના આધાર અનેસુંદર વિશિષ્ટ તેજથી ચમકતા છે, તેઓને છોડી કાચમાં અનુરાગી બનવાનો નિષ્ફળ પ્રયત્નથી દારિદ્ર, પરાભવ વિગેરે દુઃખાગ્નિની જવાલાથી દાઝેલા માણસની જેમ હોંશીયાર માણસોથી નિંદાય છે. સંભિન્નશ્રોતે કહ્યું ભવિષ્ય માટે નો તારો પ્રયત્ન મને તો આકાશ પડવાની શંકાથી તેને ધારવા માટે ટિંટોડી જેમ પગ ઉંચા કરીને જુએ છે, તેનાં જેવું લાગે છે. વળી મરવાનું નક્કી જ છે તેથી “શું શ્મશાનમાં જતુ રહેવું, તે શું યોગ્ય છે ?” તેથી અનાગત સુખ હેતુ હાલના સુખને ન છોડ. મરણ સમયે પરલોક હિત કરશું. સ્વયંબુદ્ધે કહ્યુ મુગ્ધ ! યુદ્ધ આવી પડતા ઘોડા હાથી આદિ સૈન્ય તૈયાર કરવું. નગર ઘેરાઈ જતાં અન્ન પાણી ભેગાં કરવા. આગ લાગતાં કૂવો ખોદવો વિગેરે. શક્ય નથી. જો સૈન્ય વિ. તૈયાર હોય તો શત્રુનો પ્રતિકાર, લાંબા સમય સુધી સ્વસ્થ રહેવું, આગ ઓળવવાનું સુખ પૂર્વક થઈ શકે. વળી તુચ્છ વિષય સુખમાં મોહિત બનેલો મોક્ષ સુખની અવગણના કરનાર તું શિયાળની જેમ જાતનો નાશ ન કર. બીજો બોલ્યો આ વળી શિયાળીઓ કોણ છે ? - સ્વયંબુદ્ધે કહ્યું એક જંગલમાં પર્વતની તળેટીમાં રહેલી ગિરીનદીના કાંઠે ઇત્યાદિમાં ભમનાર મત્ત હાથીને દેખી મારવાની ઇચ્છાવાળા શિકારીએ કાન સુધી બાણ ખેંચી પ્રહાર કરતાં વેદનાથી વ્યાકુલ બનેલો હાથી નીચે પડી રહ્યો હતો, ત્યારે તેનાં કુંભસ્થલથી પડતા મુક્તાફળ દેખી તેને લેવાની ઈચ્છાથી જીવા સાથેજ ધનુષ ત્યાં મૂકી દોડ્યો. ત્યાં તો હાથીનું શરીર પડવાથી અડધા પીસાયેલા મહાકાયવાળા સર્પ, નષ્ટપ્રાયઃ બનેલ હરણ અને ભિલ્લના શરીરોને ભમતા શિયાળે દેખ્યા. આ સજીવ છે કે મરી ગયા છે. નિશ્ચય કરવા આઘો પાછો થતાં “મરી ગયા છે,” એવો નિશ્ચય કરી હર્ષથી એમ ચિતવવા લાગ્યો. અહો ! આ તો મારે જીવનભરનું ભોજન થઈ રહેશે. ત્યાં પહેલાં ધનુષ્યની દોરી ઉપર લાગેલી નસ ખાઈ લઉં, પછી શાંતિથી આને ખાઈશ. એમ વિચારી નાડી ખાવા લાગ્યો. તેટલામાં ધનુષ્યના સંધિબંધન છૂટી જવાથી તીક્ષ્ણ અગ્ર કોટાભાગથી (તાળવું) ગળું વીંધાઈ ગયું, અને ખલાસ થયો. તેમ તું પણ નાશ પામીશ. એટલામાં રાજાએ પૂછયું કે સ્વયંબુદ્ધ! શું કોઈ પરલોક છે? તેણે કહ્યું કે સ્વામી! જયારે બાલકાલમાં મારી સાથે તમે નંદનવન ગયા હતા ત્યારે આપણી પાસે એક કાંતિવાળો દેવ આવેલો. તેણે કહ્યું હે ભદ્ર! મહાબલ ! હું તારા બાપનો બાપ શતબલ. જિનેશ્વરે ભાખેલા વ્રતને આચરી લાંતકાધિપતિ થયો. તેથી તે ભદ્ર! પરલોક ઘણું શું કહ્યું? અને સુકૃત દુષ્કૃત કર્મનો વિપાક પણ છે, માટે જિનધર્મમાં રત બનવું એમ કહી અદશ્ય થયેલા. જો આપને તે યાદ આવતુ હોય તો પરલોકની શ્રદ્ધા કરો ? રાજાએ કહ્યુ - પિતામહના વચનોને યાદ કરું છું. ત્યાર પછી અવસર પામીને સ્વયંબુદ્ધે કહ્યું - હે દેવ ! તમારા વંશમાં કુરચંદ્ર રાજા તેને કુરુમતિ નામે રાણી અને પુત્ર હરિશ્ચંદ્ર હતો. તે રાજા નાસ્તિકવાદના ધર્મથી ભાવિત મનવાળો મહાઆરંભ વિ. માં મસ્ત બનેલો મરણ સમયે નરકની

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244