Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 204
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ શ્રેયાંસ કથા ૧૯૩ દેવ આ બાજુ દીક્ષા લઈ મૌન ધરી પ્રભુ ઋષભ જયાં જ્યાં જાય છે. ત્યાં બધા હાથી, ઘોડા, કન્યા વિગેરે થી આમંત્રણ આપે છે. (સામે ધરે છે.) કારણ કે તેઓ જાણતા નથી કે ભિક્ષા કેવી અને ભિક્ષાચર કેવા ? એમ વિચરતાં વિચરતાં પ્રભુને એક વર્ષ થઈ ગયું. શ્રેયાંસે નગરના દરવાજેથી પ્રવેશ કરતા પ્રભુને જોયાં. દેખીને વિચારવા લાગ્યો... “જેવું. દાદાજીનું રૂપ, લિંગ, વ્રત પ્રમાણ છે તેવું મેં પૂર્વે ક્યાંય દેખેલું લાગે છે.' ક્યાં દેખ્યું એમ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું તેનાથી પૂર્વની સર્વ હકીકત જાણી હું જિનેશ્વરને વહોરાવું. એમ વિચારતા ઘરના આંગણામાં આવ્યો. એ અરસામાં તેના દર્શન માટે શેલડીના રસના ઘડા લઈને કેટલાક માણસો ત્યાં આવ્યા અને ભગવાન પણ પધાર્યા. ત્રણ લોકના ગુરુને જોઈ રોમરાજી ખીલી ઉઠી અને ઈશુરસનો ઘડો લઈ કહેવા લાગ્યો હે ભગવન્! અનુગ્રહ (ઉપકાર) કરો. ત્યારે “કલ્પ એવો આહાર છે માટે જિનનાથે હાથ પસાર્યા. શ્રેયાંસે પણ કરતમાં સર્વ રસ વહોરાવ્યો. (નાંખ્યા) ચંદ્ર અને સૂર્ય સુધી શિખા લાગી જાય પણ પ્રભુના હાથમાંથી એક બિંદુ નીચે ન પડે. કારણ કે પરમાત્માનો આવો અતિશય છે. આજે હું કૃતાર્થ થયો. આજે જીવીત સફળ થયું. મનુષ્ય જન્મનું ફળ આજે મેં મેળવ્યું. કારણ કે આજે મેં પ્રભુને પારણું કરાવ્યું. એટલામાં ગગનમાંથી સુગંધી પાણીની વૃષ્ટિ થઈ. દેવોના હાથરૂપી કળીમાંથી મૂકાયેલી, લીન બનેલા મત્તભ્રમરનાં ઝંકારવાળી પુષ્પવૃષ્ટિ આકાશમાંથી પડી. દેવતાઓએ ગંભીર ધ્વનિવાળી દુંદુભિઓ વગાડી. રત્નનો સમૂહ મૂક્યો. ઈંદ્રધનુષ્ય રચ્યું. વસ્ત્ર ઉડાડ્યા, ખીલેલા નયનવાળા દેવો બોલવા લાગ્યા અહો ! સુદાન ! મહાદાન ! હે કુમાર ! તું કૃતાર્થ થયો છે. તારો મનુષ્ય જન્મ સફળ છે. જેણે આજે. ત્રણભુવનના નાથને પારણું કરાવ્યું. નગરજનો ત્યાં આવ્યા. અત્યંત હર્ષથી પૂછ્યું હે કુમાર ! તેં કેવી રીતે જાણ્યું કે ભગવાનને આવી રીતે દાન અપાય. તે સાંભળી સોમપ્રભ વિ. આશ્ચર્યથી પ્રફુલ્લિત નેત્રોવાળા, ત્યાં આવ્યા. મેં જાતિસ્મરણથી દાનવિધિ જાણી અને બીજુ મારે પ્રભુ સાથે આઠભવનો સ્નેહ સંબધ છે. કુતુહલથી તેઓએ ભવો પૂછ્યા. આ જંબુદ્વીપમાં ઉત્તરકુરુમાં હું સ્ત્રી અને પ્રભુ પુરુષ રૂપે યુગલિક હતા. દશ પ્રકારનાં કલ્પવૃક્ષથી ઉત્પન્ન સુરલોક સરીખા પંચ વિષયક ભોગ - ઉપભોગથી લાલિત શરીરવાળા અમે ઉત્તરદ્રહના મખમલ જેવી કોમલ ભૂમિતલે ઉગેલ કલ્પવૃક્ષની ગહન છાયામાં બેઠા હતા. ત્યારે ક્ષીરસાગર સરખા પાણીથી ભરેલા સરોવરમાં સ્નાન કર્યા પછી ગગનમાં કુદતા દેવ શરીરના કિરણોથી ઉદ્યોતિત થયેલી દિશાસ્ત્રીને જોવાથી ઉત્પન્ન ચિંતાભારથી મંદ મંદ બંધ થતા નયન યુગલવાળો તે મારો પતિ મૂછ પામ્યો. પળમાં સ્વસ્થ થઈ બોલવા લાગ્યો. હા સ્વયંપ્રભા ! તું ક્યાં ગઈ તું મને જવાબ તો આપ. સ્વયંપ્રભા નામ સાંભળી પૂર્વે અનુભૂત નામના વિમર્શ (વિચાર) થી નાશ પામતી ચેતનાવાળી હું પણ પરણિતલે પડી. થોડીવારમાં સ્વસ્થ થઈ જાતિસ્મરણ થવાથી મેં કહ્યું કે નાથ ! હું જ તે સ્વયંપ્રભા છું. તેણે કહ્યું કે સ્વયંપ્રભા તું કેવી રીતે ? મેં કહ્યું.... અઠાવીશ લાખ વિમાનથી વ્યાપ્ત, સુકૃતથી વ્યાપ્ત, ફાટફાટ થતા રૂપલાવણ્યવાળા દેવ

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244