Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 202
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ નયસાર કથા ૧૯૧ જાણી સૂરીએ તેને મોક્ષવૃક્ષનું બીજ સમાન પાપરહિત એવુ સમ્યગ્દર્શનનું વર્ણન કર્યું. કર્મના લયોપશમના લીધે તેણે ગુરુ પાસે સ્વીકાર્યું. સૂરીએ કહ્યું આના વિષે તું પ્રમાદ કરીશ નહિ, કારણ કે ત્રાસ વગરનું,વિમલ, કલંકરહિત, નિર્દભ આચરણ યુક્ત, ત્રણે લોકમાં અદ્દભુત વખાણથી પૂજાયેલું, આનંદ આપનારુ, વિદ્વાનોનું હૃદય, મહાફલોદય ગુણવાળું, એવું ઉત્તમ સમકિત રત્ન સંસાર સમુદ્રમાં પ્રાપ્ત કરી કયો માણસ પ્રમાદ કરે ? (૮) જેમ આપ કહો તેમ કરીશ” એમ કહી માર્ગે ચડાવી પાછો ફર્યો. રાજકાર્ય કરી પોતાનાં ઘેર ગયો. ત્યાં પણ જિનવંદન-પૂજનમાં તત્પર,સુસાધુનું બહુમાન કરવામાં રત જિનભાષિત સિદ્ધાંતનો સ્વીકાર કરતો. પંચ નમસ્કાર રૂપી પાણીના પ્રવાહથી કર્મમલના પડને સાફ કરતો, અવિરત સમ્યદ્રષ્ટિ એવાં એનો અંત સમય આવ્યો. સમાધિથી મરી શરીરપિંજરને છોડી સૌધર્મ દેવલોક પલ્યોપમની સ્થિતિવાળો મહર્થિક દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે છતે અવીને આજ ભરતક્ષેત્રમાં વિનિતા નગરીમાં પ્રથમ જિનેશ્વરનો પુત્ર અને ભરતક્ષેત્રના અધિપતિ ભરત રાજાનો મરીચી નામે પુત્રપણે ઉત્પન્ન થયો. જિનેશ્વરનાં પ્રથમ સમવસરણમાં ઋષભ સ્વામીનું વચનામૃત પીને સંવેગ પામ્યો અને શમી ગયેલા પાપવાળા તેણે દીક્ષા લીધી. એક દિવસ ઉનાળામાં પરસેવા અને મલ વડે મેલા શરીરથી ઉદ્વેગ પામેલો, એમ વિચારવા લાગ્યો.. મેરુસમાન અતિશયભારી ઉત્તમ સત્ત્વોએ આચરેલ જિનેશ્વરોએ ઉપદેશેલ આ ચારિત્રને હું વહન કરવા અસમર્થ છું. અને પિતાની શરમથી વ્રત ભ્રષ્ટ થઈ ઘેર કેવી રીતે જાઉં? આ બાજુ વાઘ અને પેલી બાજુ નદી છે. આનાથી કેવી રીતે પાર પામવું? આમ વિચારતાં આવાં પ્રકારની બુદ્ધિ ઉપજી કે પરિવ્રાજકની દીક્ષાને હું ગ્રહણ કરું ? જેથી આગમમાં કહ્યું છે. - શ્રમણો ત્રણે દંડથી વિરમેલા અને નિશ્ચલ તથા સંકુચિત દેહવાળા છે. હું ઈન્દ્રિયને જીતેલ ન હોવાથી તથા મારા મન, વચન, કાય અશુભ વ્યાપારવાળા હોવાથી દંડ રૂપ છે માટે મારે ત્રિદંડ એવું ચિહ્ન થાઓ. દ્રવ્યથી લોચ વડે અને ભાવથી ઈન્દ્રિય દ્વારા શ્રમણો મુંડ છે, હું તો ભાવથી મુંડ નથી માટે હું અસ્ત્રાથી હજામત કરીશ, અને ચોટી રાખીશ. સ્કૂલ પ્રાણાતિપાતથી હું વિરતિ રાખીશ. શ્રમણો સોનું વિ. રાખતા નથી. જિનકલ્પી તો કાંઈ પણ નથી રાખતા, હું કાંઈક રાખીશ. શ્રમણ શીળસુગંધવાળા છે, હું શીલવાળો નથી. તેથી હું સુગન્ધિ દ્રવ્યથી વિલેપન કરીશ. શ્રમણો મોહ વગરના છે, મોહથી ઢંકાયેલા મારે છત્ર હો. શ્રમણો જોડા નથી પહેરતા હું પાવડી પહેરીશ. શ્રમણો શ્વેત વસ્ત્રધારી કે વસ્ત્ર વગરનાં હોય છે, હું ગેથી રંગેલા વસ્ત્ર પહેરીશ, કારણ હું ક્યાયથી કલુષિત મતિવાળો હોવાથી મારે આવા કષાય વસ્ત્ર યોગ્ય છે. પાપથી ડરનારા સાધુ ઘણાં જીવોથી વ્યાપ્ત જલારંભ કરતા નથી. હું તો પરિમિત પાણીથી સ્નાન કરીશ. અને કાચુ પાણી પીઈશ. એ પ્રમાણે તેને હિતકારી હેતુવાળા આ પરિવ્રાજક લિંગને પોતાની બુદ્ધિથી કલ્પીને અભિષ્ટ મતિવાળા-પોતાને જે ઈષ્ટ છે તે તરફ મતિ - બુદ્ધિ દોડાવનારા “તેણે પ્રવર્તાવ્યો. પ્રગટ રૂપવાળા તેને દેખી ઘણાં લોકો ધર્મને પૂછે છે, ત્યારે તે યતિના સમાદિ ધર્મને કહે છે. તો તમે આ ધર્મને કેમ ન સ્વીકાર્યો ? એમ માણસો વિચારવાં

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244