________________
મૂળશુદ્ધિ ભાગ-૧ ધનસાર્થવાહ કથા
(૧૮૯ તેમ ભમતા ઘણા જંગલી પશુવાળું જેમ સાધુનું શરીર સંવરવાળુ હોય છે, તેમ સંવર નામના હરણવાળું, સિદ્ધિ જેમ શબ વગરની હોય, તેમ ભિલ્લને હિતકારી, મદોન્મત્ત સ્ત્રી જેમ કામવાળી હોય છે તેમ આ વન સારિકાવાળુ છે. શિવની મૂર્તિ જેમ ગંગાવાળી હોય છે, તેમ પેંડાવાળુ, અલ્કાપુરી જેમ ઘણાં વૈભવવાળી હોય તેમ ઘણા પ્રકારના વાયુવાળું, સજજન માણસોની પ્રવૃત્તિ જેમ ઘણાં નયવાળી = ઘણુ કરીને નીતિમય હોય) તેમ ઘણા ઝાડવાળુ, દુર્જન માણસની ચેષ્ટા ઘણી આપત્તિવાળી હોય, તેમ ઘણી નદીવાળુ, દાઢી મૂંછને ધારણ કરનાર શરીરવાળી નારી જેમ દાઢીવાળી હોય છે તેમ હિંસક જાનવરવાળું, જિનેશ્વરનો સમૂહ જેમ ઘણાં સત્ત્વવાળો હોય તેમ ઘણાં પ્રાણીવાળું એવા જંગલના મધ્યભાગમાં સાથે પહોંચ્યો.
એ અરસામાં યુદ્ધે ચડેલો વિજયરાજા જેમ ભારે તલવારની ધારથી પરપક્ષને દબાવી દે છે, તેમ ગુરુતર જલવૃષ્ટિના નિપાતથી-ભારેવરસાદ પડવાથી પક્ષિયોને શાંતિ આપનાર, રાજા જેમ સૈન્યના સમૂહથી શોભે છે, તેમ નદીપૂરથી શોભનાર, રાજા ઉત્તેજિત પરભાવવાળા હોય તેમ ઉન્નત વિનાશવાળો, (ચારે બાજુ વિનાશ વેરનાર) જેમ રાજા ધનુષ્યવાળો હોય તેમ ઈન્દ્રધનુષ્યવાળો વર્ષાકાલ આવ્યો. વળી ચમકતી વિજળીના કડાકાથી વાતાવરણ ભયાનક થઈ ગયું. ગોકળગાયો ચાલી રહી છે. ભીના કાદવથી માર્ગમાં ચાલવું પણ મુશ્કેલ છે. દેડકાના અતિ અપ્રિય પ્રાંઉં ડ્રાંઉં શબ્દથી દિશાઓ ભરાઈ રહી છે, વહેતી ગિરિ નદીના પૂરથી મુસાફરી અટકી ગઈ છે.
આવા વરસાદના કારણે આગળ જવાનું બંધ થઈ ગયું. તેથી ઉંચી રેતીવાળા પ્રદેશે ઢાંકીને | તંબુ તાણીને સાથે રહ્યો. દિવસો જતા આખા સાર્થમાં ધાન્ય ખલાસ થઈ ગયું. તેથી લોકો સચિત્ત કંદમૂલ ફળ ખાવા લાગ્યા.પર્વતગુફામાં રહેલા મુનિઓ પણ સમાધિ ચિત્તવાળા વિવિધ તપમાં તત્પર તેમજ ધ્યાન સ્વાધ્યાયમાં મસ્ત રહે છે. વર્ષાકાલ ઘણો ખરો વિતતા છતાં રાત્રીના છેલ્લા પહોરે સાર્થવાહ વિચારવા લાગ્યો કે “મારા સાર્થમાં કોણ સુખી છે ને કોણ દુઃખી છે”? એટલામાં તેને મુનિઓ યાદ આવ્યા અરે રે ! દુઃખની વાત છે તે મુનિઓ દુઃખી હશે કારણકે તેઓ સચિત્ત કિંદાદિને હાથ પણ લગાડતા નથી. મારા પ્રમાદને ધિક્કાર હો.જેના કારણે તપસ્વીઓને તૃપ્ત ન કર્યા. તેથી અપુણ્યશાળી એવા મેં જાતને (આત્માને) આલોક અને પરલોકની આપત્તિમાં નાખ્યો, કાલે સવારે સમસ્ત મુનિઓને તૃપ્ત કરીશ. એમ વિચારતા રાત્રિ જલ્દી પૂરી થઈ ગઈ. પરિવારે જણાવ્યું કે તે મુનિ અઠવાડિયે, પંદર દિવસે કે મહીને ગોચરી માટે આવે છે. પોતે ત્યાં જઈ જોયું તો મુનિઓના શરીર તપથી સૂકાઈ ગયા છે. શરમથી માથુ નમાવી સૂરીના પગે પડ્યો. સૂરીએ ધર્મલાભ આપ્યો. મેં તમારી સંભાળ ન રાખી તેની મને ક્ષમા કરો.
અવસર જાણી ગુરુએ સંવેગ ઉપજાવનારી ભવસમુદ્રમાં તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન સુંદર દેશના આપી. તે સાંભળી તે બોલ્યો કે મારે ઘેર સાધુઓને મોકલો જેથી શુદ્ધ ગોચરી વહોરાવું. તેનો ભાવ જાણી તેની સાથે જ સાધુ મોકલ્યા. ઘેર બધી રસોઈ જોઈ પણ કાંઈ તૈયાર ન હોવાથી રોમાંચિત દેહવાળાએ તેણે ઘી વહોરાવ્યું. કાલાદિથી વિશુદ્ધ એવા તે દાન વડે તેણે મોક્ષ ફળ આપનાર સમ્યકત્વ મહાવૃક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. તે બાલવૃદ્ધ વિ. બધા સાધુઓએ વાપર્યું