________________
૧૭૪
મૂળશુદ્ધિ ભાગ-૧
યુદ્ધનું વર્ણન...... ક્યાંક – રૌદ્ર તલવારથી કપાતા મનુષ્યના મસ્તકની ખોપરી ક્યાંક – મહાશયોથી નાચતા ઘડ દ્વારા વિવિધ જાતના નાટકો થાય છે. (થઈ રહ્યા છે.) ક્યાંક – તીક્ષ્ણ ભાલાથી ભેદાયેલ હસ્તિકુંભથી મોતીનો સમૂહ ખરી રહ્યો છે. ક્યાંક – મુગરથી ચૂર્ણ કરાયેલા સુભટો અને ભાંગેલા રથનો સમૂહ. ક્યાંક – લોહી રૂપ મદ્યપાનથી ખુશ થઈ ડાકણો નાચી રહી છે. ક્યાંક - મનુષ્ય માંસને ખાનારા શિયાળિયાઓ અવાજ કરી રહ્યા છે. ક્યાંક – ધનુષ્યની દોરીથી ફેંકાતા તીક્ષ્ય બાણોના સમૂહથી ગગન ઢંકાઈ રહ્યું છે. ક્યાંક – ખણખણ અવાજ કરતા ટકરાઈ રહેલા શસ્ત્રોમાંથી અગનજવાલા ઉઠી રહી છે. ક્યાંક – ખાલી આસનવાળા હાથી ઘોડા અને રથોનો સમૂહ ભમી રહ્યો છે. ક્યાંક – સુભટોથી સંતોષ પામેલાં દેવોનો સમૂહ પુષ્પોને વરસાવતા દેખાય છે ક્યાંક - ભયાનક વિવિધરૂપો કરી ભૂત પ્રેતો કિલકિલ અવાજ કરી રહ્યા છે. હાથથી ભયંકર કાતર ચલાવનારી રાક્ષસીથી ભીષણ આવા ભયંકર યુદ્ધમાં દેવધરે મહાવતને કહ્યું નરકેશરીના હાથી પાસે હાથી લઈજા, ત્યારે “જેવો આદેશ” એમ કહી વિજ્ઞાન દ્વારા પોતાના હાથીના દત્તશૂલ સાથે શત્રુહાથીના દત્તશૂલને સ્પર્શ કરાવા લાગ્યો, ત્યારે ઉછળીને દેવધર નરકેશરીના હાથી ઉપર ચડી ગયો અને કહેવા લાગ્યો, હે રાજન ! આ હું કિરાત તારી પાસે આવ્યો ચલ ઉભો થા. હથિયાર હાથમાં લે વાણીયાની શક્તિ જો ! “નીચ છે,” એમ માની શસ્ત્ર લેવાની રુચિ ન હોવા છતાં નરકેશરી રાજાએ તલવાર લીધી આકર્ષથી રાજા પ્રહાર કરે છે. તેટલામાં શ્રેષ્ઠ પરાક્રમવાળો કુમાર છટકી જઈને રાજાને બાંધી નાખે છે.
આ બાજુ ભામંડલરાજાને કુમારના મંત્રીઓએ વાયુસમાન વેગવાળા ઉત્તમજાતિના અશ્વને મોકલીને શત્રુ સૈન્યનું આગમન જણાવ્યું. રાજા પણ પ્રધાન સૈન્ય સાથે જલ્દી જલ્દી ત્યાં આવ્યો કુમારે ભામંડલ રાજાને નરકેશરી સોંપ્યો. રાજાએ હર્ષથી કુમારને ભેટી નરકેશરીના બંધનો છોડાવ્યાં અને સન્માન કરીને કહ્યું કે કુમારના સેવક થઈ રાજ્યને ભોગવો. નરકેશરીએ પણ મિત્રશ્રી નામની પોતાની પુત્રી કુમારને આપી, અભિમાનરૂપી ધનના લીધે રાજય છોડી સુગુરુ પાસે દીક્ષા લીધી.રાજા અને કુમાર પણ નરકેશરીના પુત્રને રાજ્ય ઉપર સ્થાપી પોતાના નગરમાં ગયા.
| (દેવધરને મહા સામ્રાજ્યની પ્રાપ્તિ) અવસર જાણી રાજાએ પોતાના બધા પુત્રોને કહ્યું જો તમને ઠીક લાગે તો તમારા બનેવીને રાજય ઉપર સ્થાપું, પુત્રોએ હાં કહી, ત્યારે શુભ દિવસે બન્ને રાજય વિષે કુમારનો અભિષેક કર્યો. રાજા પોતે દીક્ષા લઈ આત્મકાર્ય સાધવામાં લીન બની ગયો.
દેવધર રાજાને નરકેશરીના સામંતોએ ભેટણા સાથે અઢીસો કન્યા આપી અને નરકેસરી રાજાએ પણ અઢીસો કન્યા આપી. પાંચશો પાંચ રાણી થઈ અને રાજશ્રીને પટરાણી બનાવી.