________________
૧૮૦
મૂળશુદ્ધિ ભાગ-૧ બનાવે તો હું પુણ્યશાલી માનું. તે સાંભળી બાલપચ્છિતા વિચારવા લાગી આણીએ પરિણતિથી સુંદર વચન કહ્યું છે. તેથી ધન કમાવા સારુ નાથને અન્યત્ર મોકલી હું પુણ્ય ઉપાર્જન કરવામાં રક્ત બનું. જેથી સ્વામીનાથ ઘણું ધન કમાય, એમ વિચારી ઘેર આવી. ત્યાં તો પતિને ચિંતા સાગરમાં ડુબેલા જોયા. કારણ પુછયું....
ત્યારે કહ્યું કે હું શણગાર સજી મિત્રો સાથે બેઠો હતો ત્યાં બે પુરુષોએ મને દેખ્યો તેમાંથી એક જણ બોલ્યો આજ વખાણવા લાયક છે. જે એકલોજ વિવિધ ઋદ્ધિ ભોગવે છે. અને હાથીની જેમ સતત દાન ગંગા વહાવે છે. ત્યારે બીજો બોલ્યો તે ભદ્ર ! તું આને શું વખાણે છે? જે પૂર્વ પુરૂષોએ કમાયેલી લક્ષ્મીને ભોગવે છે. જે પોતાના હાથે કમાયેલી લક્ષ્મીથી આવી ચેષ્ટા કરે તેને હું સત્યપુરુષ માનું, બાકી બધા કુપુરુષ જ છે. તેથી હે પ્રિયે ! જ્યાં સુધી પરદેશ જઈ જાતે ન કમાઉં ત્યાં સુધી મને શાન્તિ નહિ થાય. તે બોલી નાથ ! તમારો અભિગમ સરસ છે. કારણ કે તે જ સુભગ છે, તેજ પંડિત છે, તે વિજ્ઞાન પામેલા છે જે જાતે કમાયેલી લક્ષ્મીથી કીર્તિ ફેલાવે છે. તેથી નાથ તમારા મનોરથો પૂરા થાઓ. તે મને ઇચ્છિત છે. તમે તેમ કરો. તેણે વિચાર્યું, પતિ પ્રવાસની ઇચ્છા કરે ત્યારે કોઈ નારી આમ બોલતી નથી કારણ કે, ભર્તારના પ્રવાસમાં નારીનું સર્વ સુખ જાય છે. કારણ કે પ્રિયતમ સ્વાધીન હોય તેઓને સંસાર સુખ હોય છે. આણીની મહેંદીનો રંગ પણ ઉડ્યો નથી અને આવું બોલે છે. તેથી નક્કી આ બીજામાં આસક્ત હોવી જોઈએ. આ સારું થયું આ પણ અડચણ કરનારી તો ન બની. એમ નિશ્ચય કરી તાત પાસે જઈ વિનંતી કરવા લાગ્યો...
છે તાત ! મને અનુજ્ઞા આપો કે ધન કમાવા પરદેશ જાઉં અને પુરુષાર્થ કરું (સાધુ). પિતાએ કહ્યું હે વત્સ ! કુલ પરંપરાથી આવેલું દાન - ભાગમાં સમર્થ ઘણું ધન તારે છે, તેથી તેનો જ ઉપયોગ કરતો નિશ્ચિત થઈને રહે, કારણ કે તારો વિયોગ હું સહન કરવા સમર્થ નથી.
દેવદિ કહ્યું જે લક્ષ્મી પૂર્વ પુરુષોએ પેદા કરી હોય તેણીને ભોગવતા સજ્જન પુરુષનું મન કેવી રીતે (મું) લજ્જા ન પામે? તેથી મને કૃપાથી ભીના-હળવા હૈયે અનુજ્ઞા આપો કે જેથી પોતાના હાથથી કમાયેલા ધનથી કીર્તિ ફેલાવું. ત્યારે નિશ્ચય જાણીને મા-બાપે વિસર્જન કર્યો. (રજા આપી) અને તે સર્વ તૈયારી કરવા લાગ્યો. ત્યારે પુત્રવધુ ક્યારેક આને રોકે નહિ માટે પહેલાંથી જણાવી દેવું સારું, એટલે બાપે કહ્યું હે બેટી ! તારો પતિ પરદેશ જવાનો લાગે છે. તે બોલી હે તાત ! તમારાથી જન્મેલા સપુરુષ નામાર્ગ ને અનુસરનાર આર્યપુત્રને આ યુક્ત છે. જેથી કહ્યું છે. સિંહ, સપુરુષો, હાથીઓ સ્થાનનો ત્યાગ કરે છે. કાગડા કાપુરુષો, મૃગલાઓ પોતાના ઠેકાણે જ મરે છે. તે સાંભળી “આ અન્યમાં આસક્ત લાગે છે.” એમ વિચારી મા બાપ મૌન રહ્યાં. કુમાર તૈયાર થયે છતે પોતાનું ધન આપી ચાર ભાગે કરી વણિપુત્રો કુમારના સાથીદાર બનાવ્યા. ત્યાર પછી શુભ દિવસે હાથીની અંબાડીએ ચડી દાન આપતો કુમાર નીકળીને પ્રસ્થાન મંગલે ઉભો રહ્યો. બાલપણ્ડિતા પણ હાથિણી ઉપર ચઢી શણગાર સજી પ્રસન્નમુખવાળી કુમારના