________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા
૧૮૧ દર્શન માટે આવી, ક્ષણવાર પછી તેણીએ વિનંતી કરી કે સ્વામીનાથ! આદેશ આપો કુમારે પણ લોકરિવાજે ફૂલની માલાથી યુક્ત પાન બીડુ આપ્યું. મુખમાં નાખીને બોલી હે નાથ! ફરીથી પણ તમે આપેલુ તંબોલ મારા મુખમાં પ્રવેશશે. એમ બોલતી તેણીએ વેણી બાંધી અને હર્ષિત મને ઘેર ગઈ. લોકો પણ તેવું દેખી તે જ પ્રમાણે વિચારતા નગરમાં પેઠા.
કુમાર પણ અહો ! સ્ત્રીની ચેષ્ટાઓ વિચિત્ર છે. તેથી કોઈ વાસ્તવિકતાની ખબર પડતી નથી. એમ વિચારતો આગળ ચાલ્યો. અનુક્રમે ગંભીરક નામના બંદરે (વેલાકુલે) આવ્યો. શ્રેષ્ઠ હાથી જેમ મદ વગરનો હોય, પ્રધાન મહેલ ઉંટ વગરનો હોય, દેવો મરણ વગરનાં હોય, મુનિવરો ઈષ્ટ પદાર્થ વગરના હોય, રાજા (ઔરા) ગર્વ વગરનો હોય, તેમ મયર+હિનો મગરમચ્છને હિતકારીશ્મશાન જેમ ઘોંઘા નામના કીડાથી વ્યાપ્ત હોય. સાંખ્યદર્શન મોટી સંખ્યાઓથી ભરપૂર હોય, તેમ મોટા મોટા શંખના સમૂહથી પૂર્ણ, શ્રેષ્ઠ રથ જેમ સુંદર પૈડાવાળો હોય તેમ કલ્લોલવાળો, દેવકુલ જેમ પીઠીકાવાળું હોય તેમ પીઠ જાતિના માછળાવાળો, સેના જેમ મુસાફરીવાળી, ધ્વજાવાળી હોય તેમ મત્સ્યવાળો, ઉછળતા મોટા મોટા મોજાઓથી જાણે ઉભો થઈ સામે આવતો ન હોય, તરંગ માળારૂપી ભુજાઓથી જાણે આલિગને કરતો ન હોય, સંખ્યાતા ભમતા જલચરોના મોટા અવાજથી જાણે બોલતો ન હોય, શ્વેત ફેણ રૂપી અટ્ટહાસ્યથી જાણે હસતો ન હોય. પક્ષિઓના કલકલ અવાજથી જાણે વાતો કરતો ન હોય, તેવો સમુદ્ર જોયો. તેને પૂજી યાનપાત્રો જોયા. તેમાંથી જિનવચનની જેમ અક્ષત, ગુણાધારવાળું, એકમદ ચોખું. નૈગમાદિ નયવાળું (યાનપણે આવા જવાના અનેક દરવાજાવાળું) અતિસુંદર ગોઠવાયેલા પાઠવાળું (યાનપક્ષે શ્રેષ્ઠ સફેદ પટવાળુ,) મહાર્થની ઉત્પત્તિનું કારણ (યાનપક્ષે ઘણા ધનની ઉત્પત્તિનું સાધન) આશ્રિત જનોને વૈભવ આપનાર, (યાનપક્ષે ડુબતા જંતુઓને તારવામાં સમર્થ) દેવાધિદેવથી અધિષ્ઠિત (યાનપક્ષે શ્રેષ્ઠ દેવથી અધિષ્ઠિત) એવું વાહન ભાડે લીધું. બધો સામાન તેમાં મૂક્યો. ત્યારપછી ચોખા ઘઉં વિ. ધાન્ય, પાણી,લાકડા વિ.નો સંગ્રહ કર્યો છd, દેવગુરુને પૂજી મહાદાન આપી પરિવાર સાથે વહાણમાં ચઢ્યો.
સમુદ્રમાં ભરતી આવ્યું છતે, પૂજાવિધાન પૂરા થયે છતે, વિવિધ પતાકાઓ ઉંચી કરાયે છતે, લંગર છૂટી કરાવે છd, જહાજના થાંભલા ઉભા કરાયે છતે, જહાજનો ખલાસી, કર્ણધાર, જહાજના નીચા સ્તરનો નૌકર અને કેપ્ટન તૈયાર થયે છતે, યાનપાત્ર બંધનથી મુક્ત કરાયું. અને સાનુકૂલ પવનના યોગે થોડાજ દિવસોમાં ઘણાં યોજન નીકળી ગયા.
આ બાજુ તે બાલપંડિતા સ્નાન વિલેપન શણગાર વિ.કર્યા વિના પૌષધ વિ. માં રક્ત બનેલી, આયંબિલ કરતી લગભગ સાધ્વીજીના ઉપાશ્રયમાં રહે છે. તેથી એક વખત પ્રસન્નમનવાળા સાધ્વી મા, બા, સાસુ સસરા વિ. કહેવા લાગ્યા છે બેટી ! તારું શરીર સુકોમલ છે, તેથી આવો તપ કર નહિ, તેણીએ વિનંતિ કરી છે વડિલો ! આપ ખેદ ન કરો, છ મહીના સુધી જ હું આ કષ્ટ સહન કરવાની છું. પાછળથી તો હું અનશન લઈશ. જો છ મહીનામાં મનોરથ પૂરા કરી મારા નાથ ન આવે તો તમારી (સાધ્વી) સમક્ષ નિશ્ચયથી હું આ વ્રત લઈશ.