________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દેવદિન કથા
- ૧૭૮ જેને ગ્રહણ કરવા ઇચ્છતા હો, તેને પહેલા મનોહર હાર આદિથી પકડો, પાછળથી નૈવેદ્યથી વશ થયેલાની પાસે કાર્ય અકાર્ય કરાવો.
જો હું આણીને ન મેળવું તો મારે અહિંથી નીકળી જવું, તેથી કોઈને ખબર ન પડે તેમ આ વાત તેણીના પિતા અને તેણીને જણાવું. તેથી બીજા દિવસે તૃષ્ણાભિભૂતને શ્રેષ્ઠ હાર આપ્યો. તેણે કહ્યું સ્વામી ! આ હાર કેમ ? કુમારે કહ્યું હાર હું છું, વળી તમે પ્રતિહાર તેથી તમને આ સોંપ્યો.” તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. તેણે પણ વાસ્તવિકતા નહિં જાણવાથી કુમારના આગ્રહથી ગ્રહણ કર્યો, બાલપંડિતાને આપ્યો. તેણીએ પિતાશ્રીને હાર સંબંધી પુછ્યું - પિતાએ કહ્યું દેવદિન્ને આપ્યો છે. કુમારના દર્શનથી અતિશય રાગી બનેલી બાલપડિતાએ પહેલાંજ કુમારના ભાવને ઓળખી લીધો હતો. છતા પરમાર્થ જાણવા સારુ પુછયું હે તાત ! બીજુ કાંઈ કુમારે કહ્યું હતું? તેણે આમ (ઉપરોક્ત) કહ્યું છે.
ત્યારપછી પરમાર્થ જાણીને તે બોલી જે કારણે તે કુમાર ધનનાશ કરે છે. તે હાર (કુમાર) પ્રકારકિલ્લાથી (હૃદયથી) બહાર ન કઢાય પણ હૃદય ઉપરજ ધારણ કરવાનો હોય છે. જેથી સુખ મળે, બાપતો કશું સમજી ન શકવાથી કાંઈ પણ બોલ્યો નહિ. તેણીએ પણ વિદગ્ધતા બુદ્ધિથી આ પ્રયોજન સિદ્ધ થશે. એમ વિચારી અવસરે માતાને વિનવવા લાગી. - ' હે માતા ! મને તું દેવદિત્રને આપ. મા બોલી પણ્ડિત થઈને અજ્ઞાની જેવું શું બોલે છે ? કારણ કે તારો બાપ પણ તેનો નોકર છે. તો પછી તેની સાથે તારો સંબંધ ક્યાંથી થશે? તેથી અન્ય કોઈ સમાન વૈભવવાળાને વર. તે બોલી માતા ! તું પ્રયત્ન તો કર, નહિતર ખાટલાથી પડેલાને ધરતી તો છે. તે જ પ્રમાણે સ્થિર રહી. તેણીનો દૃઢ અનુરાગ જાણી મુગ્ધાએ ચંદ્રપ્રભાને યથાવસ્થિત વાત કરી, તેણીએ શેઠને કહ્યું ત્યારે શેઠ બોલ્યા તેણીનો બાપ શ્રમણ્યપુત્ર હોવા છતાં આપણો નોકર છે. પણ કુમારના દોસ્તારોએ મને પણ પૂછયું છે કે તે કન્યા ઉપર કુમારને ઘણો રાગ છે. તેથી કુમારના ભાવ જાણી આપણે યથાયોગ્ય કરીશું. અવસરે કુમાર સાંભળે તેમ શેઠ બોલ્યા...
મા બાપને છોડવા ન જોઈએ. પત્નીનો પણ વિશ્વાસ ન કરવો. પત્નીનું ધન ન લેવું તથા પોતાની દાસીની કામના ન કરવી. ત્યારે પિતાનો ભાવ જાણી કુમાર બોલ્યો તે તાત ! દુર્બલ ભીંત પડતી હોય તો અંદરની બાજુમાં પડે તો સારું કે બહારની બાજુમાં પડે તો સારું. બાપે કહ્યું અંદર બાજુ પડેતો ઈંટ વિ. ખોવાય નહિ એથી અંદર બાજુ પડે એજ સારું. કુમારે કહ્યું જો એમ છે તો આપ એવું કેમ બોલો છો ? શેઠ પણ તેના ભાવ જાણી ઠાઠ-માઠથી લગ્ન કર્યા. દરરોજ વધતા જતા અનુરાગવાળા તેઓ વિશેષ શણગાર સજીને મોજથી રહે છે.
કાંઈક પ્રયોજનથી બાલપચ્છિતા બહાર ગઈ તેણીને દેખી પોતાની બેનપણીને ઉદ્દેશી એક સ્ત્રી બોલી હે સખી ! પુણ્યશાળીમાં આ પ્રથમ છે. જેણીને આવી રિદ્ધિસિદ્ધિવાળું ઘર મળ્યું છે. ત્યારે બીજી બોલી - હે સખી ! આવું બોલીશ મા. જો નિર્ધન પુરુષને પરણી તેને ધનવાન