Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૪ મૂળશુદ્ધિ ભાગ-૧ લાકડીથી ફટકારેલ સર્પની જેમ, જાલમાં ફસાયેલા હરણની જેમ પથારીમાં પડખા ઘસતા રાત પૂરી કરી. સવારે દેવદિશ રાજાના દર્શન માટે ગયો. આખુય રાજમહેલ શોકમગ્ન જોયું. (કારણ પુછ્યુ) તો અમારા રાજા કોઈ કારણે અગ્નિમાં પ્રવેશ કરવાના છે માટે, તો તમે ધીર બનો હું બધુ ઠીક કરું છું. એમ આશ્વાસન આપી રાજા પાસે ગયો. તેણે કહ્યું કે રાજન ! તમે કેમ આ હલકા માણસ જેવી ચેષ્ટા કરવા તૈયાર થયા છો ? આગ્રહ કરતાં કહ્યું મારે દાનનું વ્યસન છે. જે યક્ષના પ્રભાવે આટલા કાલ સુધી પૂરુ થતું હતુ. પણ આજે તેની મહેરબાની ન થવાથી મારી ઇચ્છા પૂરી થશે નહિં. તો દાન વગરનું જીવન શું કામનું ? આવી ચિંતાના લીધે મેં આ આદર્યું છે. જો આમ છે તો આજથી માંડી મારી સિદ્ધિથી જીવન પર્યત દાન આપો, યક્ષને સાધીશ નહિં, ઇચ્છા ન હોવા છતાં કુમારના આગ્રહથી તેનો સ્વીકાર કર્યો. કુમાર પાછો વનમાં ગયો. એક તલાવમાં ન્હાવા ઉતર્યો ત્યાં એક મધ્યમવયની નારીએ કહ્યું. હે મહાભાગ ! ક્યાંથી અને શા માટે અહીં આવ્યો છે ? સમુદ્ર કાંઠાથી આવ્યો છું અને સુસ્થિતદેવે ખુશ થઈ મને મનોરથ યક્ષ પાસે મોકલ્યો છે. તો તે હર્ષ પામીને બોલી આ ઝાડ નીચે બેસ જેથી કંઈક રહસ્ય તને જણાવું તે કહેવા લાગી... ગગનચુંબી શિખરવાળો, સર્વ વિદ્યાધરનું નિવાસ સ્થાન, રત્નનિર્મિત જિનાલયથી શોભતો વૈતાઢ્ય પર્વત છે. ત્યાં ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સર્વ વિદ્યાધર રાજાનો રાજા ચંદ્રશેખર નામે સમ્રાટ છે. તેણે સર્વ રાણીઓમાં પ્રધાન શ્રીકાન્તા, કનકકમલા, વિદ્યુત્પાલા, મેઘમાલા, સુતારાનામે પાંચ પટરાણી છે. તેઓને ક્રમશઃ કનકપ્રભા, ચંદ્રપ્રભા, તારપ્રભા, સુરપ્રભા, ત્રૈલોક્યદેવી નામે સર્વકલામાં કુશલ રૂપાદિથી દેવીઓને જીતનારી પાંચ કન્યાઓ છે. ચંદ્રશેખરે તેમના પતિ માટે નિમિત્તિયાને પૂછ્યું. નિમિત્તિયાએ કહ્યું તારો નાનોભાઈ સુરશેખર મરીને મનોરથ યક્ષ થયો છે. તે હજી પણ તારી સાથે બંધુસ્નેહ રાખે છે. આ કન્યાઓને તેની પાસે રાખવાથી એઓનું વાંછિત ફળશે. તેથી ચંદ્રશેખરે યક્ષને સાચવવા આપી. પરપુરુષ જોઈ ન શકે તેવા એકગુણ દ્વિગુણ ત્રિગુણાદિ તેજસ્વી શરીરવાળી દેવકુલની નજીક પાતાલઘરમાં છુપી રીતે રાખી છે. જો આ યક્ષ તું માગે તે આપે એમ હોય તો તે કન્યાઓને માંગ. હું તેઓની વેગવતી નામે ધાત્રી છું. તારા રૂપાદિગુણથી આકર્ષાઈને એ પ્રમાણે કહું છું. કુમાર પણ ‘જેવી માની આજ્ઞા' એમ બોલી યક્ષ પાસે ગયો અને વિનંતી કરી. ત્રીજા વરદાનથી તારી પાસે પાતાળગૃહમાં જે કન્યાઓ રહેલી છે, તે મને આપો. ખરેખર તે કન્યાઓએ જ રાગ થવાથી પોતાનું સ્વરૂપ આને દેખાડ્યું લાગે છે. નહિતર આને ક્યાંથી ખબર પડે ? એમ વિચારી યક્ષ બોલ્યો કન્યાઓ છે, પણ અત્યંત તેજના કારણે આંખે દેખી શકાય તેમ નથી. ભલે હોય, છતાં પણ મને આપો, ત્યારે ત્રૈલોક્ય દેવીને છોડી ચાર કન્યાઓ દેખાડી. કુમાર પાસે જતા કન્યાઓનું યક્ષે કરેલું તેજ નાશ પામી ગયું. ત્યાંરે કુમારે કહ્યું પાંચમી કેમ નથી આપતો યક્ષે

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244